SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ विषय खंड શું લખવું ? વિદ્યાથી કોલેજમાં દાખલ થઈ શકે. આ તો એક સાદે, સામાન્ય અને સાધારણ દાખલો છે, જે કઈ પણ પ્રકારનાં ટીકા કે વિવેચન વિના હું આ લેખના વાંચક મહાશો પાસે રજુ કરું છુંપણ એક અજાણ્યા અને અણુઓળખીતા પાટીદારભાઈએ એક જૈન વિદ્યાર્થીને અભ્યાસમાં સહાય કરી, એ વાત મારા મનથી ખરેખર આશ્ચર્ય જનક તે છે, એટલું કહ્યા શિવાય હું રહી શકતું નથી. હવે થે ડુંક કડવું સત્ય આ તકે મારે કહેવું પડે છે, અને તે પણ પ. પૂ. આચાર્યશ્રીના હરક જયંતિ મહોત્સવ પ્રસંગે પ્રગટ થતાં અભિનંદન ગ્રંથમાં લખવું પડે છે, તેનો મને જરૂર ખ્યાલ છે; પરંતુ મારે શું લખવું એ વિષય પરત્વે મેં જ્યારે કલમને પકડી છે, ત્યારે મારા વિચારે કાગળ ઉપર ચિતરવામાં મારી કલમને હું રોકી શકતો નથી, એ વાતનું મને ખરેખર દુખ પણ છે. સાધુ, સાધવી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સમાજના યોગક્ષેમને મુખ્ય આધાર આપણા પ્રજય સાધુ મહારાજે ઉપર રહેલો છે, એ સત્ય વાતની કેઈથી ના પાડી શકાય તેમ નથી. પણ મારે ઘણું જ દિલગીરી સાથે પૂછવું પડે છે કે આ વાતને પણ ઘણા પૂજ્ય મહારાજેને સાચો ખ્યાલ છે ખરે? મને લાગે છે કે તેમાંના ઘણાને નથી જ. આપણે જ્યારે સમાજની વમાન દશા વિશે અવકન કરીએ છીએ, ત્યારે આપણને-ઘણાને નહિ તો થોડા વિચારકોને સ્પષ્ટ જણાય છે કે તેમાંના કેટલાક જૂદા જૂદો કે જમાવીને બેસી રહ્યા છે; તિથિ-ચર્ચામાં અમે સાચા અને તમે બેટા, એ રીતે પોતાનાં મમત્વને વળગી રહ્યા છે. પાટ ઉપર બેસીને માત્ર સ્વર્ગ અને નર્કની આકર્ષક અને ભયંકર વાતોનો ઉલ્લેખ કરી પોતાનું પાંડિત્ય દર્શાવવામાં જ ઈતિકર્તવ્યતા માની બેઠા છે. પિતાના જીહજુરિયા શ્રાવકોનું જુથ કરીને પોતાની અહંભાવના પિષવામાં રાચવા લાગ્યા છે અને ઉપધાનો વરઘોડા, પ્રવેશ મહોત્સવ, જમણવાર, તથા વાજાં-ગાજમાં શાસનની ઉન્નતિ માની બેઠા છે. તેમાંના કેટલાકના અરે ! મોટા ભાગનાના ચાતુર્માસ અને વિહાર માટે પણ શું લખવું અને શું ન લખવું, તેની સમજણ પડતી નથી. ચાતુર્માસ મે ટાં શહેરમાં જ થાય, જ્યાં પોતાના રાગી શ્રાવકો તેમની દરેક પ્રકારની સગવડતા સાચવવામાં પરમ ગુરૂભકિત માનતા હોય અને વિહાર પણ સીધા શહેરેને અનુલક્ષીને થાય. વચમાં ગામડાં તે આવે જ પણ ત્યાં સ્થિરતાની વાત નહિ; કારણ કે ગામડાંના ગરીબ અને અજ્ઞાન (2) માણસોથી ધર્મના ધુરંધરાની સગવડતા સચવાય નહિ! તેમનો અમુલ્ય અને અપ્રાપ્ય ઉપદેશ ગામડાનાં લોકે સમજી શકે નહિ! તેમને વંદન કરનારા શ્રીમંત જોઈએ, તેમનાં ઉપદેશામૃતનું પાન કરનારા ધનપતિઓ જોઈએ કે જે ઉપદેશામૃતનું પાન કરી જેમના ગુરૂદેવનાં અમોધ વચનની ખાતર ધનની મૂચ્છ ઉતારી નાંખતા હોય અને એ રીતે શાસન ઉન્નતિના સુભટે બની શકતા હોય અને જ્યાં ધન્ય ગુરૂદેવ, ધન્ય શિષ્યો અને ધન્ય નગરીનું ચોથા આરાનું વાતાવરણ વર્તાતું હોય, તેવી નગરીમાં ચાતુર્માસ કરી શકાય અને તેવી નગરીઓને લક્ષ્યમાં રાખીને વિહાર થઈ શકે તો જ શાસનની શોભામાં વૃદ્ધિ કરી શકાય ! Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.012074
Book TitleYatindrasuri Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year
Total Pages502
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy