________________
विषय खण्ड વેદનાની છબી
३२५ રાગદ્વેષ રહિત ભાવનાની જે મંગળ ભૂમિકા હેવી જોઈએ તે શું આજે આપણે જાળવી શક્યા છીએ?
આ પ્રશ્નનો ખૂબજ પ્રમાણિક ભાવે ઉત્તર આપવાનો રહેતું હોય તે તે એક જ છે કે ના.
ના” શા માટે ?
એના કારણો શોધવાં જવાં પડે તેમ નથી. આપણું જીવનની આસપાસ, આપણા સ્વાર્થોની આસપાસ, આપણું પરિવારોની આસપાસ અને આપણે સમાજની વચ્ચે ખૂબ-ખૂબ પડેલાં છે.
ઘણીવાર તો એમ જ લાગે છે કે આપણે જૈન હોવાનો ગર્વ લેવા જેટલાયે સશક્ત રહ્યા નથી.
આપણા બાળકો સીનેમા, નટનટીઓ અને એવાં જ ભૌતિક આકર્ષણ પાછળ જેટલો રસ લેતાં હોય છે, તેટલો રસ આપણુ મહાન તત્વજ્ઞાન પ્રત્યે કદી લેતાં નથી. અને આ દોષ બાળકને પણ નથી. દેષ આપણે પિતાને છે. આપણે જ બાળકને આવા વિલાસ–પ્રમોદના રાહે જતાં અટકાવવાને કઈ પ્રયત્ન કરતા નથી, બલકે એની વૃત્તિને વધારે વેગ આપતા હોઈએ છીએ.
અને આપણે પણ કાં તે સ્વાર્થ પાછળ, કાં જીવનની ભૌતિક લાલસાએ પાછળ, કાં આજની વિષાક્ત હવા પાછળ દોડતા હોઈએ છીએ.
અને તેથી જ આપણે “જૈન” હેવાનો ગર્વ લઈ શકીએ એટલા સ્વચ્છ રહી શક્યા નથી.
જૈન દર્શને વહાવેલી તત્વચિંતનની જે સરીતા પ્રાણિમાત્રને શાંતિ અને શાશ્વત સુખ આપે એવી છે, તે સરીતાના કાંઠે ઉભા રહીને આપણે એની સામે દૃષ્ટિ કરવા જેટલીયે મહેનત લેતા નથી.
કારણ કે જડવાદની માયાવી ચમક આજ સારાયે જૈન સમાજની આંખે પર છવાઈ ચુકી છે.
અને આત્મદર્શનના ઉપાસક ગણાતા આપણે આજ જઠદર્શનની ઉપાસના પાછળ આપણું સર્વસ્વ ગુમાવવા ખડે પગે તૈયાર થઈ ગયા છીએ.
| શું આપણે સાચા રાહે નહિં આવી શકીએ ? શું આપણી હાજરી જૈનત્વને પચાવવા જેટલી તંદુરસ્ત નહિં બની શકે ? શું જૈન હોવાને ગર્વ લેવા જેટલું બળ આપણે નહિં પ્રાપ્ત કરી શકીએ!
આ માત્ર સવાલ નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org