________________
જૈન ધર્મની અતિ વિશાલતા
લેખકઃ શતાવધાની પંડિત ધીરજલાલ ટોકરશી શાહ જૈન ધર્મ અતિ વિશાળ છે, એમ કહેવામાં જરા પણ અત્યુકિત નથી; કારણ ભકિતયોગની ભવ્યતા જેવી હોય તે એમાં જોઈ શકાય છે, જ્ઞ નાગનું ગૌરવ દેખવું હોય તો એમાં દેખી શકાય છે, કર્મયોગની કઠિનતા નિહાળવી હેય તો એમાં નિહાળી શકાય છે અને અધ્યાત્મનો અનેરો પ્રકાશ અવલેક હોય તો એમાં અવલોકી શકાય છે. વળી તત્વજ્ઞાનની તલસ્પશિતા કે દર્શન શાસ્ત્રની દિવ્યતા, કલાની કમનીયતા કે સાહિત્યની સૌંદર્યધારા દષ્ટિ ગોચર કરવી હોય તે પણ એમાં ઘણી જ સરલતાથી દષ્ટિનેચર કરી શકાય છે. આ વિષયમાં એક નાનકડો પ્રસંગ અહીં રજુ કરવા માગું છું.
આજથી ત્રણ વર્ષ પહેલાં શ્રીનમસ્કાર મહામંત્રના સાહિત્ય-સંશોધન અંગે કલકતા જવાનું થયું, ત્યારે એક સુપ્રસિદ્ધ વિદ્વાને મને પૂછયું કે “જૈન ધર્મમાં બધું છે, પણ તંત્રને સંગ્રહ છે ખરો ?
મેં તે જ વખતે તેમને મારી પાસેની નાનાં-મોટાં ૫૦૦ તંત્રની યાદી બતાવી. એટલે તેમના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. તેઓ તરત જ બેલી ઉઠયાઃ શું અધ્યાત્મ વાદી જૈનોએ તંત્રશાસ્ત્રમાં પણ આટલી બધી પ્રગતિ કરી છે? હું બે વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યો, ત્યારે તમારા બે ત્રણ આગેવાનો સાથે મુલાકાત થઈ હતી. તેમને મેં આ વિષયમાં પૂછયું, ત્યારે એ ઉત્તર મળ્યું હતું કે અમારામાં એવું કંઈ છે નહિ. તંત્ર-યંત્ર જોડે અમારે શું લેવા-દેવા ? અમે તો અધ્યાત્મના ઉપાસક. એટલે અમારી પાસે ઘણુભાગે અધ્યાત્મના જ ગ્રંથ હોય.'
મેં કહ્યું ઉત્તર ઉપરથી લાગે છે કે એ આગેવાને શ્રીમંત વેપારીઓ હશે કે જેમને સાહિત્ય સાથે મોટા ભાગે બારમે ચંદ્રમા ચાલે છે. કેઈ વાર વિદ્વાનો કે પંડિતોને ખેતી તેમની સાથે સાહિત્ય-સર્જન, સાહિત્ય-પ્રચાર કે સંશોધન અંગે વાતચીત કે ચર્ચા કરે તો ખબર પડે ને કે તેમાં શું ખજાને ભરેલ છે?. આ વિષયમાં મારે એટલું જ કહેવાનું છે કે જૈન ધર્મનું દષ્ટિબિંદુ અતિ વિશાળ છે. તે દરેક શાસ્ત્રને જ્ઞાનનું એક અંગ માની તેને પોતાની અંદર સમાવેશ કરે છે. જૈન શાસ્ત્રના મૂળ પ્રણેતા ગણધર ભગવંતોએ બારમા દષ્ટિવાદ અંગની રચના કરતાં ચૌદ પૂર્વોની રચના કરી અને તેમાં વિદ્યાપ્રવાદ નામનું દશમ પર્વ નિર્માણ કર્યું કે જેમાં જગતની તમામ ગૂઢ વિદ્યાઓનો સમાવેશ થાય છે. તેમાંથી જેએ તાંત્રિક વિકાસ સાથે છે.
તેમને મારી આ વાતમાં ખૂબ જ રસ પડ્યો, એટલે એક વિશેષ પ્રશ્ન રજૂ કર્યો “શું જૈનતંત્રમાં આકાશગામિની વિદ્યા સંબંધી કંઈ લખેલું છે ?
મેં કહ્યું કે અમારાં સાહિત્યમાં શ્રી પાદલિપ્તસૂરિની જીવનકથા પ્રસિદ્ધ છે, તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે તેઓ અમુક પ્રકારની ઔષધિઓને પગ ઉપર લેપ કરી તેના
,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org