SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ૭૮] वीर ज्ञानोदय ग्रन्थमाला જશે. મેનાએ તો પહેલાથી યોજના મનમાં વિચારેલી તેમ તરત જ કહ્યું કે હું તો નહીં આવું તારે જવું હોય તો જા. થોડા દિવસ મહારાજનાં પ્રવચન સાંભળીશ. પછી તું આવીને મને લઈ જજે. સુભાષ તે રડી પડયો અને બહેન આવવાની નથી તેમ લાગતાં બસમાં ટિકેટનગર પહોચી ગયો. મૈના તેમના સગાને ત્યાં ગઈ ને ત્યાં અલગ રૂમમાં ધર્મ ધ્યાન કરવા લાગી. મહારાજ ને વંદે છે ને પ્રવચનાહિ સાંભળે છે અને કોઈ ન હોય ત્યારે મહારાજને પોતાનું હિત કેમ કરવું તે પૂછયા કરે છે. જે તેને યાદ કર્યું હતું તે મહારાજને બતાવે છે. મહારાજે કેટલાંક પ્રશ્ન પૂછયા તે તે બધાના ખરા જવાબ સાંભળી આચાર્યના મનમાં નક્કી થઈ ગયું કે કોઈ ભવ્ય જીવ છે, જિજ્ઞાસુ છે, અને મુમુક્ષુ છે તેથી તેને આશ્વાસન મળે તેવા મીઠા શબ્દોમાં તેને સમજાવતા હતા. તેમનાના મનની ઉદાસીનતાની ગાંઠ મજબૂત બનતી જતી હતી. | મના ઘેર ગઈ નહીંને સુભાષની હિંમત ચાલી નહિ – કે મોટી બહેન તેના જવાથી ને કહેવાથી ઘેર આવશે. એટલે તે પણ ગયો નહિ આમ થોડા દિવસ પસાર થઈ ગયા ત્યાં આચાર્યનો કેશલોચ છે તેમ જાણ્યું એટલે મોહની દેવી કેશલોચ જોવા અને મેનાને ઘેર લાવવા બારાબંકી પહોચી ગયાં. પાટ ઉપર આચાર્યશ્રી બેસી કેશલોન્ચ કરી રહ્યા છે સામે પહેલી હારમાં સ્ત્રી વિભાગમાં મોહિની દેવી અને મૈના બેઠાં છે. ત્યાં મેનાએ પોતાને કેશલોચ કરવો શરૂ કર્યો. બુમાબૂમ થઈ ગઈ રોકો રોકોના અવાજ નીકળ્યા પોલીસની મદદની વાત પણ ઊઠી ત્યાં મોહિની દેવીના એક સગાએ હિંમત કરી મનાને હાથ પકડી લીધા ને કેશલોચ થતો રોક્યા. મહારાજનો કેશલોચ પૂરો થયો પણ મેનાએ મંદિરમાં જઈ ભગવાન સમક્ષ નિયમ લીધો કેમને પ્રતાદિ નહીં મળે ત્યાં સુધી ચારે આહારને મારે ત્યાગ છે. મોહિની દેવી અને બીજાઓએ ઘણું સમજાવી પણને સંમત ન થઈ તેથી સારું કહી મૈનાને તેના સગાને ઘેર લઈ ગયાં. રાત્રે મૈનાએ તેની માતાને સમજાવી લખાવી લીધું કે “મહારાજ આપ મારી દીકરી મૈનાને બ્રહ્મચર્ય પ્રશ્ન આખી તેને સાચા માર્ગે ચઢાવે તેમાં મારી સંમંતિ છે.' બીજા દિવસે બપોરના સામાયિક બાદ મૈના પોતાની માતાને લઈ આચાર્ય પાસે જઈને પેલો લખેલો કાગળ મહારાજ સમક્ષ રખાવ્યો. મહારાજે વાં, વિચાર્યું અને પછી મેનાને બ્રહ્મચર્ય વ્રત આપ્યું અને પછીથી આશીર્વાદ આપ્યા ને આગળ વધવા હિંમતથી કામ લેવાની શીખ આપી અને એજ ઉત્તમ કાર્ય છે તેમ ઠસાવ્યું. અનેક તીર્થંકરોનો જન્મ દિવસ તેમને તપ કલ્યાણક દિન બન્યો છે તેવો યોગ અહીં બને છે. કારણકે મૈના જ્યારે દ્વિજ બની તે દિવસ પણ શરદં પૂર્ણિમાનો હતો તે સુયોગને જોતાં મૈનાએ તે દિવસથી દિનમાં માત્ર એકવાર ભોજન કરવાને યમ ધારણ કર્યો. આચાર્યશ્રી વિહાર કરતા કરતા શ્રી મહાવીરજી ક્ષેત્ર પર આવ્યા મૈના પણ સાથે હતી ને વચ્ચે વચ્ચે મને દીક્ષા આપો ની જલદ ઉઘરાણી કર્યા કરતી હતી તેથી આચાર્યશ્રીજી એ તેને મહાવીરજી ક્ષેત્ર પર મુલ્લિકા દીક્ષા આપી. તેની અપૂર્વ વીરતા અને બહાદુરી જોઈ તેનું નામ : “અવીરમતી” જાહેર કર્યું. હવે મૈના મૈના