________________
શ્રી ચારિત્ર વિજય “આ સાંભળી હું બહુ આનંદિત થયો છું. હવે આપને શિષ્યવર્ગ પણ આ માગને અનુસરે એવો પ્રબંધ થવો જોઈએ.”
પ્રભુચિત્ર થોડાં મોકલાવી આપ. બનશે તેટલે પ્રચાર કરીશ.'
મુનિએ પાલીતાણાથી જિનેશવરનાં બે ડઝન ચિત્રો મંગાવી આપ્યાં. તેમાં સુંદર ત્રિરંગી પાર્શ્વનાથ પ્રભુનું પશુ ચિત્ર હતું. વ્રજપાળજી પતે એ ફોટાનાં દર્શન કરતા, બીજાઓને ઉપદેશ આપી દર્શન કરાવતા ને કેટલાકને પ્રભુચિત્ર પણ આપતા.
પિતાને અને ભૂતપૂર્વ દાદાગુરુને સાચા ધર્મમાં સ્થિર કરી મુનિજી ભદ્રેશ્વર તીર્થની યાત્રાએ પધાર્યા. અહીંથી તેઓ અંજાર ગયા. અહીં એક પાઠશાળા તૂટ તુટુ થઈ રહી હતી. ઉપદેશ આપી તેને સ્થિર કરી. એક તરફ આ બધો પરિશ્રમ ચાલતું હતું ને બીજી તરફ તેઓશ્રીને સંસ્થાની હિતચિન્તા વ્યગ્ર બનાવી રહી હતી. પાલીતાણાની સંસ્થા માટે અત્રે તેમણે પ્રયત્ન કરી મારી મદદ મેકલાવી.
અહીંથી તેઓ ભાઉ આવ્યા. પણ શરીરે કામ ન કર્યું. સંગ્રહણના રંગે દર્શન દીધાં ને મુનિજીને એક મહિને સંથારાવશ રહેવું પડ્યું. સ્વાથ્ય સુધરતાં સામખીયાળી આવ્યા. કચ્છમાં વિચરતા દરેક સાધુઓને આ ગામ વિહારનું મધ્યસ્થળ છે. પશુ સંવેગી સાધુઓ માટે આહારપાણની ખૂબ અગવડ પડતી. આ સ્થાને શાન્તમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજના ઉપદેશથી ડાક મૂર્તિપૂજક જને થયા હતા, પણ તેઓ ખેતીને ધંધો કરતા. ન કેઈ ઉપાશ્રયની વ્યવસ્થા કે ન કોઈ દેરાસરની ! મુનિજીએ આ ક્ષેત્રને કામ કરવા યોગ્ય ધાર્યું અને પિતાની ઉપદેશષારા વહાવવી શરુ કરી.
ત્રણ દિવસ તે કેઈએ ઉપદેશની પરવા ન કરી, પણ ચેથે દહાડે સૌને ખેંચાણ જાગ્યું. ધીરે ધીરે શ્રોતા સમૂહ ખૂબ વધ્યો. મુનિજીએ જિનેશ્વર, જિનમૂર્તિ, મંદિર, સાધુ, સંધ, અહિંસા, અનેકાન્તવાદ વગેરે વિષયો પર, યુક્તિ અને દલીલથી
A
bull
C
:
50)
જીવન
S Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org