________________
દાદા હિમાંશુસૂરિની ચાદ્ભૂત વાતો
શશીકાંતભાઈ શેઠ (જુનાગઢ) પૂ. આચાર્ય ભગવંત હિમાંશુસૂરીશ્વરજી મહારાજા એટલે જુનાગઢના જૈનોના દાદા!જુનાગઢના શ્રાવકોના ઘટ-ઘટમાં અને ઘર-ઘરમાં સૌના હૃદયમંદિરમાં દાદાની પ્રતિષ્ઠા થયેલ છે. જેમ શ્રી નેમિનાથ દાદાને યાદ કરતાં હિમાંશુસૂરિદાદા માનસપટ ઉપર આવી જાય અને હિમાંશુસૂરિદાદાનું નામ લેતાં શ્રીનેમિનાથ દાદા યાદ આવી જાય તેમ જ્યા હિમાંશુસૂરિ દાદાનું નામ આવે ત્યાં જુનાગઢ નજર સામે આવે અને જુનાગઢનું સ્મરણ થાય એટલે હિમાંશુસૂરિદાદાની યાદ આવે ! આવો અજબગજબની લાગણીનો સંબંધ હિમાંશુસૂરિદાદાને બાલબ્રહ્મચારી શ્રીનેમિનાથ દાદા અને જુનાગઢ ક્ષેત્ર પ્રત્યે હતો.
જો દાદા ન હોત તો જુનાગઢનો સંઘ આજે કઈ સ્થિતિમાં હોત ? તે એક મોટો સવાલ છે. તે સમય હતો જ્યારે સંઘમાં વહીવટકર્તાઓની વચ્ચે યાદવાસ્થળી મંડાયેલી હતી. સામે સામા બે પક્ષો કોર્ટના રણમેદાનમાં રણશીંગા ફૂંકીને યુદ્ધની નોબત વગાડતાં હતાં. રણે ચડેલા યોદ્ધાઓની જેમ આપસ આપસમાં વધેલ વેરઝેરના કારણે પરિસ્થિતિ અત્યંત નાજુક હતી. અરે! સંઘ સ્વામિવાત્સલ્યના જમણવાર પણ બે પક્ષના નોખા નોખા થતાં હતાં. તેવા અવસરે વિશ્વશાંતિ અને સંઘશાંતિના દૂત સમાન પૂ. દાદાની જુનાગઢમાં પધરામણી થઈ અને જુનાગઢમાં તેઓશ્રીનું સં. ૨૦૧૭નું ચાતુર્માસ પણ નક્કી થયું. ચાણક્યબુદ્ધિવાળા ચકોર દાદાએ સંઘનો કેસ હાથ ધર્યો અને બુદ્ધિની કુશળતા અને ગીતાર્થતાથી સંઘના વહીવટકર્તા વગેરેની સાથે અનેકવાર ચર્ચા વિચારણાઓ થયા બાદ જિનશાસનના અણગાર એવા દાદાના તપ-સંયમબળથી જુનાગઢમાં એકતા અને શાંતિના પ્રતિક સમાન શ્વેતધ્વજા લહેરાવવાનું શ્રેય દાદાના ફાળે જાય છે. પૂ. દાદાએ તે નોખા પડેલા ભાઈ-ભાઈને
(સાધર્મિક) ભેગા કર્યા અને ત્યારથી સંઘમાં એક બીજાની વચ્ચે પ્રીતિના પ્રતિક જેવું એકજ રસોડે સ્વામિવાત્સલ્ય ચાલુ થયું જે આજે પણ અખંડપણે ચાલી રહેલ છે.
આ રીતે તો દાદાની દીર્ઘદૃષ્ટિથી કેટલાય સંઘોની કથળતી સ્થિતિ કાબુમાં આવી અને સંઘમાં રહેલા અરસપરસના વેરઝેરનું શમન શક્ય બન્યું હતું. | દાદાના અમારા શેઠ પરિવાર ઉપર થયેલા ઉપકારોની સંપૂર્ણ નોંધ અહીં રજૂ કરવાની અશક્ય હોવાથી માત્ર એક અંશ લખું છું.
વર્ધમાન આયંબિલ તપનો પાયો નાંખવા દાદાએ સૌને ભા. વ. ૧૩નુ મુહૂર્ત આપ્યું. પરંતુ ભા.વ. ૧૦ના પ્રારંભ કરવાથી ઓળીના પારણે પારણું આવતું હોવાથી સંઘની કેટલીક બહેનોએ વ. ૧૦ના પાયો શરૂ કર્યો અને દાદાના વચન ઉપર શ્રદ્ધા રાખી મારા શ્રાવિકાએ વ. ૧૩નો પ્રારંભ કરતાં તેમનો પાયો નિર્વિઘ્ન પૂર્ણ થયો અને બાકી બધાને કોઈને કોઈ કારણોસર પાયો અધૂરો મૂકવાનો અવસર આવ્યો હતો.
. વિ. સં. ૨૦૬૮ની સાલ માગશર સુદ-૧૧નો મૌન એકાદશીના મંગલ દિવસે માંગલિક માટે સુપુત્રી ચિ. દક્ષા આયંબિલ કરવા જઈ રહી હતી ત્યારે રસ્તામાં બે ગાયોની વચ્ચે સપડાય ગઈ ત્યારે ગાયએ તેને શીંગડામાં ભરાવીને ઊંચકીને પછાડી હોવાથી બે ભાન થઈ ગઈ હતી. મને સમાચાર મળ્યા તરત ઘરે લઈ ગયા અને ડોકટરને બોલાવ્યા. ડોકટરના કહેવા મુજબ પરિસ્થિતિ નાજુક હોવાથી હોસ્પીટલમાં ખસેડવું હિતાવહ હતું. તે વખતે દાદાના ફોટા પાસે હાથ જોડી વિનંતી કરી કે ‘‘દાદા! આ છોકરીને મારવું કે જીવાડવું તે કુદરતના હાથમાં છે, પરંતુ માગશર સુદ ૧૪ની આપની સ્વર્ગારોહણની તિથિની આરાધનામાં વિક્ષેપ ન પડે માટે ત્યાં સુધી કંઈ અનિષ્ટ ઘટના ન બને ત્યાં સુધી મારી લાજ રાખો.”
તરત દવાખાને લઈ ગયા ડોકટરે બ્રેઈન હેમરેજની સારવાર શરૂ કરીને ચોવીસ કલાક જોખમ જેવું ગણાય તેમ કહ્યું પરંતુ ૩ કલાકમાં જ તેણે આંખો ખોલીને પૂછયું
૧૯૨
in Education International