________________
કોઈ વિલંબ! કે નહિ કોઈ વિકલ્પ! તેઓ તો આવો લાભ મળે તેમાં જીવન ધન્ય બનવાનો આનંદ માનતા હતા... તરત જ પૂજ્યશ્રીને આદર-બહુમાનપૂર્વક આ લાભ અવશ્ય અમને જ આપો તેવી વિનંતી કરી... સમયજ્ઞ સાહેબજીએ પણ તેમના ઉલ્લાસ અને ભાવોનો આદર કરતાં જણાવ્યું ‘તમારી ભાવના સારી છે, જો આ રીતે મહાત્માઓ અને શ્રાવકોના સહારે ખુરશી દ્વારા પણ છેલ્લે છેલ્લે ગિરનાર જેવી કલ્યાણકભૂમિની સ્પર્શના થતી હોય તો જરૂર વિચારવું પડે! હાલ તો આ ચોમાસુ અહીં છીએ, ચોમાસા બાદ જવાનું નક્કી થશે તો તમને જરૂર જાણ કરશું.' મહાત્માઓનો મહુવા ચાતુર્માસ માટે વિહાર થયો....
હવે આ બાજુ થોડા જ દિવસમાં દાઠા નિવાસી પ્રતાપભાઈ મોહનલાલ શાહ આદિ પરિવાર મુંબઈથી આવ્યા હતા.. સાહેબજીને વિનંતી કરી કે ગારીયાધારમાં શાંતિનાથ સોસાયટીમાં એક નાનું જિનાલય તથા ઉપાશ્રય નિર્માણનો લાભ અમારા પરિવારને મળેલ છે... સ્વદ્રવ્યથી નિર્માણાધીન આ જિનાલયની પ્રતિષ્ઠા આપના શુભ હસ્તે જ કરાવવાની અમારી તીવ્ર ભાવના છે. તે માટે આપ અમારી આ વિનંતીનો સ્વીકાર કરવાની કૃપા કરો!' હવે સ્વાસ્થ્યની અનુકૂળતા ઓછી રહેતી હોવાથી થોડી વિચારણામાં રહ્યા...પરંતુ પ્રતાપભાઈ આદિ પરિવારના અતિઆગ્રહને વશ થઈ મુહૂર્તજ્ઞ પૂજ્યશ્રીએ પંચાંગના પાના ઉથલાવ્યા અને થોડો સમય ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યા બાદ જણાવ્યું કે ‘મારા સ્વાસ્થ્યની અનુકૂળતા રહેતી હોય તો ચાતુર્માસ બાદ તરત છેલ્લે એકવાર છ’રી પાલિત સંઘપૂર્વક ગિરનાર તીર્થની સ્પર્શના કરવાની તીવ્ર ભાવના છે. તેથી જો તે નક્કી થાય તો ચાલુ સંઘમાં જ કારતક વદ બીજના શુભ મુહૂર્તો પ્રતિષ્ઠા કરાવવાની ભાવના હોય તો હું તે રીતે આગળનો કાર્યક્રમ વિચારું.’ માત્ર છ માસમાં જિનાલય-ઉપાશ્રય નિર્માણનું કાર્ય મુશ્કેલ જણાતું હોવા છતાં જો પૂજ્યશ્રીના શુભ હસ્તે આ કાર્ય થતું જ હોય તો વધુ માણસો
૫૫ Jain Educatio
મૂકી કામ કરાવી લેવાના વિચાર સાથે ખૂબ જ ઉલ્લાસભેર પૂજ્યશ્રીએ આપેલ આ મુહૂર્ત વધાવી લીધું ...
પ્રાયઃ વૈશાખ માસમાં રાજકોટના પ્રહલાદ પ્લોટ ઘે.મૂ.જૈન સંઘના ટ્રસ્ટીઓ તથા સંઘના અગ્રણીઓ પધાર્યા હતા... ચાતુર્માસ બાદ રાજકોટ પધારી સંઘમાં કેટલાક નૂતન જિનબિંબો પધરાવવાની સકળ સંઘની ભાવના છે. તે પ્રતિમાઓની અંજનશલાકા-પ્રતિષ્ઠાવિધિ આપના હાથે જ કરાવવાની અમારી તીવ્ર ભાવના છે. તેથી આપ વહેલાસર રાજકોટ પધારો ! આવી આગ્રહભરી વિનંતી કરી... પૂજ્યશ્રીએ કહ્યું ‘ ચોમાસા બાદ મારે ગિરનાર આવવાની પૂરેપૂરી ભાવના છે પરંતુ ત્યાંથી ખસવાની કોઈ ભાવના નથી, તેથી આ કાર્ય તંત્ર વિચરતા કોઈ મહાત્માઓ પાસે કરાવી લો ! મારી રાહ જોવાની જરૂર નથી.’ ત્યારે સંઘવાળાએ કહ્યું કે ‘એક વાત તો નક્કી જ છે કે જો આપ પ્રતિષ્ટા માટે ન પધારી શકો તો છેલ્લે અંજનશલાકા તો આપના હસ્તે જ કરાવવી છે.’ તેથી પૂજ્યશ્રીએ તેમની અતિલાગણીને વશ થઈ વચલો માર્ગ કાઢ્યો કે તો અહીં સિદ્ધગિરિ જેવા પવિત્રતમ ક્ષેત્રમાં અંજનશલાકા કરાવી રાજકોટમાં અન્ય આચાર્ય ભગવંતાદિના શુભ હસ્તે પ્રતિષ્ઠા કરાવાશે.' રાજકોટ-સંઘના ભાગ્યશાળીઓ આ માર્ગદર્શનથી આનંદમાં આવી ગયા અને પૂજ્યશ્રી પાસે તે માટે શુભ મુહૂર્તની વિનંતી કરતાં શ્રાવણ સુદ અગ્યારશ સોમવાર તા. ૨૯-૭૦૧ના શુભ દિવસથી મહોત્સવનો પ્રારંભ કરી શ્રાવણ સુદ ચૌદશ શુક્રવાર તા. ૩-૮-૦૧ની રાત્રિના શુભ લગ્ને અંજનશલાકા કરવાનું મંગલમુહૂર્ત પ્રદાન કર્યું. સંઘવાળા તડામાર તૈયારીમાં લાગી ગયા ... પ્રતિમાજીઓ ભરાવવાની તથા પ્રતિષ્ઠાદિની ઉછામણી રાજકોટમાં બોલાવવામાં આવી હતી અને સૌએ ખૂબ ઉલ્લાસ સાથે ચઢાવા બોલી લાભ લીધો હતો...
અંજનશલાકા મહોત્સવના મંગલ દિવસો આવી પહોંચ્યા... પ્રતાપનિવાસ બંગલામાં જ શ્રાવણ સુદ અગ્યારસથી અંજનશલાકાથે વિધિવિધાન
For Private & Personal Use Only
||