________________
મહાન ગુરુવર...
રાજેન્દ્રભાઇ જે. શાહ (વાસણા) આજ સયુગનાં સંત, હિમજેવા શીતળ છતાં પણ ચારિત્રના એવા આગ્રહી કે તેમનાં આચારનું દર્શન ભલભલાની આંખમાંથી આંસુઓની ધારા વહાવી દે તેવા આચાર્ય ભગવંત પૂજ્યશ્રીની વિદાયથી અમસર્વે કલ્યાણમિત્રોની આંખમાંથી અશ્રુની ધારા વહી રહી છે અને અમો સર્વે એક એવી દુ:ખની ગર્તામાં ધકેલાઇ ગયા છીએ કે જાણે મગજ પણ વિચાર કરવા કે સમજવા પણ તૈયાર નથી કે ખરેખર આવું બની શકે?
પરંતુ ખરેખર, અમો કમનસીબ છીએ કે આવા પરમકૃપાળુ, અત્યંત નિખાલસ છતાં ચારિત્રનાં ક્ષેત્રે અતિસજાગ, જેની વાણીમાં હંમેશા વાત્સલ્ય ઝરતું હોય તેવા વાત્સલ્યમૂર્તિ, જેના શરીરમાં હંમેશા તપ નિખરતું હોય તેવા તપોમૂર્તિ, અમારા જેવાને માર્ગ પમાડનાર, અથડાયેલાને અથડામણમાંથી બહાર કાઢનાર, બહેકેલાને શાનમાં સમજાવી તપનાં રસ્તે લાવનાર, ભટકેલાને સ્થિર કરનાર, અકળાયેલાની અકળામણ દૂર કરનાર, મૂરઝાયેલાને ફૂલની જેમતેમની પૂર્ણ કલાએ ખીલવીને તપોમય બનાવનાર, લોકોની હાંસી ઉડાવનારને સ્વયં પોતે કેવો હાંસીપાત્ર છે તેનો ખ્યાલ આપનાર, નેમિનાથ પ્રભુના અદના સેવક જેમના સ્મરણમાત્રથી પ્રભુજી હૈયામાં હાજરાહજુર હોય તેવા, સકળ-સંઘના માનીતા, જેને અન્ય આચાર્યભગવંતો પણ તપોમૂર્તિ માને છે તેવા પૂજ્યશ્રી હિમાંશુસૂરીદાદાને આજે ગુમાવી દીધા છે.
અમોએ એવું માન્યું હતું કે કાદવમાં ખૂંપેલાં એવા અમોને મધદરિયેથી હાથ આપી બહાર કાઢનાર અમારા ગુરુદેવ અમને પૂર્ણકળાએ કમળની. જેમખીલી શકીએ ત્યાં સુધી માર્ગદર્શન આપશે. પણ હે ! ગુરુદેવ આપતો અમોને દરેક રીતના કંટકો સાથે કેમલડવું, ગમે તેવી પરિસ્થિતિમાં માર્ગ કેમકાઢવો વગેરેનું જ્ઞાન આપીને જતાં રહ્યા જાણે કે પા...પા.. પગલી કરતા બાળકને એકાએક છૂટાં હાથે ચાલતો કરીને ત્યારબાદની ગતિનાં બધાં જ સારા નરસા પરિણામનું જ્ઞાન આપી તેને તેના નશીબ પર છોડીને ચાલ્યા ગયા.
આત્મા પર જામેલા ક્રોધ, માન, માયા, લોભ વગેરે આવરણોને દૂર કરવાની ક્રિયા એટલે કે જેમદૂધમાંથી ઘી કરવા પહેલા આપણે એને જમાવી દહીં બનાવી તેને વલોવીને માખણ કાઢ્યા બાદ તાવીને ઘી બનાવીએ ત્યારે છેલ્લી ક્રિયામાં પણ આપણે કીટું કાઢવા માટે ઘી ગાળવું પડે છે, તે જ રીતે આત્માને શુદ્ધ કરવા માટે તપ કરી સમ્યજ્ઞાન દ્વારા શુદ્ધ બનાવવાની પ્રક્રિયા કરાય છે. આ વાત સમજાવી પૂજ્યશ્રીએ એક ટેક ભૂખ્યો ન રહેનારા વ્યક્તિને એક વરસ સુધી તપ કરી શકે તેવું આત્મિકબળ પૂરું પાડ્યું હતું.
અમે જ્યાં સુધી ગુરુદેવને પામ્યા ન હતાં ત્યાં સુધી તો ધણી વગરના ઢોરથી પણ બદતર હતાં, પણ પારસમણિનાં સ્પર્શથી માંડ આ સંસારમાં માણસ કહેવાઇએ તેવી યોગ્યતા પ્રાપ્ત કરવા જઇ રહ્યા હતાં ત્યાં ગુરુદેવ અમને મઝધારમાં અનેક મોહ, માન, માયા, ક્રોધરૂપી તોફાનો વચ્ચે મૂકી એકાએક ચાલ્યા ગયા.
આપણે એમમાની રહ્યા હતા કે મારાથી મોટું કાંઇ નથી, ત્યારે આપણાથી મોટા પ્રભુએ આપણી પાસેથી ગુરુદેવને આંચકી લઇ એક સંદેશ આપેલ
૧૪૫
www.jainelibrary.org