________________
- - -
H.
શ્રી ચારિત્ર વિજય રહેતા. કેઈ સારું કામ એક સંપથી તે થઈ જ કેમ શકે? મુનિજી મંજલ આવ્યા અને આ વર્તમાન સાંભળી એમના હદયને બહુ દુઃખ થયું. એમણે આ કલેશ મીટાવવાનો નિર્ધાર કર્યો.
એક પણ હરફ ભલેબૂર કહ્યા વગર તેઓએ કંઈ તટસ્થ સ્થળે વ્યાખ્યાન આપવું શરુ કર્યું. ત્રણ દિવસ કેવળ ક્ષમાપના, મનની ઉદારતા અને આત્માના નિર્મળ પરિણામ ઉપર જ એક ધારે ઉપદેશ આપે. ચંડકૌશિકની કેધપ્રચૂરતા ને પ્રભુની ક્ષમાપરતા, ગોવાળના ઉપસર્ગો અને પ્રભુની શાનિત વગેરે દૃષ્ટાન્ત એટલી સચોટતાથી રજૂ કર્યા કે વર્ષોનાં કલેશકી નરમ પડ્યા. ચોથે દિવસે બન્ને ભાઈ મુનિજીને ચરણે પડ્યા, ને તેઓ કહે તેમ કરવા કબૂલ કર્યું. | મુનિજીએ એક તટસ્થ પંચ પાસેથી તેઓને ફેંસલે અપાવ્યું, અને પંદર વર્ષની કલેશ હેળીને સ્થળે સંગઠનની દિવાળી પ્રગટાવી. જે ગામમાં કેટલાય વખતથી અઠ્ઠાઈમહોત્સવ, સ્વધર્મીવાત્સલ્ય નહાતાં થયાં, ત્યાં બધું શરુ થયું. થડા વધુ દહાડા રહી અનેક ધર્મકાર્યો કરી મુનિજી આગળ ૦
પણ આ વખતે પાલીતાણાથી પુનઃ દુઃખદાયી સમાચાર સાંપડયા. નવી કમીટી તૂટી ગઈ હતી, જેને વિશ્વાસ હતો તેઓએ જ સંસ્થાને નેસ્ત નાબૂદ કરવા કમર કસી હતી. જૂના વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી હતી. સંસ્કૃતની તીર્થ અને મધ્યમાની પરીક્ષાની તૈયારીમાં મસ્ત વિદ્યાર્થીઓની પણ દયા રાખવામાં આવી નહતી. જૂિના નોકરને પણ ગડગડીયાં અપાયાં હતાં. મદદ ઘણીખરી બંધ થઈ હતી. સંસ્થાના કેટલાક કર્મચારી વર્ગો મહારાજશ્રીને સમાચાર લખતાં જણાવી દીધું હતું કે, સંસ્થાનું તંત્ર કાવાદાવાથી ભરપૂર રાજતંત્ર જેવું બની ગયું છે. વિદ્યાર્થીઓની, અમારી અને સંસ્થાની સલામતી ઈચછતા હો તે કૃપયા જલદી પધારો.
આ સમાચાર સંસ્થાના જીવન માટે લેડીનું પાણી કરનાર મુનિ અને કેટલું દર્દ આપ્યું હશે તે કહેવું અશક્ય છે. પત્રથી બને તેટલું કરી. તરત જ પાછું ફરાય તેમ ન હોવાથી, એમણે
We
૦.
Jain Education International
...For Personal & Private Use Only
www.jainelibrary.org