________________
તપસ્વીસમ્રાટ પૂજયાને કોટૉ કોટી વંદના
- प.पू.सा. डोटि एयाश्री
ગિરુષા ગુણો તારા ડેટલા ગુણ સાગરો ઓછા પડે, તુજ ગુણ ગાવા દૈવુ ઉલરો, શકિત પણ ઓછી પડે હું વિનંતી ઓ ગુરુદેવ તુજ દર્શન મુજ મળે, પુનિત દર્શન પામી તારું મુજ જીવન ધન્ય બને. જેણે મારી ડૂબતી નૈવા ભવસાગરથી તારી,
જેણે મુઝને શાસન સોંપ્યુ અમીધારા વરસાવી, જેઓ મારા સંયમજીવનના સાચા બન્યા સુડાની,
એવા ઉપકારી
હિમાંશુસૂરિ ગુરુચરણે વંદના કોટી કોટી હમારી.
પૂજ્યશ્રી માણેકપુરની પુણ્યભૂમિમાં જન્મ્યા હતા. પોતાનો માર્ગ સરળ બને તે માટે પ્રથમ પોતાના વ્હાલસોયા પુત્રને ભગવાનના પુનિત પંથે મોકલ્યો. ત્યારબાદ પોતે પરમપાવન પંથે પ્રયાણ કર્યુ. દીક્ષાના પ્રથમ દિવસથી જ તપ, ત્યાગ, સ્વાધ્યાયના યજ્ઞ મંડાયા. ગુરુસેવા, વિનય, વૈયાવચ્ચ આદિ ગુણો તરત જ જીવનમાં આવવા લાગ્યા. તેઓશ્રીજીના રોમ રોમમાં તપ-ત્યાગાદિ ગુણો પ્રસરી રહ્યા હતા. પૂજ્યશ્રી કે જેઓ મારા ભવોભવના ઉપકારી હતા. જેઓએ સંસારસાગરમાં ડૂબતી મારી જીવન નૈયાને આ ભવસાગરમાંથી તારી મને શાસન નૈયામાં બેસાડી મારા પર અમીધારા વરસાવી. મારા સંયમજીવનના સાચા સુકાની બન્યા. મને ભવોભવની રજ દૂર કરનાર એવું રજોહરણ આપ્યું ને મને પ્રવ્રજ્યાના પુનિત પંથે મોકલી.
Education International
પૂજ્યશ્રીએ જીવનમાં લગભગ 3000 જેટલા ઉપવાસ તથા ૧૧૫૦૦ જેટલા આયંબિલ કર્યા હતા. આચાર્યપદે આવ્યા બાદ ચતુર્વિધ સંઘની બ્રેડતા માટે જેઓએ પોતાની કાવા સામે પણ જોવું નથી. કાયાને પણ શાસન માટે વિચોવી નાંખી હતી. પૂજ્વથી સવારે ૧૨ વાગે લાવેલ ગોરારી દ્વારા ૨-૩-૪ વાગે ગમે ત્યારે આબિલ કરતાં હતાં. બાર મહિનામાં જ્ઞાનપંચમી, મૌન ખેડાદશી, સંવતારી તેિ. પર્વતશિલા ઉપવાસ, અટ્ઠમ તો લગભગ કરતા જ હતા. શત્રુંજય ગિરિરાજમાં પણ માસક્ષમણ કર્યું હોય છતાં તેના પારણાના દિવસે દાદા આદિનાથના દર્શન કર્યા વિના પારણુ પણ કરતાં ન હતા. આ તો જૈનશાસનનું અણમોલ અને ગુપ્ત રત્ન હતું. પુજ્યશ્રીના ગુણ તો જેટલા ગાઇએ તેટલા ઓછા છે.
મારા પૂ. ગુરુભગિની પૂ. વિનીતાશ્રીજી મ.સા. પૂજ્યશ્રીના બે સંઘમાં પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં તારંગાજી તથા પાલીતાણા ગયા હતાં. ૫૦૦ વર્ષ સુધીમાં આવો આયંબિલનો સંઘ નીકળ્યો નથી. તેવા સંઘમાં ત્યાગીને તપસ્વીની નિશ્રામાં તપને ત્યાગના ભાવો જોરદાર વધતા જતા હતાં. ૧૦૦-૧૦૦ આત્માઓ આયંબિલના
છ‘રીપાલિત સંઘમાં ગયા હતા. મને પણ આ સંઘમાં જવાનો અણમોલ લાભ મળ્યો હતો. ત્યારે પૂજ્યશ્રીના છેલ્લા દર્શન થયા હતા.
પૂજ્યશ્રીના ગુણો તો જે ગાઇએ તેટલા ઓછા છે. બસ અંતમાં પરમકૃપાળુ પરમાત્માને અંતરની એક જ પ્રાર્થના કે આપશ્રી જ્યાં હો ત્યાંથી મારા પર કૃપાવર્ષા વરસાવો, સંયમમાં સહાય કરો એ જ અંતરની શુભાભિલાષા,
For Private & Personal Use Only
KD
©
www.neE