________________
HIBI BIER _Enઘેરે !
દરબાર નથુસિંહજી ચાવડા (માણેકપુર) (રજપૂત નથુભા ચાવડા પૂજ્યશ્રીના પરિચય પછી જૈનધર્મ પ્રત્યે અવિહક શ્રદ્ધાવાળા બન્યા તેમણે પોતાના ભાવો વ્યક્ત કર્યા છે.)
પૂજ્યશ્રીના સાન્નિધ્યમાં આવવાના ઉત્કૃષ્ટ સંજોગો ઊભા થવાની પાછળનું કારણ મારી બેઠક જૈન શ્રાવકો સાથેની હતી. વળી તે કુટુંબ અમારા ઘરની નજીકમાં આવેલાં હતાં એટલે જૈનો મહારાજસાહેબના પ્રવચન સાંભળવા જતા, એટલે મને પણ સાથે લઈ જતા. સાહેબના પ્રવચનની મારા પર ધાર્મિક છાપ ઊભી થઈ પછી તો હું અટ્ટમ જેવા ઉપવાસ તથા વર્ધમાન તપ કરવાની ઈચ્છાવાળો થયો. અને મને પગે ‘વા'ની તકલીફ હતી તે પણ વર્ધમાનતપની આરાધના કરવાથી મટી ગઈ. એટલે મને વધારે દેઢ શ્રદ્ધા થઈ. મેં મહારાજ સાહેબ પાસે નવકારવાળીની માંગણી કરી ત્યારે તેઓ અતિ ખુશ થઈ મંત્રોચ્ચાર કરી મને માળા આપી. અને હું નવકારની અને ‘નમો સિધ્ધાણં' મંત્રની માળા ગણવા લાગ્યો. - માણેકપુર ચોમાસા દરમ્યાન પર્યુષણના દિવસોમાં ભગવાનની રથયાત્રા નીકળવાની હતી તેમાં ભગવાનના રથના સારથિનો ચઢાવો બોલાવવામાં આવતો હતો ત્યારે મને તે ચઢાવાનો લાભ મળતાં સાહેબને વાત કરી ત્યારે સાહેબ ખૂબ ખુશ થયા અને મારી સામે પ્રસન્નતાપૂર્વક જોઈને કહ્યું કે “તમે ક્ષત્રિય ભગવાનના સારથિ તરીકે બેસો તે ખૂબ જ યોગ્ય છે'' અને તરત વાત્સલ્યભાવથી મને અંતરના આશીર્વાદ આપ્યા ને દેશ્ય આજે પણ મારી નજરથી દૂર થતું નથી.
ત્યારબાદ મહારાજસાહેબને વ્રત લેવડાવો એમ કહ્યું (૧) મદીરા બંધ (૨) માંસ બંધ (૩) પરસ્ત્રી તરફ હીનદૃષ્ટિ બંધ (૪) ક્રોધ બંધ. આ પ્રમાણે મેં વ્રત લીધા અને આજ દિવસ સુધી વ્રતનું પાલન કરું છું. પછી તો તેમની સાથે પગપાળા સંઘમાં જવાની લગની લાગી અને તેમની સાથે હું શંખેશ્વર પછી પાલીતાણા અને જુનાગઢના સંઘોમાં ગયો છેલ્લે મને જૂનાગઢ સંઘમાં જવાની પ્રબળ ઈચ્છા થઈ અને આયંબિલ
કરીને ચાલવું તેવી દેઢ ઈચ્છા હતી. તેવામાં મારી દીકરીને ચારેક દિવસ અગાઉ સાસરે મોકલવાની હતી. એટલે મેં દીકરાને સાથે મોકલ્યા કારણકે સાથે સોનાના દાગીના અને બીજો સામાન હતો, પહોંચીને જોયું તો સોનાના દાગીના તપાસ્યા તો મળ્યા નહિ. ત્યાંથી ટપાલ આવી કે દાગીના મળ્યા નથી. મને ધ્રાસકો પડ્યો મારે પગપાળા સંઘમાં જવાનો સંકલ્પ હતો તેથી મેં મનોમન સંકલ્પ કર્યો જો મહારાજસાહેબ તેમજ ધર્મ પરની મારી આસ્થા સાચી હોય તો મારે સંઘમાં જવાનો માર્ગ નીકળે. તરત જ હું પૂજ્યશ્રી પાસે પહોંચ્યો અને પહેલા દિવસે અમદાવાદથી સંઘમાં જોડાયો અને સમાચાર પણ સારા મળ્યા કે દાગીના ચમત્કારિક રીતે મળી ગયા છે. મને ત્યારથી મહારાજ સાહેબ માટે દૃઢ વિશ્વાસ થયો કે તેઓશ્રીના તપના પ્રભાવથી હું ટેન્શન વગર સંઘમાં જોડાયો અને મારો સંકલ્પ પાર પડ્યો, પછીથી સમય વીત્યો અને મહારાજશ્રી જુનાગઢમાં સ્થાયી થયા અને એક બે વખત તેમને મળવા જવાનું થયું. છેલ્લી માંદગી વખતે સમાચાર આવ્યા કે મહારાજશ્રી બહું જ બીમાર છે, તો ત્યાં તેમના દર્શન કરવા હું અને જીવણભાઈ ચૌધરી ગયા તો મહારાજ બહુ જ બીમાર હતા. બીમાર એટલા કે લગભગ બેભાન અવસ્થામાં જ હતા અને તેમની પથારી આજુબાજુદોરડી બાંધી પડદો રાખવામાં આવ્યો હતો જ્યારે અમો ત્યાં પહોંચ્યા અને મહારાજસાહેબને ખબર મળી કે માણેકપુરથી નથુભા ચાવડા અને જીવણભાઈ દર્શન કરવા આવ્યા છે તો અમારી ઉત્કંઠ ભાવનાને કારણે તેઓશ્રી ભાનમાં આવ્યા અને અમોને પડદો ખસેડી તેઓશ્રીએ માણેકપુરના ખબર પૂછયા અને મોટું મલકાતું રાખી હર્ષભાવમાં અમોને તેઓશ્રીએ દર્શન આપ્યા. તે ચિત્ર આજે પણ મારા સ્મૃતિપટ ઉપર છવાયેલ છે. આજે પણ જાણે તેઓશ્રી અમોને આશીર્વાદ આપતા હોય તેવું જ લાગે છે.
ત્યારબાદ તો તેઓશ્રી છેલ્લી માંદગીમાંથી બેઠા થઈ શક્યા નહિ. અમોને પછી સમાચાર મળ્યા કે તેઓશ્રી સ્વર્ગધામ પધારી ગયા છે એટલે અમો છેલ્લે છેલ્લે જુનાગઢ પહોંચી ગયા અને તેમના પાર્થિવ દેહનાં દર્શન કર્યા. મહારાજશ્રીનો સ્થૂળ દેહ પંચમહાભૂતિમાં વિલીન થઈ ગયો. પ્રભુએ તેઓશ્રીના તપના આધારે પોતાના સાન્નિધ્યમાં લઈ લીધા હશે?
૧૯૧
www.jainelibrary.org