________________
રૂપ૮
श्री यतीन्द्रसूरि अभिनंदन ग्रंथ
विविध
-
...
-
જાણે પોતાનું ધન છે અને એને ગમે તે રીતે વેડફી નાખવાનો પિતાને પૂર્ણ અધિકાર છે એવુ એ માનતા હતા. છેવટ પરિણામ જે આવવાનું હતું તેજ આવ્યું. પરિગ્રહનું પરિમાણ નહીં કરવાનું જ એ ફળ હતું એમાં સ દેહ નથી.
કઈ ધાર્મિક કે સામાજીક અથવા લોકોપયોગી સંસ્થા હોય છે અને તેના સંચાલન માટે કોઈ વ્યકિત કે સમિતીની નિમણૂંક કરવામાં આવે છે, ત્યારે તે સંચાલકો નિઃસ્વ ર્થભાવે તેનું સંચાલન કરે છે. ત્યારે તે સંચાલકને તે સંસ્થાના ટ્રસ્ટી કે વિશ્વસ્ત ગણવામાં આવે છે. એવા વિશ્વસ્તો પિતાના તાબે રહેલ ટ્રસ્ટની દેખરેખ રાખે છે. અને તેનું સંચાલન બરાબર થાય છે કે નહીં તેની દેખરેખ રાખે છે. અને એ વિશ્વસ્ત નિથિમાંથી એક પાઈને પણ દુરૂપયોગ ન થાય તેની ચિંતા રાખે છે. એવી જ ભાવનાથી જે ખાનગી મિલ્કત સાચવવામાં આવે તે અનેક સંઘર્ષોને તરતજ અંત આવી જોય.
દરેક ધાર્મિક કાર્યમાં છે કે સામાજીક રિવાજમાં હો, વેપારમાં છે કે ઉદ્યોગમાં હો નિયમબદ્ધતા તે પાળવી પડે છે. અનિયમિત રીતે દરેક ક્રિયા કરવામાં આવે તેથી કાર્ય નિષ્પત્તિ તો થતી જ નથી. ઉલટી કેટલીએક આપત્તિઓ આવી ઉભી થઈ જાય છે. મતલબ કે દરેક કાર્યમાં તેના વિશિષ્ટ નિયમો પાડવા જ પડે છે. જ્યારે નીતિ નિયમો અને પદ્ધતિની અનિવાર્ચતા પ્રત્યક્ષ સિદ્ધ થાય છે, ત્યારે દરેકે પોતા માટે કાંઈ ને કાંઈ નિયમો અને મર્યાદાઓ બાંધી લેવી જ પડશે. અને એ નિયમબદ્ધતાને જ પરિગ્રહ પરિમાણ વ્રતનું પવિત્ર નામાભિધાન આપવામાં આવ્યું છે.
પરિગ્રહ વધતો જ રહે અને મર્યાદા જેવું કાંઈ ન હોય તે તેના કેવા કેવા અને જમે છે એ આપણે ઉપર જોઈ ગયા. તેનો આપણું મન સાથે અવશ્ય વિચાર કરવો જે ઈએ. આપણા ત્યાં મોજ, નારંગ કે ભોજન સમારંભ નિરંકુશપણે ચાલતા હોય હોય, મોટા વરઘોડાએ નિકળતા રહે, હજારે રૂપિયા છેટે હાથે ખર્ચાતા હોય અને એવે વખતે બહાર હજારે આપણાજ ભાઈ ભાંડુઓ ઘરબાર વગર રખડતા હોય અને નોકરી માટે ભુખે પેટે ઘેર ઘેર આંટા મારતા હોય ત્યારે આપણે એ ઉડાઉ ખરચ આપણને આનંદ આપે કે દુ:ખ? વરઘોડાઓથી આપણે ફુલાવું જોઈએ કે શરમાવું જોઈએ ? પરિગ્રહના પરિમાણની એટલા માટે જ અત્યંત જરૂર છે,
આપણે આપણુ કમાણી કે મિલકત ઉપર આપણી માલીકીની સાથે વિશ્વસ્ત ટ્રસ્ટી)ની ભૂમિકા સ્વીકારવાની કેટલી જરૂર છે એનો આપણે વિચાર કરે જોઈએ. આપણે આપણી આવડત અને કુશલતાથી કમાણી કરેલી હોય તેટલા ઉપરથી આપણે તેને આપણી મરજી મુજબ આપણા એકલા માટે જ સ્વછંદ ઉપગ કરવાનો આપમુને હક પેદા થતો નથી. આપણે અને સાથે અને અનેકેની સહાયથી જ જગતમાં રહીએ છીએ, અને અનેકેદ્વારા એ જ કમાણી કરીએ છીએ ત્યારે આપણી એકલાની જ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org