________________
એવી સકળશ્રી જૂનાગઢ જૈનસંઘની હાર્દિક ભાવના છે. તે અવસરે જિનશાસનના અનુરાગી અને ગિરનાર મહાતીર્થના અડગ ઉપાસક એવા પૂજ્યશ્રીએ જણાવ્યું કે “જૂનાગઢ ગામમાં તો મારા સાત-સાત ચાતુર્માસ થયાં છે અને શેષકાળમાં પણ ગામમાં તો ઘણીવાર સ્થિરતા કરેલ છે.. તેથી મારા આ જીવનની આ ઢળતી સંધ્યાએ અનંત તીર્થંકરોની કલ્યાણકભૂમિ એવા આ ગિરનાર ગિરિવરની શીતળ છાયામાં રહી અનેક ભવ્યાત્માઓને સામુહિક આરાધના કરાવવાની અને સ્વયં આત્મિક આરાધના કરવાની તીવ્ર ભાવના છે.’
સિદ્ધગિરિનાં સાનિધ્યમાં અખાત્રીજના વર્ષીતપના સામુહિક પારણાનો પ્રસંગ પતાવી શમી સાંજે શેઠશ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના અમદાવાદના ટ્રસ્ટી શ્રીયુત ચારૂભાઈ, સનતભાઈ, હેમંતભાઈ રાણા, જયેન્દ્રભાઈ શાહ તથા કાર્યકર આર. ડી. શાહ સાહેબ આદિ પધાર્યા હતા... વૈશાખ સુદ ચોથના સૌ ગિરનારની પહેલી ટૂંકે યાત્રા તથા તીર્થવિકાસ અંગે વિચારણા કરવા પધાર્યા હતા. મુનિ હેમવલ્લભવિજયજી પણ નિત્યક્રમ મુજબ સવારે દાદાના દરબારમાં પધાર્યા હતા... તે અવસરે તેઓશ્રીએ ગિરનાર ઉપરની વિવિધ પરિસ્થિતિથી ટ્રસ્ટીગણને વાકેફ કર્યા અને સલાહ-સૂચન અને માર્ગદર્શન પણ આપતાં ટ્રસ્ટીગણે કેટલાક સુધારા-વધારા કરવાના નિર્ણયો પણ લીધા. સાથે સાથે હવે તીર્થવિકાસ માટે પ્રવૃત્તિનો પ્રારંભ કરવાનો ગંભીરતાપૂર્વક નિર્ણય કરવામાં આવ્યો હતો...
વૈશાખ સુદ ચોથના દિવસે ગિરનાર તળેટીમાં નિર્માણ પામેલ શ્રી નેમિજિન સેવા ટ્રસ્ટ યાત્રિક ભવનના મુખ્ય ટ્રસ્ટી શ્રીયુત ખીમરાજજી બાલડગીરધરનગર-અમદાવાદ (ગઢસીવાણાવાળા) તથા શ્રીયુત પ્રકાશભાઈ વસાઅમદાવાદ (ધોરાજીવાળા) આ બન્ને ટ્રસ્ટીઓ પૂજ્યશ્રી પાસે પધાર્યા... સાધિક ૧૦૦ રૂમોથી યુક્ત એવી આ ધર્મશાળામાં ચાતુર્માસ માટે પૂજ્યશ્રીને
૬૦
Jain Education
આગ્રહભરી વિનંતી કરી... સામુહિક આરાધના કરવા બહારગામથી ચાતુર્માસ માટે આવેલ આરાધકોને રહેવાદિની વ્યવસ્થા અંગે વિચારણાઓ કરી... ગિરનાર તળેટીમાં આ એક જ જૈન ધર્મશાળા ઉપલબ્ધ હોવાથી ચાતુર્માસ દરમ્યાન યાત્રાર્થે આવેલા ભાગ્યશાળીઓની સુવિધા માટે પણ કેટલીક રૂમો ફાળવવાનો અવસર વારંવાર આવે તે વાતને ધ્યાનમાં લઈ અમુક મર્યાદિત સંખ્યામાં આરાધકોને બોલાવી ચાતુર્માસિક આરાધના કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો... વૈશાખ સુદ પાંચમની પુણ્યવંતી પળે પૂજ્યશ્રીના પાવન સાનિધ્યમાં સેંકડો વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ગિરનારની તળેટીમાં સામુહિક ચાતુર્માસિક આરાધના કરાવવા માટે ટ્રસ્ટીગણે વિનંતી કરતાં તે અંગે વિચારણા કરી.
જગમાં તીરથ દો વડા, શત્રુંજય ગિરનાર;
એક ગઢ ૠષભ સમોસર્યા, એક ગઢ નેમકુમાર..
શાસ્ત્રકાર ભગવંતોની આ ઉક્તિને ધ્યાનમાં લઈ શ્રી શત્રુંજય મહાતીર્થની આરાધના કરવા હજારો ભાવુકો ઉમટે છે... પરંતુ તે જ શત્રુંજય મહાતીર્થના પાંચમા શિખર એવા ગિરનાર મહાતીર્થની ગરિમા અને પ્રભાવકતાના જ્ઞાનથી અજ્ઞાત એવો બહુજન સમુદાય આ મહાતીર્થની સ્પર્શનાથી વંચિત રહી જાય છે... હકીકતમાં ‘ગિરનાર મહાતીર્થકલ્પ' માં વર્ણન કર્યા મુજબ ભૂતકાળમાં અનંતા તીર્થંકર પરમાત્માના દીક્ષા-કેવળજ્ઞાન અને મોક્ષ કલ્યાણકો આ પરમપાવન ભૂમિ ઉપર થયા છે. ગત ચોવીસીના ૧૦ તીર્થંકર પરમાત્મા આ ગિરિવરથી સિદ્ધપદને પામ્યા છે અને આવતી ચોવીસીના ચોવીસે ચોવીસ તીર્થંકર પરમાત્મા આ ગિરિવર ઉપરથી મુક્તિપુરી ભણી પ્રયાણ કરી પરમપદને પામશે. વર્તમાન ચોવીસીના બાવીસમા તીર્થંકર બાલબ્રહ્મચારી નેમિનાથ પ્રભુના પણ દીક્ષા-કેવળજ્ઞાન અને મોક્ષ કલ્યાણકો
For Private & Personal Use Cinly