________________
જ
શ્રી ચારિત્રવિજય ઈશ્વર તે પરમ કલ્યાણમય છે. એ આ સૃષ્ટિને રચવાના અને સંહાર કરવાના પચડામાં કદી પડતું નથી.”
રાજાજી અને રાજમંડલ માટે આ વાત તદ્દન અપૂર્વ હતી. મુનિજીએ ધીરે ધીરે જેનામાન્ય ઈશ્વરના સ્વરૂપને વર્ણવી બતાવ્યું. સહ મંત્રમુગ્ધ જેવા બની ગયા હતા. આ પછી તેઓએ અહિંસા, સત્ય વગેરે સિદ્ધાન્ત દર્શાવતા જેનોના સિદ્ધાન્ત કેટલા સુંદર છે તે કહી બતાવ્યું. આ બધી વાતોએ સી પર માહિની છાંટી. કેટલાય દિવસ સુધી સ્થિરતા કરવી સૌએ ખૂબ ધમશ્રવણ કર્યું. અનેક આશંકાઓ ટળી. આવા ત્યાગી, વિદ્વાન ને નિસ્પૃડી સાધુના વિહાર વખતે રાજાજીથી લઈ આખું ગામ વિયોગનું દર્દ અનુભવવા માંડયું. નિસ્વાર્થીને નેહસીમાડા રેકી શકતા નથી ! વાગડમાં એક વિદ્યાલયસ્થાપવાની ચેજના વિચારી ઉપદેશ આપે શરુ કર્યો. આ અજ્ઞાન પ્રદેશમાં જ્ઞાનની અનિવાર્ય આવશ્યક્તા સમજાવી.
લાકડિયાથી વિહાર કરી તેઓ અંજાર આવ્યા. અને અહીંથી ભદ્રેશ્વર તીર્થની યાત્રા માટે ગયા. અહીં વૈશાખ વદ બીજના રોજ ખેડાનિવાસી શા ડાહ્યાલાલ હીરાલાલને દીક્ષા આપી. તે જ આજના ન્યાય-વ્યાકરણના જ્ઞાતા શ્રીમાન ન્યાયવિજયજી !
કચ્છને વિહાર ચાલૂ હતે. પણ સમાજસેવાના વિચાર તે નિરંતર વહ્યા કરતા હતા. એક સંસ્થાને તેઓએ સમૃદ્ધ બનાવી સમાજને સંપી હતી, પણ હજી તેમની દષ્ટિમાં તે અનેક સંસ્થાઓ સરજી શાસનસેવા કરવાની અખંડ તમન્ના જાગતી હતી. જેનેના અને જૈનેતરના દીનહીન બાળકો-અનાથ અપંગ બાળકો માટે તેઓ અનાથાશ્રમની ચેજના વિચારી રહ્યા હતા, ને રૂપરેખા પણ તૈયાર કરી ચૂકયા હતા. મહાત્મા ઈસાનું ધામ જેમ કેઈ પણ વર્ણ કે જ્ઞાતિ વગર ગમે તે અપંગ અને અનાથનું રક્ષણ કરે છે ને પિતાના ધર્મને પ્રચાર કરે છે, એવી જ આ યોજના હતી.
* * * * *
ચક
வெளி
ક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org