________________
ઉચ્ચકોટિના ચારિત્રલ આત્મા
ડૉ. મહાસુખલાલ મહેતા (જૂનાગઢવાળા) પૂજ્ય શ્રી ઉચ્ચકોટિના ચારિત્રશીલ આત્મા હતા જાણે કે ભાવિ તીર્થંકરનો આત્મા જ ન હોય ! તેઓશ્રી શાંત-ગંભીર-બહુ જ અલ્પ શબ્દોમાં પોતાના વિચારો સ્પષ્ટ જણાવતાં જેમાં નર્યું વાત્સલ્ય જ જણાય મને તો તેમની સેવા, વૈયાવચ્ચ, જ્ઞાનનો ખૂબજ લાભ મળ્યો છે. જે મારા જીવનની અવિસ્મરણીય ઘટના છે, તેઓ તેમની બિમારી દરમ્યાન મોટા ભાગે આયુર્વેદિક ઔષધિઓ જવાપરવાના હિમાયતી હતા. તે ઔષધિઓ પણ નિર્દોષ હોય તથા આયંબિલની તપસ્યા દરમ્યાન ખપે તેવી હોય તો જ વાપરતા. મોટા ભાગે તો ઉપવાસ ખેંચી કાઢે જેથી દર્દ રવાના થઈ જાય. આહારસંશા ઉપર ગજબનો કાબુ, વીસસ્થાનકની પહેલી ઓળી ૨૦-૨૦ ઉપવાસથી કરેલી અને છેલ્લું માસક્ષમણ જૂનાગઢમાં શરૂ કરેલપાલિતાણા દાદાના દર્શન કરીને પારણું કરવાનો નિર્ણય કરેલ. પાલિતાણામાં ગિરિરાજ ઉપર આદીશ્વર દાદાની સામે ચોધાર આંસુએ રડેલા કે મારે પારણું કરવું પડશે ! અણાહારીપણું કયારે મળશે? આવા ઉત્તમકોટીના આત્મા હતા.
પૂજ્ય નરરત્નસૂરીશ્વરજી મહારાજના કાળધર્મ બાદ તેઓશ્રી એ ઘણા મહાન કાર્યો કર્યા અને ખરેખર તેઓશ્રીએ ખૂબ સફળતાપૂર્વક પાર પણ પાડ્યા તેમાં પણ માણેકપુરમાં તેઓશ્રીએ મીની શત્રુંજયનુ નિર્માણ કર્યુ તે તો અદ્ભુત છે. ત્યાંના અજૈન લોકોને જૈન ધર્મમાં રસ લેતા કર્યા તથા આખા ગામને ધાર્મિક બનાવી દીધું આમપોતાની જન્મભૂમિને તેઓએ યાદગાર બનાવી દીધી.
તેઓશ્રીની નિશ્રામાં આયંબિલ સહિત છ'રી પાળતા સંઘનું આયોજન એક વિશિષ્ટ આયોજન બની ગયું. અમદાવાદથી પાલિતાણા તથા પાલિતાણાથી જુનાગઢ આ બન્ને સંધો જૈનશાસનના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાય તેવા નીકળ્યા.
જૂનાગઢમાં સંઘના પ્રમુખ શ્રી મહાસુખભાઈ દોશી તથા તેમની પત્નીને વરસીતપનું પારણું હતું. તે દિવસે તેઓશ્રી તે બન્નેને લઈ સહસાવન ગયા, જ્યાં નૂતન જિનાલયનું ખાતમુહૂર્ત તેમના હાથે કરાવી પાછા ઓવી બપોરે તે બન્નેને પારણા પણ કરાવ્યા. આમબંનેના તપની અનુમોદના કરી, બન્નેને તે નિમિત્તે સુંદર લાભ પણ લેવડાવ્યો.
પૂજ્યશ્રીની એક ખાસ ખાસિયત હતી કે કયારેય પણ કોઈ મુંઝવતો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેના અંગે નિર્ણય બીજા દિવસ પર મુલતવી રાખતા તથા સવારે જ્યારે તેઓશ્રી ધ્યાનમાં બેસતા ત્યારે તે પ્રશ્નનો ઉકેલ તેઓશ્રીને મળી જ જતો, અને તે મુજબ નિર્ણય કરીને તેઓ દરેક કાર્યમાં સફળ બનતા આ એક તેમની વિશિષ્ટ લબ્ધિ હતી. જેના ઘણા પ્રસંગો મેં જાતે અનુભવેલ છે. તેમાંનો એક પ્રસંગ તેઓશ્રીનું ચાતુર્માસ વાંકાનેર મુકામે નક્કી થયેલ હતું. તેઓશ્રી ચાતુર્માસ પ્રવેશ શક્યતઃ અષાઢ સુદમાં જ કરતા. એ વરસે વરસાદ વહેલો શરૂ થયેલ અને જેઠ માસ અડધો પૂરો થવા આવ્યો હતો. તેઓ હજુ જૂનાગઢમાં જ હતા અને વરસાદ શરૂ થયેલ. વાંકાનેર સંઘનું પ્રતિનિધિમંડળ તેઓશ્રીને પ્રસ્થાન માટે વિનંતી કરવા આવેલ. બધા ચિંતાતુર હતા કે આવા વરસાદમાં તેઓશ્રી જ્યારે પ્રસ્થાન કરે અને કયારે વાંકાનેર પહોંચે ! રાત્રે બધા ચર્ચા કરતા બેઠા હતા. મેં વિનંતી કરી કે આવા વરસાદના વાતાવરણમાં તેઓશ્રી પ્રસ્થાન કરવાનો આગ્રહ ન રાખે અને ચાતુર્માસ જુનાગઢ જ કરે, પરંતુ
33
w
inelibre