________________
સંયમસામ્રાજયના રસ્વામી -શ્રીસંઘહિતી
-
- ૫.પૂ.આ.નરરત્નસૂરિ મ.
સંયમશુદ્ધિની તળેટીએ રહી સંયમશુદ્ધિના શિખરે બિરાજેલ પૂજ્યપાદકી વિષેની અભિવ્યક્તિ હાસ્યપદ લાગે છે, છતાં એ અભિવ્યક્તિ જ સંયમશુદ્ધિની યાત્રા બની રહેશે એ આશાએ મન લખવા તૈયાર થયું છે.
રાજનગરમાં સમાઈ રુચિ, સમાd Mાચાર #d? ધરાવતા બંને alહાપુરુષો.. ૧. 11TRI પૂજાપાદ ગુરુદેવશ્રી નાથાભગવંત મુવંગરસૂરીશ્વરજી alહારાજા ૨. તપસ્વીસમ્રાટ પૂજ્યપાદ નાચાર્યભગવંત હિમાંશુસૂરીશ્વરજી મહારાજા.
વર્ષો સુધી સાથે સ્થિરતા કરેલ તે કારણથી ઘણીવાર પૂજ્યપાદશ્રીની નિકટમાં આવવાનું બનતું.
ગુજરાતમાં જેમ બે પ્રસિદ્ધ સ્થાવર તીર્થો શંત્રુજય અને ગિરનાર યાત્રાના ધામ ગણાય છે. તેમ તે સમયે આ બંને મહાપુરુષો રાજનગરના બે જંગમતીર્થો ગણાતા. | મહાપુરુષોની એ જ મોટી વિશેષતા હોય છે કે તેઓના મનમાં મોટાઇનો સદંતર અભાવ હોય છે.
પૂજ્યપાદકી આબાલ-વૃદ્ધ સહુની સાથે સદાય પૂર્ણવાત્સલ્ય ભાવે વર્તતા. મુહૂર્ત ચકાસણી બાબતે ઘણીવાર પૂજ્યપાદશ્રી સાથે પ્રશ્નોત્તરી થતી પૂજ્યપાદથી જરાય કંટાળ્યા વગર સૂક્ષ્મ નિરીક્ષણ કરી પૂર્ણ સંતોષ આપતા. | આહારશુધ્ધિ-વસતિશુધ્ધિ અને ચારિત્ર મર્યાદાઓના સચોટ પાલનમાં પૂજ્યપાદશ્રી અત્યંત કડક આગ્રહી છતાં મેં તો સદાય વાત્સલ્યના દરિયા સ્વરૂપે જ પૂજ્યપાદશ્રીને નિહાળ્યા
પોતે આટલા મહાન છતાં જ્યારે પણ અમારા પરમોપકારી ગુરુદેવશ્રીને મળવાનું થાય ત્યારે તેઓશ્રી પ્રત્યે વડીલ તરીકેના બહુમાનભાવ સાથે અપ્રતિમ વિનયથી વર્તતા.
અમારા ગુરુદેવશ્રી કોઇ કારણસર પાટ ઉપરથી ઉતરે કે ત્યાંથી પસાર થાય કે તરત જ પૂજ્યપાદશ્રી વૃદ્ધ વયે પણ પાટ ઉપરથી ઉભા થઇ જતા. અમારા પૂજ્યપાદ ગુરુદેવશ્રી પાસે તેઓશ્રી વિનમ્રભાવે વાસક્ષેપ કરાવે ત્યારે એ દૃશ્ય ખરેખર જિનશાસનની ગરિમાને છતું કરતું
અવર્ણનીય અને આફ્લાદક લાગતું. પૂજ્યપાદશ્રીની આચારશુદ્ધિ તો અજોડ હતી જ એ તો | નિર્વિવાદ છે તેમ છતાં મારી દષ્ટિએ પૂજ્યપાદશ્રીમાં આચારપ્રેમ કરતા પણ ચઢીયાતો હતો
શાસનપ્રેમ ! પૂજ્યપાદશ્રીએ કરેલા હજારો આયંબિલ જેટલી અનુમોદનીય જણાય છે એથી ' પણ વિશેષ અનુમોદનાપાત્ર એ આયંબિલ પાછળની ભાવના અને પવિત્ર ઉદ્દેશ છે.
પોતાની આરાધના માટે આયંબિલ કરનારા ઘણા મળશે પણ જિનશાસનની રક્ષા અને ગૌરવ કાજે આયંબિલ કરનારા કેટલા ? જેમની પ્રત્યેક ચર્ચામાં આત્મશુદ્ધિ અને શાસનપ્રેમની ભાવનાના ધોધ વહેતા હતા એવા તથા શરણે આવેલા ભવ્યજીવોના મોહને પખાળનારા અને મોક્ષમાર્ગ સાથે જોડી આપનારા એ પરમપવિત્ર મહાપુરુષના ચરણોમાં નતમસ્તકે વંદન ! ! !
canone
FPVC
ranzerg