________________
विषय खण्ड
બહુત પૂજા
३१५
વિવેકીને વાંછા હોતી નથી, તેથી તેઓની જેમ તેમનું જન્મ વચ્ચે અવસ્થામાં કેમ થાય? નીલવાનની જેવા ઉંચામાં ઉંચા મહાકુલથી જ એમની ઉત્પત્તિ ઘટે છે. એમ ન હોય તો તેમાં એવા પ્રકારની યોગ્યતાનો સંભવ કેવી રી ! હે શકે. ૨૮.
મંદરગિરિની ઉપમા જેમ પર્વતેમાં પ્રવર (અતિપ્રધાન) અત્યંત મહાન (અતિશય ગુરૂ અત્યુચ) મંદરનામનો ગિરિ છે. તે વિવિધ ઔષધિઓ (અનેક પ્રકારના વિશિષ્ટ મહામ્યવાળી વનસ્પતિએ) વડે પ્રજવલિત (પ્રદીપ્ત) હોય છે, એવી રીતે બહુશ્રુત પણ તેવા હોય છે. શ્રુતના મહામ્યવડે તે અત્યન્ત સ્થિર હોય છે. બીજા પર્વત સમાન બીજા સ્થિર સાધુઓની અપેક્ષાએ પ્રવરજ હોય છે. તથા અંધકારમાં પ્રકાશન શક્તિથી યુક્ત આમ ઔષધિ વગેરે તે બહુતમાં અત્યંત પ્રતીતજ છે. ૨૯.
સ્વયંભરમણ સમુદ્રની ઉપમા બહુ કહેવાથી શું ? જેમ સ્વયંભૂરમણ નામનો સમુદ્ર અક્ષય (અખૂટ) પાણી વાળો હોય છે, તથા વિવિધ પ્રકારનાં રત્ન (મરકત વગેરે) વડે તે પ્રતિપૂર્ણ હોય છે. તેમ બહુશ્રુત પણ એવા હોય છે. તે અક્ષય સમ્યજ્ઞાનરૂપ પાણીવાળા, તથા વિવિધ અતિશયરૂપી રત્નોવાળા હોય છે, અથવા અક્ષત ઉદ્ય (પ્રાદુર્ભાવ) વાળા હોય છે. ૩૦
બહુશ્રતની ઉત્તમગતિ (મુક્તિ) ગાંભીર્ય ગુણવડે સમુદ્ર સમાન, અમિમવની બુદ્ધિવડે દુઃખે પ્રાપ્ત કરી શકાય, દુઃખે આશ્રય કરી શકાય તેવા, કે પરિષહ વગેરેથી ત્રાસ ન પમાડી શકાય તેવા, પરપ્રવાદીવડે પ્રઘર્ષ-પરાભવ ન પમાડી શકાય તેવા,વિપુલ (અંગ અનંગ વગેરે ભેદથી વિસ્તાર વાળા) શ્રુતવડે (આગમ વડે) પૂર્ણ એવા રક્ષણ કરનારા પૂજ્ય બહુશ્રુતે (જ્ઞાનાવરણાદિ) કર્મ (ભૂતકાળમાં) ખપાવીને (વિનષ્ટ કરીને) ઉત્તમ ગતિ (મુક્તિ)ને પામ્યા છે, વર્તમાનમાં પામે છે અને અને ભવિષ્યમાં પામશે. ૩૧
એવી રીતે બહુશ્રુતની ગુહા વર્ણનવાળી પૂજાનું કથન કરી અંતમાં શિષ્યને ઉપદેશ આપતાં ત્યાં સૂત્રકારે કહ્યું છે કે,
એવી રીતે બકૃતના ગુણ મુક્તિ-ગમન-ફળ પરિણામવાળા છે. તેથી ઉત્તમ અર્થના (મોક્ષના) ગષકે શ્રુત (આગમ) નો અધ્યયન, શ્રવણ, ચિન્તન વગેરે દ્વારા આશ્રય કરવો જોઈએ જેથી (શ્રુતના આશ્રયવડે) તે પિતાને અને પરને બીજા તપસ્વી વગેરે) સિદ્ધિએ અવશ્ય પહોંચાડે પદે એમાં સંદેહ નથી. ૩૨.
જૈન શાસનમાં એવા બહુશ્રુતો બહુ પ્રકાશે. બહુશ્રુતને સદા વંદન છે. તેમનું સન્માન-પૂજન એગ્ય ગણાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org