SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ આ ગૌરવવંતી ધરતી ઉપર થયા છે... ભારતભરના પ્રાચીન પ્રતિમાજીઓમાં સૌથી પ્રાચીનતમ એવી પ્રતિમાજી આ ગિરનાર મહાતીર્થના મૂળનાયક શ્રી નેમિનાથ પરમાત્માની છે... ગત ચોવીસીના ત્રીજા તીર્થકર સાગરપ્રભુજીના ઉપદેશથી પાંચમા બ્રહ્મલોક દેવલોકના બ્રહ્મ દ્વારા આ પ્રતિમાજી બનાવવામાં આવ્યા હતા... ઘેર બેઠાં પણ આ તીર્થની ભાવપૂર્વક ભક્તિ કરનારને ચોથે ભવે મોક્ષપ્રાપ્તિ થાય... આવા અનેક મહિમાવંત આ મહાતીર્થની વર્તમાન જગતમાં પ્રસિદ્ધિ થાય અને અનેક ભવ્યાત્માઓ તેના આલંબને આરાધના કરી શીવ્રતમ સિદ્ધપદને પામે એ શુભ ભાવનાથી દીર્ઘદૃષ્ટા એવા પૂજ્યશ્રીએ ગૌરવવંતા ગિરનાર મહાતીર્થના ઉજ્જવળ ભાવિને લક્ષમાં રાખી જો અન્ય કોઈ વિનકર્તા કારણ ન આવે તો ગિરનાર તળેટીમાં સામુહિક ચાતુર્માસિક આરાધના દરમ્યાન પાવનકારી નિશ્રા પ્રદાન કરવા પૂજ્યશ્રીએ સંમતિ આપતાં સં. ૨૦૧૮નું ચાતુર્માસ ગિરનાર તળેટીમાં કરવા માટે ‘જય' બોલાવવામાં આવી.. આ ચાતુર્માસનો સંપૂર્ણ લાભ મુખ્યતયા શ્રીનેમિજિનસેવા ટ્રસ્ટ યાત્રિક ભવનના ટ્રસ્ટીગણ શ્રીયુત ખીમરાજજી બાલડ, શ્રી નેમિચંદજી, શ્રી પ્રકાશભાઈ વસા તથા પૂજ્યશ્રી પ્રત્યે બહુમાનભાવ ધરાવતાં લોહાણા જ્ઞાતિય જતીનભાઈ શાંતીલાલ ઠક્કર - અમદાવાદ (હારીજવાળા) દ્વારા લેવાની જાહેરાત થઈ... જૂનાગઢ સંઘના અતિ આગ્રહથી પ્રાયઃ વૈશાખ વદ પાંચમના દિવસે પૂજ્યશ્રી પુનઃ જૂનાગઢ ગામમાં પધાર્યા અને લગભગ એક માસની સ્થિરતા દરમ્યાન નિત્ય દર્શનવંદન દ્વારા અનેક ભવ્યજનોના નેત્રો નિર્મળ બન્યા અને જીવન પવિત્ર બન્યા હતા... અવસરે અવસરે પૂજ્યશ્રીના પ્રેરણાપીયુષના પાનથી અનેક આત્માઓએ ધર્મમાર્ગમાં પગરવ માંડ્યો હતો... અંતિમ ચાતુર્માસઃ જિનશાસનના સેંકડો વર્ષોના ઇતિહાસમાં ગરવા ગઢ ગિરનાર મહાતીર્થની ગોદમાં સર્વ પ્રથમ સામુહિક ચાતુર્માસિક આરાધનાનું પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં આયોજન કરવામાં આવ્યું... પ્રાયઃ જેઠ વદ-૬ના શુભ દિને પૂજ્યશ્રીએ ચતુર્વિધ સંઘ સાથે જૂનાગઢ ગામના હેમાભાઈના વંડાના ઉપાશ્રયથી ગિરનાર તળેટીમાં ચાતુર્માસ પ્રવેશ માટે પ્રયાણ કર્યું...... પૂજ્યશ્રી આદિ ચતુર્વિધ સંઘનું ગિરનાર દરવાજાથી વાજતે ગાજતે સામૈયું થયું... ધીમે ધીમે ભવનાથ તળેટીના માર્ગમાં શાસન-પ્રભાવના કરતાં કરતાં સકળ સંઘ ગિરનાર તળેટી પધાર્યાં જ્યાં સૌએ ભાવભક્તિપૂર્વક ગિરિરાજને વધાવી ચૈત્યવંદનાદિ કર્યા... મંગલ ઘડીએ મંગલકારી વર્ષાવાસની આરાધના માટે પૂજ્યશ્રીનો ઐતિહાસિક ચાતુર્માસ પ્રવેશ થયો... ગુજરાત-મહારાષ્ટ્ર આદિ અનેક રાજ્યોના વિવિધ ગામડાઓમાં મોકલવામાં આવેલી ચાતુર્માસિક આરાધના કરવા પધારવા માટેની આમંત્રણ પત્રિકાઓનો અકલ્પનીય પ્રતિભાવ મળ્યો હતો.. આ ઐતિહાસિક ચાતુર્માસમાં જોડાવા માટે દેશભરમાંથી લગભગ ૫૫૦ ઉપરાંત અરજીપત્રકો આવ્યા હતા... પરંતુ ગિરનાર તળેટીમાં મર્યાદિત સુવિધાને લક્ષમાં રાખી દરેક ભાવુકોને સંતોષ | આપવાનું અશક્ય બનતાં લગભગ ૧૨૫ ચુનંદા આરાધકોના અરજીપત્રકોનો સ્વીકાર કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો... ચાતુર્માસિક આરાધના કરવા આવનાર ભાગ્યશાળીઓને અષાઢ સુદ બારસના શુભ દિને બોલાવવામાં આવ્યા... અષાઢ સુદ તેરસની મંગલપ્રભાતે મા ચાતુર્માસ પ્રવેક્ષા
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy