________________
વાંકાનેરનું પ્રતિનિધિમંડળ તેમના ચાતુર્માસનો લાભ ગુમાવવા માંગતુ નહતું. સાથે સાથે સતત વરસાદથી તેઓ પણ ચિંતાતુર તો હતા. | વરસાદનું જોર વધતું જતું હતું અને કયારે અટકશે તેની કલ્પના પણ કરી શકાય તેમન હતી. છેવટે તેઓશ્રીએ કહ્યું કે કાલ સવારે હું ચોકકસ જવાબ આપીશ અને મને જણાવ્યું કે સવારે ૮.૦૦વાગે મળવા આવી જજો . બધા આશાભર્યા હૈયે છૂટા પડ્યા. બીજે દિવસે સવારે ૮.0વાગે તેઓશ્રીની સૂચના મુજબ હું તેમની પાસે પહોંચી ગયો. વરસાદ તો અવિરત ચાલુ જ હતો. તેઓશ્રી પાસે વંદન કરી બેઠો એટલે મને કહે કે, દેરાસરના બોર્ડ પર લખાવી દો કે પૂજય મહારાજ સાહેબ બપોરે ૨.૩૦વાગે વિહાર કરશે. મને નવાઈ લાગી, મેં વિનંતી કરી કે સાહેબ ! આ વરસાદનું જોર તો જુઓ. બપોરે વિહાર કઇ રીતે થશે? મને કહે કે “તું ચિંતા ન કર, હું કહું છું તેમજાહેર કરી દે,’ મારે તો બીજો વિચાર કરવાનો હતો જ નહીં અને તેમના આદેશ મુજબ બોર્ડમાં જાહેરાત લખાવી દીધી.
અને ખરેખર ચમત્કાર થયો વરસાદ બપોરના ૨.00 વાગે સાવ બંધ થઈ ગયો. તેઓશ્રીએ સુખરૂપ વિહાર કર્યો અને તેઓશ્રી વાંકાનેર પહોચ્યાં ત્યાં સુધી એકપણ દિવસ વરસાદ વરસ્યો નહીં, સાચે જ તેઓશ્રી વિશિષ્ટ કોટિના આત્મસાધક હતા અને એજ એમની વિશેષતા હતી.
શ્રી ગારિયાધાર સંઘના સંભારણા. * *
શ્રી ગારિયાધાર જૈન સંઘ. આચાર્ય ભગવંત ૪૦-૪૫ વર્ષ પૂર્વે અત્રે ચાતુર્માસ માટે પધારેલ પણ સંઘના પુણ્યોદય ઓછા જેથી છેલ્લા દિવસોમાં અત્રેથી ઘેટી ચાતુર્માસ માટે ગયેલ. ફરી સંઘના પુણ્યોદયે સામેથી આચાર્યભગવંતનું ચાતુર્માસ ૨૦૪૯ની સાલમાં થયેલ. તે દરમ્યાન તેઓના પ્રભાવે ગારિયાધાર જૈન સંઘે અત્રે શાંતિનગર સોસાયટીમાં ઘર-દેરાસર જેવું કરાવેલ. અત્રેના ચાતુર્માસ દરમ્યાન વાંકાનેર જૈનસંઘના ભાઈઓની ચાર-પાંચ વખત અનેક વિનંતીઓ છતાં આયંબિલ તપનું પારણું ન કરતા ચાતુર્માસ પૂર્ણ થયે વિહાર વખતે શાંતિનગર સોસાયટીમાં જવાનું થતા થોડો સમય ત્યાં રોકાયેલ. એ દરમ્યાન પ્રતાપરાય મોહનલાલ દાઠાવાળા અત્રે આવેલ. ત્યાંથી પાલિતાણા બાજુ જતાં આચાર્ય ભગવંતને વંદન કર્યું અને જતા સંઘપૂજન કર્યું. અત્રેથી વિહાર થતાં તેઓએ જણાવેલ કે અત્રેના ઘર દેરાસરની જગ્યાએ સારું એવું દેરાસર ઉપાશ્રય વગેરે તીર્થ સમાન શંખેશ્વર જેવું અજારા પાર્શ્વનાથનું દેરાસર થશે. અત્રેના ચાતુર્માસ દરમ્યાન જ્ઞાતિબંધુઓને ભાડામાં આપેલ પાંજરાપોળના ગોડાઉન વગેરે તેમના એક જ ઉપદેશથી દરેક ભાડુતોએ વિના આનાકાની એ ખાલી કરી આપેલ. તે ગુરુભગવંતનો અપાર ઉપકાર ગારિયાધાર જૈનસંઘ ઉપર રહેલ છે.
પૂજયશ્રીની પ્રેરણાથી દાઠાવાળા પ્રતાપભાઈએ ગારિયાધાર જૈનસંઘમાં શાંતિનગર સોસાયટીમાં દેરાસર-ઉપાશ્રય બનાવવાનો આદેશ લીધેલ. છ માસમાં દેરાસર ઉપાશ્રય બન્ને કામપૂરા કરેલા. સાહેબજીએ પાલિતાણા દાદાના દર્શન કરી આયંબિલની તપસ્યાવાળા ૨Oભાઇ-બહેનોની સાથે છ'રી પાલક સંઘનું પ્રયાણ કરી સંવત ૨૦૫૮ના કા.વ.ર.ના રોજ પધારીને પ્રતિષ્ઠા કરેલ.
પૂ. આ.ભ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણા તથા પ્રેમભાવના અમારા ગારિયાધાર જૈન સંઘ ઉપર સતત સારી રીતે સમ્રગ જીવન દરમ્યાનવરસતી રહી હતી.
Jain Education International