નથી. મૈ..., ના, એટલે હું નથી, હું શરીર નથી. મૈના તે શરીરનું નામ છે તેમ તે વિચાર્યા કરે છે. અનામી આત્માને-પરમાત્મા બનાવવાના પથમાં હવે વીરમતિએ પ્રયાણ શરૂ કર્યું. ભણવું, ભણાવવું એજ કામ અને ગુરૂની આજ્ઞા મુજબ ધર્મધ્યાન, વ્રત પાલન આદિ કર્યા કરવાં તેજ તેમની નિયમિત ચર્યા બની ગઈ. વચ્ચે સમાચાર મળ્યા, ચારિત્ર ચક્રવર્તી આચાર્ય શાંતિસાગરજીએ સંલેખના શરૂ કરી છે. આ અપૂર્વ અવસર જોવા અને માણવાને ભાવ વીરમતિને થયો. આચાર્યની સંમતિ મખી એટલે શુલ્લિકા વિશાલમતીને સાથે લઈ દક્ષિણની રેલયાત્રા શરૂ કરીને સોલાપુર પાસે હસવડ ગામે વર્ષાયોગ શરૂકર્યો. ત્યાં હું પ્રભાવતી તેમની પ્રથમ શિલ્યા બની જે હાલમાં “જિનમતી" માતાજી રૂપે પોતાની અને પોતાના શિક્ષા ગુરૂની ગરિમા અને જ્ઞાનચારિત્રાચરણ વડે દીપાવી રહી છે. વાવડ સાંપડયા કે તરતજ બન્ને યુલ્લિકાઓ કુંથલગિરિ પહોચી ગઈ. વરસાદની ભારે હેલી અને માનવોની અસીમ ભીડ જોઈ. અનેક દીક્ષા પ્રતિકૂળતાઓ હોવા છતાં બન્ને જણાંએ કુંથલગિરિમાં પડાવ નાંખ્યો. વિશાલમતિને સાથે લઈ આચાર્ય શ્રીનાં દર્શન કરી આર્થિકા દિશાની વિનંતી કરી પણ હવે હું દીક્ષા નથી આપવાનો. નવા આચાર્ય વરસાગર પાસે દીક્ષા લેજેની સલાહ વીરમતીએ મન મોજીને માન્ય રાખી. આચાર્ય શ્રીને અપૂર્વ સંખના પૂર્વક સ્વર્ગવાસ થઈ જતાં વીરમતી મુંબઈ થઈ જયપુર આવીને ત્યાં વીરસાગર આચાર્યશ્રી પાસે ૧૯૫૬ માં આદેશ અને આજ્ઞા મુજબની શરતનું પાલન શરૂ કરીને આર્થિકા દીક્ષા ગ્રહણ કરી અને “જ્ઞાનમતી” નામ પામીને ધન્ય બની આપને લાંબો સમય લીધો માટે ક્ષમા કરશો. પૂ. આચાર્ય વરસાગરજીનું સમાધિમરણ થતાં તેમના પદે મુનિશ્રી શિવસાગરજી આચાર્ય બન્યા. પુણ્યાશાલી જીવો માટે કહેવત છે કે “ન માંગે દોડતું આવે" તેમ નિવાઈના બ્ર. શેઠ હીરાલાલે પૂરા સંધને ગિરનાર ક્ષેત્રની યાત્રા કરાવવાનો પ્રસ્તાવ મૂક્યો. ને સર્વાનુમતે મંજૂર થયો. યાત્રા શરૂ થઈ. જ્ઞાનમતી સૌથી નાનાં સાધુ રૂપે પણ એક યાત્રી છે. નાની ઉંમર, દુર્બળની શરીર, ચાલવાની ટેવ નહીં છતાં મનોબળની મદદથી જ્ઞાનમતી પણ સૌની સાથે ગિરનાર પહોચી ગયાં પાલીતાણા ક્ષેત્રનાં પણ સંઘે દર્શન કર્યા. સોનગઢ ભાવનગર ઘોઘા પણ વચ્ચે આવરી લેવાયાં અમદાવાદ તરફ જવું એવો વિચાર ઉદ્યો. કેટલાક સાધુ તૈયાર પણ થઈ ગયો. કેટલાકે તો ગમે તેમ થાય અમદાવાદ તે જવું ને જવું જ તેમ ખરું કરી લીધું પણ સંઘપતિ તો સંધને ફરીથી રાજસ્થાનમાં જ લઈ જવા મથતા હતા. ને છેવટે તેમનો વિજય થયો. છતાં બે સાધુઓને અમદાવાદ જવાની માન પ્રતિજ્ઞા સચવાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી. તે બન્ને સાધુ અમદાવાદ જઈ ફરી સંઘમાં આવી ગયા સંઘ સંઘપતિની ઇચ્છા મુજબ વાવર વગેરે થઈ અજમેર Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.012075
Book TitleAryikaratna Gyanmati Abhivandan Granth
Original Sutra AuthorN/A
AuthorRavindra Jain
PublisherDigambar Jain Trilok Shodh Sansthan
Publication Year1992
Total Pages822
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy