SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ સીથિના માર્ગની થોષિાયા|િ - પ.પૂ. ગણિવર્ય હેમચન્દ્રવિજ્યજી મા “પૂજ્યપાદ તપસ્વી આ.ભ.શ્રી. હિમાંશુસૂરીશ્વરજી મહારાજજી... પૂ.પં. અરવિંદ વિ.મ.તથા પૂ.પં. યશોવિ.મ.ને આચાર્યપદ પ્રદાનાર્થે તેઓશ્રી પધાર્યા છે. પદપ્રદાનની પૂર્ણતા પછી પૂજ્યશ્રીને કચ્છમાં લાકડીયા સુધી વળાવવા જવાનું સદ્ભાગ્ય સાંપડ્યું... ને ત્યારે પૂજ્યશ્રીની જીવનચર્યા જે નજદીકથી જોવા મળી ! માથું અહોભાવથી ઝૂકી ગયું. ધન્ય છે એ આચારસંપન્ન મહાપુરુષને....! સૂર્યોદય પછી થતો શુદ્ધવિહાર.... ૪૨ દોષરહિત લવાતી શુદ્ધ ગોચરી.... એટલી બધી ઝીણી ઝીણી બાબતોમાં પણ દોષો ન લાગી જાય તેની બહુ કાળજી પૂજ્યશ્રીરાખે..... સવારની ૧૦ વાગે લાવેલી નિર્દોષ વસ્તુઓ સાંજે ૪ વાગે આયંબિલમાં વાપરે.... | ૨૦ થી ૨૫ દિવસ જૈન-જૈનેતરોના ઘરોમાં ફરીને જે લાભ મળ્યો તે કરતાં આવી જીવનચર્યાથી, ને આવા રસકસ વિનાના દ્રવ્યોથી અનાસક્તિને પુષ્ટ કરી આત્મમસ્તીને અનુભવતાં એ મહાપુરૂષને જોવાં એ અનેરો લ્હાવો હતો.... આચારમાં કયાંય કોઇ બાંધછોડ કરવા પૂજ્યશ્રી તૈયાર નહોતા... માટે જ સહજ દેખાતા જીવનમાં સાધારણમાંય અસાધારણતાનો સુર્ય જિનશાસનના ગગનમાં પ્રકાશ કિરણો પ્રસારી રહ્યો હતો.... આટલી ગુણસંપન્ન ગરિમાએ પહોંચેલા હોવા છતાં એ પછી જયારે જયારે મિલન થાય ત્યારે આશીર્વાદ આપતાં હંમેશા યાદ કરીને કહે કે “કચ્છની અટવી તે પાર ઉતરાવી...' નાનકડી વાતને પણ ગૌણ કરવાની તૈયારી નહીં... - બે મહાપુરૂષોનું અદ્ભુત મિલન ! ! ! વિ.સં. ૨૦૪૫ ના લાકડિયામાં પૂજ્યશ્રી અને પૂજ્યપાદ અધ્યાત્મયોગી આ.ભ.શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજનું મિલન થયું... એ દશ્ય પણ નિહાળવા મળ્યું હશે તે પુણ્યશાળી..... મિલન પછી પ્રવચનમાં પૂજ્યપાદ અધ્યાત્મયોગી આચાર્યભગવંતે પૂજ્યપાદ તપસમ્રાટ આચાર્યભગવંતશ્રીએ મારા જીવનમાં કેવો ઉપકાર કર્યો છે તેની વાત કરીને પોતાના વૈરાગ્યમાં નિમિત્તની પ્રધાનતા બતાવી ત્યારે વળતા જવાબમાં પૂજ્ય તપસ્વીમહારાજે પૂજ્ય અધ્યાત્મયોગી આચાર્ય ભગવંતનું ઉપાદાન કેટલું જોરદાર તૈયાર હતું તેની વાત કરી..... ઉપાદાનની મુખ્યતા બતાવી... અમારા જેવા સાંભળનારને તો જાણે એક અદ્ભુત તત્ત્વ મળ્યું ને બંનેની નિખાલસતાનાં અપારદર્શન થયાં...... નમન હો સંકલ્પને સત્ત્વમૂર્તિ સમા આચાર્યભગવંતશ્રીને પરમપૂજ્ય, તપસ્વી સમ્રાટ, સચ્ચારિત્રચૂડામણિ આચાર્ય ભગવંત હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબ એટલે .. ? | એક વિરાટ, વિશાળ, ભવ્ય વ્યક્તિત્વ.... મહાનસાધક..... યોગીપુરુષ...... દઢ, અતિદ ઢ મનોબળના સ્વામી, અપૂર્વ તપશ્ચર્યાના આરાધક..... અમૃતસમ સત્યનિષ્ઠ, વાણીમાં વચનસિધ્ધિ.... ગંભીરતાના સાગર તો અડગતામાં અચલમેરુ સમાન..... સૌમ્યતામાં ચંદ્ર તો પ્રતાપમાં સૂર્યસમાન... કરુણા-વાત્સલ્યનિધિ.... પ્રભાવકતામાં શિરોમણિ......આદિ અનેકગુણવૈભવના સ્વામી. | જિનેશ્વર પરમાત્માની આજ્ઞાનું કટ્ટરતાપૂર્વક પાલન કરવાની સતત ઝંખના અને પરમાત્માની નિષ્કામભક્તિના પ્રભાવે જ આવા ગુણપુષ્પો તેઓશ્રીના જીવનબાગમાં ખીલી ઉઠયા હતા. સિદ્ધગિરિ અને ગિરનારના પરમસાધક એવા પૂજ્યશ્રીને બાલબ્રહ્મચારી નેમિનાથપ્રભુ પ્રત્યે અવિહડ ! રાગ હતો તેને કારણે જ ''ગિરનાર’’ અને ‘નેમિનાથ” પૂજ્યશ્રીની ઓળખાણના પર્યાય બની ગયા હતાં. જયાં ગિરનાર-નેમિનાથનું નામ આવે ત્યાં પૂજ્યશ્રીનું સ્મરણ થાય અને જયાં પૂજ્યશ્રીનું સ્મરણ થાય ત્યાં ગિરનાર-નેમિનાથઅવશ્ય સ્મૃતિપટ ઉપર ડોકીયા કરવા દોડી આવે! ' ૧૦૬ |
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy