________________
૨૭૦
श्री यतीन्द्रसूरि अभिनंदन ग्रंथ
विविध
કહેવાની મતલબ એ છે કે આપણા સમાજની હાલની અવ્યવસ્થિત પરિસ્થિતિની નિનયક પાંચસો સુભટો જેવી દશાની, સમાજમાં પ્રવર્તતી ભયંકર બેકારીની અને હાસની નથી પડી ઘણા શ્રીમંતોને, ઘણા આગેવાનોને અને ઘણા ત્યાગી મહાપુરૂષને !
સબ સબકી સમાલો, મેં મેરી કેડતા હે” જેવી આપણા જૈન સમાજની મોટા ભાગની વર્તમાન પરિસ્થિતિ છે અને કેઈપણ વિચારકને માટે પારાવાર દિલગીરીને વિષય છે.
ત્યારે કરવું શું? એ પ્રશ્ન ઉભો રહે છે. મારા નમ્ર અને અધિન મત પ્રમાણે મને લાગે છે કે આપણે સમાજની એકતા સાધવાની પ્રથમ જરૂર છે અને તે માટે જેમ વિદ્વાનો તૈયાર કરવાની અગત્ય છે, તેના કરતાં વધુ અગત્ય એક વેનિક સેવાદળ ઉભું કરવાની છે. (Servants of India Socities સરવન્ટસ ઓફ ઈન્ડીયા સોસાયટીનાં ધોરણે એક સંરથા ઉભી કરવી અને તેમાં નિસ્વાથી તથા સાચી સેવાની ધગશવાળા શિક્ષિત યુવાનોન અથવા યુવાન માનસ ધરાવનારાઓને, તેમની કૌટુંબિક ઉપાધિઓમાં તેમને રાહત આપવા ખાતર, વ્યાજબી અને મધ્યમસરનાં વેતનથી દાખલ કરવા. આવા સ્વયંસેવકોના વ્યવસ્થિત જૂથ રચી લેક સંપર્ક સાધવાને માટે ગામડે ગામડે મેકલવા અને એ રીતે સમાજની સ્થિતિનું સાચું દર્શન તેમના દ્વારા મેળવીને આપણું સમાજમાં જે ભયંકર દર્દ પેસી ગયું છે, તેને દૂર કરવા અથવા તે હળવું કરવા માટે ચોગ્ય ઉપાયે લેવા જોઈએ. અલબત્ત આવાં કાર્યો માટે એક સેવાભાવી સંસ્થાની ખાસ અવશ્યકતા છે. અને જે એ આવશ્યકતાને માટે આપણા સુભાગ્યે જે કેટલાક નિસ્વાથ સેવાપરાયણ નેતાઓ, શ્રીમતે વિદ્વાન અને કાર્ય કરે છે, તેઓ પોતાનાં ત્વરિત લક્ષ્યમાં લઈને કાંઈ નહિ કરે, તે આપણે આ યુગમાં પાછળ રહી જશું અને પછી તે આપણે કઈ જયવાર રહેવા પામશે નહિ. પૂજ્ય સાધુ મહારાજે પણ ચાતુમસની સ્થિરતા અને વિહારની વ્યવસ્થા લોક સંપર્ક સાધવાની દ્રષ્ટિએ કરે અને વ્યાખ્યાનોનો પ્રવાહ યુગને અનુરૂપ દિશામાં વાળી લે તે જૈન-સમાજનું કલ્યાણ સાધવામાં જરૂર સફળતા પ્રાપ્ત થાય. આજના યુગમાં પ્રત્યેક જૈન ભાઈની આ ફરજ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org