SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્ર વદ-૩ની સોહામણી સવારે સાહેબજી જૂનાગઢ ગામથી ગિરનાર તળેટી પધાર્યા હતા... વ્હાલા નેમિપ્રભુના ધામની તળેટીની સ્પર્શના - પ્રભુભક્તિ કરીને લગભગ ૯.૦૦ વાગે તળેટીના ઉપાશ્રયમાં પધાર્યા... આખો દિવસ નીચેથી દાદાના જિનાલયોને નિરખતાં નિરખતાં પ્રભુમિલન પૂર્વે પ્રભુપ્રીતિના સાગરમાં ભાવોની ભરતી ઉમટવા લાગી... વહેલી સવારે વ્હાલા પ્રભુ સાથે મેળાપ કરવા પ્રારંભ થાય છે..... ખુરશીમાં બેઠાં બેઠાં એક એક પગથિયે પૂજ્યશ્રીના ચડતાં પરિણામના કારણે અનંતા અશુભ કર્મોના ચૂરેચૂરા થઈ રહ્યા હતા... માર્ગની એક તરફ લીલી ચાદર બિછાવી હોય તેમ લીલી વનરાજીઓથી ધરતી શોભતી હતી તો કાળમીંઢ પાષાણોના શિખરે જિનાલયોની હારમાળા બીજી તરફ શોભતી હતી.. ! “જય જયશ્રી નેમિનાથ’’ના નાદ સાથે સૌ પહેલી ટૂંકે પહોંચ્યા... સૌએ ભાવપૂર્વક ભક્તિ કરી... પૂજ્યશ્રી પ્રભુભક્તિમાં લીન બની ગયા. અંતે બપોર થતાં સૌએ યદુકુલનંદનની દીક્ષા-કેવલજ્ઞાન કલ્યાણકભૂમિ સહસાવન ભણી પ્રયાણ આદર્યું... ભૈરવ જપ પાસેના રામાનંદજીના મંદિરથી આગળ વધ્યાં ત્યાં જ ચારેકોર લીલા રંગના જળની વચ્ચે કોઈ બેટ હોય તેમ સહસાવનની પુન્ય ભૂમિ શોભી રહી હતી.. ધીમે ધીમે નીચે ઉતરતાં માર્ગમાં કોયલના ટહૂકાર અને મોરના કીંકરોથી વાતાવરણ ગુંજી ઉઠતું હતું... સહસાવનમાં નેમિપ્રભુના સંયમગ્રહણની સૌભાગ્યવંતી ભૂમિ તથા કૈવલ્યલક્ષ્મીના સંગમની ભૂમિની સ્પર્શના કરી નૂતન સમવસરણ મંદિરમાં દર્શન-ભક્તિ કરી... સહસાવનમાં બેઠાં બેઠાં જ જ્યાંથી નેમિપ્રભુનું નિર્વાણ થયેલ તે પાંચમી ટૂંકના દર્શન થાય છે. તે જગ્યાએ બેસીને ધ્યાન લગાવીને પ્રભુના મોક્ષકલ્યાણકના અવસરની ભાવના ભાવતાં ભાવતાં પોતાના પરમપદને પામવાના મનોરથોને વધુ ને વધુ પ્રબળ બનાવવા લાગ્યા... ચૈત્ર વદ ૫ ના શુભ દિને ૧૮-૧૮ વર્ષ પૂર્વે સરળ સ્વભાવી પ. પૂ. આ. Jan Education international નરરત્ન સૂ. મ. સા. (સંસારી પુત્ર), અધ્યાત્મયોગી ૫. પૂ.આ. કલાપૂર્ણ સૂ.મ.સા., વૈરાગ્યદેશનાદક્ષ પ.પૂ. આ. હેમચન્દ્ર સૂ. મ. સા. આદિ સાધુસાધ્વીજી ભગવંતના વિશાળ સમુદાય સાથે સમવસરણ મંદિરમાં થયેલ પ્રતિષ્ઠા મહોત્સવના સ્મરણો તાજા થયાં... બાલબ્રહ્મચારી નેમિનાથ ભગવાનના સંપ્રતિકાલીન જિનબિંબાદિ ચૌમુખજી બિંબોની પ્રતિષ્ઠાની સાલિંગરના અનેરા અવસરે પૂજ્યશ્રીની પધરામણી થવાથી ભાવુક આત્માઓએ ખૂબ ભાવોલ્લાસ સાથે ધજારોપણની ઉજવણી કરી હતી.. ચૈત્ર વદ-૬ના મંગલ પ્રભાતે દ્વારોદ્વાટનવિધિની પૂર્ણાહુતિ બાદ પૂજ્યશ્રીને અચાનક નીચે તળેટી જઈ સ્થિરતા કરવાની સ્ફુરણા થઈ અને તરત જ સેવાભાવી મુનિને વાત કરી નીચે ઉતરવા માટે તૈયારી કરવા જણાવ્યું... સહસાવનના સંકુલમાંથી બહાર નીકળવા પૂજ્યશ્રીએ પગરવ માંડ્યા એ અવસરે જાણે આ ચર્મચક્ષુ વડે સમવસરણ મંદિર તથા સહસાવનની સૌભાગ્યવતી ભૂમિના છેલ્લા દર્શન ન કરી રહ્યા હોય ! તે રીતે પૂજ્યશ્રી પાછા વળી વળીને પ્રભુજીના કલ્યાણકોની સુવાસના શ્વાસ ભરી રહ્યા હતા... અંતે ગદ્ગદ્ હૈયે સચેતન એવા પૌલિક દેહ દ્વારા સહસાવનની દિવ્ય ભૂમિના અંતિમ દર્શન કરી પૂજ્યશ્રી તળેટી ભણી આગળ વધ્યા... ગિરનાર તળેટીના ઉપાશ્રયમાં જ્યાં બેઠાં બેઠાં સતત ગિરિવરની પહેલી ટૂંકના જિનાલયોના દર્શન થાય તે સ્થાને પાટ ઉપર બિરાજમાન થતાં.. નિત્ય પ્રભાતે ગિરિવરના ગૌરવવંતા જિનાલયોનું ધ્યાન ધરતાં ધરતાં ૩ થી ૩.૩૦ કલાક જાપ દરમ્યાન નેમિપ્રભુના પ્રેમમાં લીન, વિલીન, અંતર્લીન બની જતા અને દિવસનો બહુધા સમય પ્રભુ પ્રત્યેની પ્રીતિથી હૈયામાં ઉદ્ભવેલી ભક્તિ દ્વારા મુક્તિ માર્ગનું ભાથુ બાંધી રહ્યા હતા... વૈશાખ સુદ બીજની ઢળતી સંધ્યાએ જૂનાગઢ સંઘનું ટ્રસ્ટીમંડળ આવ્યું.... શેષકાળ તથા ચાતુર્માસ માટે જૂનાગઢ ગામમાં પધારવા માટે આગ્રહભરી વિનંતી કરી.... અને જણાવ્યું હવે આપ કાયમ માટે ગામમાં જ સ્થિરવાસ કરો ૬૬ For Private & Personal Use Only
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy