________________
એ સંતની વિચારણું
સાધમિક વાત્સલ્યમાં તે જેટલે શ્રાવકને હક છે, તેટલે જ શ્રાવિકાને છે. સાત ક્ષેત્રની રક્ષામાં શ્રાવક શ્રાવિકા સમાન ભાગીદાર છે. જૈન સ્ત્રીને આદર્શ શ્રાવિકા બનાવવા માટે કન્યા પાઠશાળા, શ્રાવિકાશ્રમ, વિધવાશ્રમને પ્રબંધ કરવો જોઈએ. તેઓને ઉન્માગથી રેકી સંયમ શીલની મક્કમતા તથા જીવન નિર્વાહ માટે નિર્દોષ ઉદ્યોગ વિભાગ પણ અનિવાર્ય છે. સ્ત્રી જાતિ પ્રમાદી ન બને, ધર્મ વિધિમાં વિવેક પૂર્વક રસ લે તથા કૌટુમ્બિક સંગઠનમાં સૂત્રધાર બની રહે આવી કેળવણી બહુ ઉપયોગી છે. આવી માતાઓ દ્વારા જૈન રત્ન પાકવાં સુલભ છે.
શ્રાવિકાને જ્ઞાન આપવું, ધર્મના શુદ્ધ સાત્વિક અને દઢ સંસ્કાર આપવા, સ્વાશ્રયી બનાવવી એ ઉદ્ધારવાદીઓની આવશ્યક ફરજ છે.
સાધુ ક્ષેત્ર પ્રશ્ન -આ ઊદ્ધારના યત્નમાં જૈન સાધુનું શું સ્થાન છે ? ઉત્તર –જેનશાસનની જડ સાધુ છે. તેના પોષણમાં સાતે અંગેનું પિષણ છે.
સાધુ સંસ્થા જેટલી ઉન્નત એટલું સમાજ જીવન ઉન્નત. જૈન મુનિ સિવાઅને સાધુ પ્રાચીન આર્ય સંસ્કૃત્તિને ભાગ્યે જ વફાદાર રહેલ છે. જૈન સાધુ એટલે ત્યાગ છે, જ્ઞાન છે, ઐકય છે, વ્યવસ્થા છે. જૈન સાધુ ન રહે તે ઉન્નત જિનશાસન પણ ન રહે.
દરેક દેશમાંથી સાધુ વધારવા જોઈએ, જેથી પોતાના દેશનાં હવા પાણીમાં નીરોગી રહી ત્યાં જૈન ધર્મને પ્રચાર કરી શકે. આમ કરવા માટે એક વાર પ્રતિકુલ હવા-પાણીનાં દુઃખ સહીને પણ વિહારનું ક્ષેત્ર વિશાળ કરવું જોઈએ. એટલે એવી રચનાત્મક પદ્ધતિ સ્વીકારવી
જોઈએ કે પ્રત્યેક દેશમાં સાધુ સ્થિતિ રહે. પ્રશ્ન –દીક્ષા માટે આપ શું ધારે છે ? ઉત્તર-દીક્ષા માટે દરેક વય ઈષ્ટ છે. ખાનદાની કુટુમ્બના યુવાન નબીરાઓ
વૈભવને તિલાંજલી આપી સાધુ માર્ગ સ્વીકાર કરે તો તેઓ આત્મકલ્યાણ સાથે શાસનને ઉદ્યોત કરી શકે છે. પ્રભાવક બની શકે છે. અવિકારી બાલજીવન, ચારિત્ર, અભ્યાસ, બુદ્ધિ વિકાસ, કુલીનતા આ બધાં પ્રભાવક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org