________________
: ૫:
અક્ષરતાના બાલ
સિદ્ધને રાસ્ત્ર શાં, વીરને મૃત્યુ શ, મૃત્યુના અમૃતને આળ ?
—મહાકવિ નાનાલા"
૩૪ વર્ષની ભર યુવાનવયે મુનિજી આ સસાર તજી ગયા. શાસનના સાચા સુભટ મુનિજી એટલી ટૂંકી વયમાં પણ અમરતાનું –શહિદીનુ જીવન માણી ગયા. જીવનભર એમણે જંગ ખેડયો. જયાં અન્યાય જોયા ત્યાં સામે થયા. જ્યાં શાસનડેલણા જોઈ ત્યાં તન-મન બધું વિસારે મૂક્યું. એમની ઊઁચી ગૌર કચ્છી કાયા શાસનસેવાની પ છળ જ ગાળી નાખી. ક્રેડ પર દમકતા તારુણ્યનું તેજ એ સેવા પાછળ જ ખચ્યું.
એમના છેલ્લી ઘડી સુધીના જાપ હતા કે, જૈનખચ્ચા અનાથ ન હૈાય. જૈનસ'તાન અજ્ઞાન ન હાય, જૈનધમના પાળનાર રેટી માટે તલસતા ન હેાય. અને આ માટે તેઓ બધું કરી છુટયા. અનેક અપવાદો પણ વેઠયા, અનેક સાથીએ પણ ખાયા, સુખનાં આસના અને શૈાભાની પદવીએ પણ ન લીધી. શરીરના દુઃખને આલેાક જીતવાનું સાધન માન્યું.
તેઓ સૈનિકની સહનશીલતા ને સૈનિષ્ના શોધે† ઝઝુમ્યા ! શાસનસેવાના જંગમાં એ બહાદુર ચેાદ્ધાનુ નામ સદા અમર છે. ચંદ્ર ચળકે અને દિનકર તપે ત્યાં સુધી માનવતાના જગમાન્ય ઇતિહાસમાં તેઓ ચિર’જીવ છે.
સૈકાઓ વીતી જશે એ સ્ત્રદિન પર, જગતમાં કેટલાય પલટા આવી જશે, પણ અમરતા પર કાઈ કાળ, કાઈ દિશા કે કાઈ સલ્તનત આવરણ નહિ નાખી શકે. કોઈ નિયમ-ઉપનિયમની જાળ એમને ઝાંખા નહિ પાડી શકે!
મુનિ ચારિત્રવિજયજી સદા અમર છે. એમની અમરતા સદાય વાઁદનીય રહેશે !
અને જૈનસમાજ એવા અમર આત્માઓ માટે સદા પ્રાથતા રહેશે!
૦૭ mn
Jain Education International
For Personal & Private Use Only
ગ
www.jainelibrary.org