________________
श्री यतीन्द्रसूरि अभिनंदन ग्रंथ
विविध
- આજે કેટલાક માનવીઓ એવી ફરિયાદ કરે છે કે આ મારાથી સહન થઈ શકતું નથી? તેઓ દેહના કોઈ રોગને સહન ન કરી શકે. પોતાના વિચાર અને કથનને વિરોધ કરનારી દલીલથી એકદમ ઉકળી ઉઠે. તે ઈચ્છતા હોય એથી કઈ વિરુદ્ધ વર્તન જુએ તો એ માટે તેમને બબડાટ શરૂ થઈ જાય. એ રીતે તેમની અસહિષ્ણુતાની માત્રા ઉગ્રાતિઉગ્ર બની રહે છે, તેમનું મન એથી સ્વાભાવિક રીતે જ વહેમી અને શંકાશીલ રહ્યા કરે છે. પરિણામે તે સદાય ડરપોક રહે છે. તેની હિમ્મત તૂટી જાય છે, તેઓ શૈય ગુમાવી દે છે. આ પ્રકારની અસબિગતા તેમના તન, મનને સદૈવ અસંતુષ્ટ અને દુઃખી રાખ્યા કરે છે, તેમની મનોદશા પામર બની જાય છે. પરિણામે પિતાના કરતાં સુખી માનવીને જોઈને તેમના મનમાં ઈર્ષ્યા જાગે છે અને પિતાના યત્ન નિષ્ફળ જતાં આપ્તજન, દેવ, ગુરૂ અને ધર્મ ઉપરની સાચી શ્રદ્ધા તેઓ ગુમાવી બેસે છે, વિશ્વાસ તે તેમને કેઈન રહેતો જ નથી.
- આવા માનવીઓનું જીવન અન્યના માટે ભારરૂપ બને છે અને ઉત્તરોત્તર પારલૌકિક જીવન પણ દુઃખની પરાકાષ્ઠાનું જ દર્શન કરાવે છે. તેમના માનસની જ નહિ પરંતુ આત્માની પણ અધોગતિ જ થાય છે.
આવા માનવીઓ માટે આત્મસંયમ અદ્દભુત ઈલાજ છે. પ્રયત્ન પૂર્વક તેઓ પિતાની જાત ઉપર, મન ઉપર અંકુશ રાખવા ધારે તે તેમાં એમને જરૂર સફળતા મળી શકે. પરંતુ તેમની અસહિબગુતાએ તેમના દિલમાં તૃષ્ણને એટલે બધે વિકાશ કરી દીધું હોય છે કે એ તૃષ્ણ સંયમને સ્થિર થવા દેતી નથી. અને ફલસ્વરૂપે તેમનું જીવન નીતિ ન્યાયના માર્ગમાં પણ નીચે ઉતરતું જાય છે. તેઓ જે તૃષ્ણા અને તેનાથી ઉદ્ભવતા અભિમાનનો ત્યાગ કરે, પિતાને મહત્તા ન આપે તે ધીમે ધીમે સહિષ્ણુતા વધતી જાય છે. અને તેમને સંયમ પણ દ્રઢ બનતું જાય છે.
આત્મસંયમને એક લાભ તે પ્રત્યક્ષ છે, તે આત્મશ્રદ્ધાને જાગૃત કરે છે, આત્મ વિશ્વાસને દઢ કરે છે. અને ગમે તેવું મુશ્કેલ મુંઝવનારૂં કે અરાકય લાગતું કાર્ય સિદ્ધ કરવા માટે માર્ગદર્શન મળી રહે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org