________________
विषय खंड
પરિગ્રહ પરિમાણ વ્રત અને સમાજવાદી રચના
३५७
સમાજવાદી સમાજ રચનાની કલ્પના કેઈ બહારથી આવેલી નવી શૈધ નથી. પણ ભારતની પ્રકૃતિમાંજ દ્રઢમૂલ થએલી એ ભાવના છે, જેના પંચવ્રતોમાંના પરિગ્રહ પરિણામ નામક રાતમાંજ સમાવિષ્ટ થયેલ છે. એ અતિ પ્રાચીન સમાજવા
જગતમાં જીવવું અને જીવવા દેવું એ શાંતિ રાખવાને ઉંચો ન્યાય છે. એ દૃષ્ટિએ આપણા કાર્યથી બીજા કેઈને પીડા થાય કે બીજાના સુખમાં ખામી ઉત્પન્ન થાય એવું કેઈ કાર્ય આપણા હાથે ન થઈ જાય એની સાવચેતી રાખવી જોઇએ એ સનાતન ધર્મ છે. એ કાંઈ જૈનોને સ્વતંત્ર ધર્મ નથી જગતની પ્રત્યેક વ્યકિતને અલિખિત ધર્મ છે. અને અનંતકાળ પહેલાં જૈનોએ એ પરિગ્રહ પરિમાણનો ધર્મ પ્રરૂપેલો છે. અને જે જે વ્યકિત, કુટુંબ કે દેશે એ ધર્મનું જાણતા કે અજાણતા ઉલ્લંઘન કર્યું તેને એના કડવા ફળ ચાખવા પડયા છે. અને કલહનું એ બીજ છે. જગતમાં જે સંઘર્ષો જાગ્યા, બંડ પોકરાયા, કે રાજ્ય ક્રાંતિ સર્જાઈ અને યુધ્ધો જાગી અસંખ્ય માનવેને સંહાર થયે, એના મૂળમાં પરિગ્રહને અપરિમિત સંગ્રહ અને ભેગવટે એજ છે. એ ઉપરથી જ પરિગ્રહનું પરિમાણ આંકી તેની મર્યાદા બાંધવી જોઈએ એ ધર્મ ગણાય છે. હાલને સમાજવાદ એ જેનેના પરિગ્રહ પરિમાણ ધર્મને સ્વીકાર નહીં કરવાને લીધે જે કડવા પરિણામે આવ્યા તેના અનુભવ પછી પરિણત થએલી ઘટના છે. અને પરિગ્રહનું પરિમાણ બાંધવાની હાલના સમાજવાદની હાકલ છે.
જે વ્યકિત કેવળ પિતાના સ્વાર્થ માં લોલુપ થઈ સંગ્રહ કરે જ જાય છે અને આસપાસ વસ્તા બીજા કેઈની પર્વા કર્યા વગર પોતાની જ સુખ સગવડોમાં ઉમેરો કરે જ જાય છે, ત્યારે આજુબાજુના લોકોમાં તેના માટે ઈર્ષ્યા અને દ્વેષની લાગણી ફેલાતી જાય છે. અને એ વ્યકિતને નાશ જલદી કેમ થાય એની ઝંખના થવા માંડે છે. અને પરિણામે એનો નાશ થાય છે. ઘણુ કાળ સુધી પોતાની આસપાસ કેવા કાંટાઓ પથરાઈ રહ્યા છે એની એને કલ્પના સરખી પણ હોતી નથી. અને આખરે પિતાની સંગ્રહખેરીનો જવાબ રડતે મુખે આપ પડે છે. અત્યારસુધી જગતમાં અનેક સામ્રાજ્ય સ્થપાયા અને કેટલાએક કાળ સુધી તે ફાલ્યા ફૂલ્યા અને લોકપ્રિય પણ થયા. પણ જ્યારે તેમણે સ્વાર્થ લોલુપતાની મર્યાદા મૂકી અને લોક કલ્યાણના ભેગે સંગ્રહખોરી કરી પ્રજાના હિતનું બલિદાન લેવા માંડયું, ત્યારે જ તેવા સામ્રાજ્ય પણ નષ્ટ ભ્રષ્ટ થઈ ગયા. અને ખુદ રાજાઓને પણ દેશ ત્યાગ કરે પડયે, અગર પ્રજાના કેપથી પિતાના જીવનું પણ બલિદાન આપવું પડયું. જે ન્યાય સામ્રાજ્યને લાગુ પડે છે તેજ ન્યાય નાના સરખા રાજયોને પણ લાગુ પડે છે જ. જેના પતનના દાખલાઓ તે હજુ આપણી નજર સામે તાજા જ બની ગએલા છે. પરિગ્રહનો ત્યાગ તે બાજુ પર રહ્ય, ઉલટા પ્રજાને નિચોવી ઘણું રાજા કહેવડાવતા માનવે પ્રજાને લૂંટી પરદેશમાં મોજ મજા ભાગવતા હતા. અને એમ કરી પોતે જાણે જરાય ભૂલ કે દેષ કરીએ છીએ એવું માનતા ન હતા. છેડાએ નચાવવા અને કુતરાઓના પણ લગ્ન કરવામાં એ પિતાનો કુદરતી હરુ જે સમજતા હતા. એઓ પિતે પ્રજાના જાણે માલિક જ છે અને પ્રજાનું ધન એ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org