________________
Education International
૧૪૬
છે કે, ‘મનુષ્ય હે ! તું તો પામર છે, તારી પાસે બેઠેલ મહારથીની ગણત્રીમાં કોઇ જ શક્તિ નથી માટે મદ કરીશ નહીં અને તારું અભિમાન તો ક્ષણજીવી રહેશે.’ આપણે એ ગુરુદેવનો આભાર માનવો છે કે ગુરુદેવે આપણને મઝધારમાં છોડેલ છે, પરંતુ એવા સંસ્કારો આપી છોડ્યા છે કે જેના વડે આપણે કદી ખોટા રસ્તા અખત્યાર ન કરીએ.
એક આત્મા કે જે માણેકપુરનાં હીરાલાલમાંથી આચાર્યશ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજ બની લાખો લોકોને કલ્યાણને માર્ગે દોરનાર, ધર્મની કમાલ બતાવી ભારતવર્ષમાં અને દેશ-દેશાવરમાં તપસ્વીસમ્રાટ બની તપનું મહત્ત્વ બતાવી વિદાય લઇ ગયેલ છે તેમને અમારાં કોટી કોટી વંદન હો...
પરમાત્મભક્ત પૂજયશ્રી
સંગીતકાર - વાસુદેવભાઇ (અમદાવાદ) તપસ્વીસમ્રાટ, પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજનાં સાંનિધ્યમાં શ્રી ગિરનાર-સહસાવન તીર્થ, અમદાવાદ ધર્મરસિક તીર્થવાટિકા – સિધ્ધાચલતીર્થાવતાર માણેકપુર આદિ સ્થળે થયેલ અંજનશલાકા પ્રતિષ્ઠા પ્રસંગોમાં અમને સંગીતકાર તરીકે જવાનું થયું.
એક વખત મારે આંખનું ઓપરેશન થયેલ અને સાહેબજીની નિશ્રામાં અંજનશલાકા પ્રતિષ્ઠા પ્રસંગ આવ્યો. સ્ટેજ પ્રોગ્રામમાં કેવી રીતે ખેંચીશ, શક્ય જ નથી. પૂજ્યશ્રી પાસે ગયો. વાસક્ષેપ નંખાવ્યો. પૂજ્યશ્રી બોલ્યા સારું થઇ જશે. અને તેમના વચન જ મંત્ર ! પ્રત્યક્ષ કૃપા મળી અને પ્રસંગ રંગેચંગે થઇ શકયો. સાહેબજીને ગિરનાર મંડનની પૂજા ખૂબજ પ્રિય હતી, એમની પરમાત્મભક્તિ કેવી કે પૂજા-પૂજનમાં પહેલેથી છેલ્લે સુધી બેસતા.
શીતલ-સૌમ્ય જીવનનાં સાધક ઠાઠા ગુરુ..
“ફુલ ખીલે છે ને કરમાય છે, એમાં કોઇ વિશેષતા નથી તે સુવાસ ફેલાવે છે તે જ તેની વિશેષતા છે.
હર્ષદાબેન દિનેશચંદ્ર શેઠ(જુનાગઢ)
સૂર્ય ઉગે છે ને આથમે છે, તેમાં કોઇ વિશેષતા નથી.
તે જગતને પ્રકાશિત કરે છે તે જ તેની વિશેષતા છે.
પ્રાણી જન્મે છે અને જીવે છે તેમાં કોઇ મહાનતા નથી.
તે મૃત્યુને મહોત્સવ બનાવી જાય છે, તે જ તેની મહાનતા છે. ’’
For Prive & Personal Use Only
www.jainelibrary.org