SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ गणिनी आर्यिकारत्न श्री ज्ञानमती अभिवन्दन ग्रन्थ [૩૭૭ મૈના રહી દીકરી, અને સૌથી મોટી તેથી માના બધાં જ, ઘરનાં, રસોડાનાં, ધર્મનાં, વ્યવહારનાં, અને સમાજના કામમાં તેની યથાશકિત અને મતિ મુજબ તે મદદ કરતી હતી. પણ તેનું ચિત્ત આ કાર્યોમાં ચોટતું ન હતું. તે તો ભણીગણી મોટી સાધ્વી બની જવાની ચિંતા કર્યા જ કરતી હતી. નાના ભાઈ બહેનોને ઉઠાડવાં, ઉઘાડવાં, નવરાવવાં, સાફસૂફ રાખવાં, કપડાં પહેરાવવાં, ખવરાવવાં, દૂધ પાવા વગેરે કામો તે શરીરથી કરતી હતી તે વખતે પણ રત્નકરંડ શ્રાવકાચારના શ્લોકો યાદ કરી લેતી હતી. જે કાંઈ શીખવા જેવું હોય તે જાણકારને પૂછી લઈ તેને શીખવાનો અને મનન કરવાનો પ્રછન્ન વેપાર મૈનાને હરદમ અને નિરંતર ચાલતો હતે “છહતાલા” તે સફાઈ રીતે જીભ ઉપર રમવા લાગી હતી. આમ છોટાલાલનું બીજ અંકુર રૂપે પ્રગટ થઈ આજે એક લસલસતા છોડ રૂપે પલ્લવિત થઈ રહેલ છે. કહેવાય છે કે ભાગ્યશાળી શિષ્યને ગુરુ શોધતા ફરે છે તે અનુભવવાણી મુજબ મૈનાને પ્રથમવાર આચાર્યરત્ન દેશભૂષણનાં દર્શન થયાં. મૈનાનું મન આનંદ-આનંદ બની ગયું. કયારે દિગંબર સંતનું દર્શન કરી પાવન બનું તેની સતત વિચારણા મૈનાના શરીરમાં પ્રસરવા લાગી. મૈના વૈરાગ્યના ઝરણામાં નહાઈ ચૂકી હતી તેના દિલમાં તો જો સંસારમેં સુખ હોતા તો તીર્થંકર ક્યો ત્યારે કાહકો શિવ સાધન કરતે સંજમો અનુરાગે.' ની ધૂન ચાલી રહી હતી. હિંમત કરી માને પૂછયું “મા, મહારાજનાં દર્શને જ્યારે જઈશું"? મા બેટીની ઉતાવળ સમજી શકી હતી. તેણે મીઠા શબ્દોમાં કહયું “આ વાસણ કુસણનું કામ પતે પછી જઇશું” ત્રણ વાગે મહારાજનું પ્રવચન પણ સાંભળવા મળશે. મૈના પુલકિત બની અને મિનિટને વર્ષ ગણવા લાગી પૂરા અઢીના ટકોરા ઘડિયાળમાં પડયા એટલે મોહિની દેવી અર્થને સામાન લઈને પોતાની લાડકી મૈનાને લઈ મંદિરે ગયાં ત્યાં અર્ધ ચઢાવી આચાર્યશ્રીના દર્શન કર્યા મૈનાએ પણ સમાતાનું અનુકરણ કર્યું. બીજાં થોડાં ભાઈ બહેન આજુ બાજુ બેઠેલાં હતાં છતાં મૈનાએ હિંમત કરી પૂછયું “મહારાજ હું છોકરી છું, સ્ત્રી પર્યાયમાં છું, મારા આત્માનો ઉદ્ધાર હું ન કરી શકું?" આટલી નાની છોકરીનો ખૂબ ઉપયોગ અને ટોચદાર સીધો પ્રશ્ન સાંભળી આચાયૅશ્રીજી મૈનાની સામે જોઈ રહ્યા. ફરી મૈનાએ પ્રશ્ન પૂછયો મહારાજ, ભગવાન ઋષભદેવની પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી નપુંસક તેથી તમલી શાદી ન કરેલી હતી? આચાર્યશ્રી ફરી આવો પ્રશ્ન સાંભળી આશ્ચર્ય ચકિત નજરે મૈનાને જોવા લાગ્યા. મૈનાને થોડા સમય પહેલાં તેના એક નજીકના સગાએ સમજાવેલું કે સ્ત્રી સાધુ બની શકે નહીં. તેને તે પરણી જવું જોઇએ. બ્રાહ્મી વગેરે તે નપુંસક હતી તેથી પરણી શકેલાં નહીં વગેરે આ જૂની વાતનો પડઘો મૈનાના પ્રશ્નમાં હતો. મહારાજ બોલ્યા જો બેટી, બ્રાહ્મી વગેરે નપુંસક ન હતાં પરંતુ જન્મ મરણના ફેરા ટાળવાથી સાચું સુખ મળે છે તે પાયાની વાત તેમણે તેમના પિતા અને પ્રથમ તીર્થંકર દેવથી સાંભળેલી તેથી બંને એ લગ્ન કર્યો નહીં અને ભવતારિણી જિનેશ્વરી દીક્ષા લીધેલી. દરેક જીવ શિવ બની શકે છે. સાપ, દેડ, ગાય, સુવર વગેરે કોઈપણ પ્રાણી પુરૂષાર્થ કરી ભગવાન થઈ શકે છે. તું ધારે અને યત્ન કરે તે જરૂરથી ઈશ્વર-નિરંજન પરમેશ્વર બની શકે છે આવાં સ્પષ્ટ અને આશાવાચક વાકયો સાંભળી મૈનાના મનમાં આનંદને દરિયો ઉછળી ઊઠયો. અને મનમાં નિર્ણય કરી લીધો કે મારે ગમે તે ઉપાય મહારાજની સાજે રહી આત્મકલ્યાણના માર્ગે ચાલવું. જ્યારે આચાર્યશ્રી ટિકતનગરથી વિહાર કરવા લાગ્યા ત્યારે મૈનાએ મહારાજની સાથે જવા હઠ પકડી પણ મોહી માતાપિતાએ સંમતિ આપી નહીં. તેથી મન મારીને તે બિચારી ઘરમાં બેસી રહી. થોડા દિવસ પછી મૈનાએ જાણ્યું કે આચાર્યશ્રીજીએ બારાબંકીમાં ચાતુર્માસ કર્યું છે એટલે ત્યાં જઈ તેમની પાસે રહેવાની રટ લગાવી દીધી અને માને તથા પિતાજીને અવારનવાર બારાબંકી લઈ જવા, યા મોકલવા કહેતી રહી. પણ માબાપને તેને છોડવાનો જીવ ચાલ્યો નહીં. આ છે સંસારની મોહમાયા. દરરોજ વિચાર કરે છે જ્યારે બારાબંકી પહોચી જાઉ. કોઈ ઉપાય જડતો નથી. નિરાશા પૂર્ણ વ્યાપી ગઈ છે. ત્યાં એક દિવસ નાના ભાઈ સુભાષને મૈના કહેવા લાગી. બોલ, સુભાષ તુમારો સાચો ભાઈ છે? સુભાષે પૂછયું કે તેમાં તમોને કંઈ શંકા છે? તો મેના કહે છે કે જો તું મારો ખરોભાઈ હોય તે મારું એક કામ કરને મને વચન આપ કે હું કહીશ તેમનું કરીશ. ભેળ સુભાષ કંઈ સમજ્યો નહીં છતાં ભોળપણામાં વચન આપી બોલ્યો જરૂર તમારું કામ કરીશ બોલો શું કામ છે? મેનાને આનંદ થયો અને આશા બંધાઈ અને હિંમત ભેગી કરી બોલી: મારે મહારાજનાં દર્શન કરવા બારાબંકી જવું છે. તું મારી સાથે ચાલ. દર્શન કરવા બારાબંકી જવા નીકળ્યાં ત્યાં માતાએ પૂછયું કયાં ઊપડયાં! વાતો કરો મૈનાએ સ્પષ્ટતા કરી સુભાષ સાથે છે તેથી મહારાજનાં દર્શન કરી પાછા આવીશું. તેવું કહ્યું એટલે માએ બારાબંકીમાં. તેમના સગાનું નામ ઠામ પણ તેને આખ્યા. બન્ને સાધનમાં બેસી બારાબંકી પહોચી ગયાં ત્યાં મહારાજનાં દર્શન કર્યા બેચાર કલાક નીકળી ગયા એટલે સુભાષે કહ્યું મોટીબેન ચાલો પછી બસ નહીં મળે ને રાત પડી Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.012075
Book TitleAryikaratna Gyanmati Abhivandan Granth
Original Sutra AuthorN/A
AuthorRavindra Jain
PublisherDigambar Jain Trilok Shodh Sansthan
Publication Year1992
Total Pages822
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy