________________
મહોત્સવનું આયોજન થયું... ફાગણ વદ-૭ના દિવસે અંજનશલાકા-પ્રતિષ્ટા
as....
પ્રતિષ્ઠા પૂર્ણ થતાં પૂજ્યશ્રીનું સ્વાસ્થ્ય બગડ્યું... ત્રિદોષના કારણે પૂજ્યશ્રી એકદમ અસ્વસ્થ થયા અને સિદ્ધગિરિમાં અનશન કરવાની અધૂરી ભાવના પૂર્ણ કરવા અટ્ટમના પચ્ચક્ખાણ કર્યા... મુનિ હેમવલ્લભવિજયજીએ પણ અટ્ટમના પચ્ચક્ખાણ કર્યા... ત્રીજા દિવસે દિવ્ય સંકેત મળ્યો કે ‘હજુ ૧૨ વર્ષ આ મૃત્યુલોકમાં રહી શાસનની રક્ષા / સેવા કરવાની છે, તેથી હાલ અનશન કરવાનું ઉચિત નથી.'... પૂજ્યશ્રીએ આ સંકેતના આલંબને પારણું
કરવાનો નિર્ણય કર્યો...
ફાગણ વદ દસમના દિવસે સહસાવનથી સવારે ૯.૩૦ વાગે વિહાર કરી શ્રી નેમિનાથ દાદાની પહેલી ટૂંકના દર્શન કરી તળેટીમાં પારણું કરવાનું નક્કી થયું... સવારે લગભગ ૧૦.૩૦ કલાકે શ્રી નેમિનાથ દાદાની ટૂંકે પહોંચ્યા... પરમાત્મા નેમિનાથના દર્શનમાં પૂજ્યશ્રી લીન બન્યા... ભક્તિની ધારા વહેવા માંડી.... એક.... .... ત્રણ યાવત્ ત્રેવીસ સ્તવન દ્વારા પ્રભુમિલનનો આનંદ માણી પૂજ્યશ્રી મોટી ભમતીમાં એક-એક દેરીએ લળી લળીને દર્શન કરતાં....
ગાન તમારું ગાતા ગાતા અમે સમયનું ભાન ભૂલ્યા; ખાવું ભૂલ્યા, પીવું ભૂલ્યા ઊંઘ અને આરામ ભૂલ્યા...
અંતે અટ્ટમના તપ સાથે પોણા ત્રણ વાગે ગિરનાર તળેટી તરફ ઉતરવાનું શરૂ થયું... ફાગણ વદની કાળઝાળ ગરમીથી ગિરનારના કાળમીંઢ પાષાણના પગથિયા ધગધગતા હતા.. પૂજ્યશ્રી હેમવલ્લભવિજયજીના હાથનું આલંબન લઈ ઝડપભેર નીચે ઉતરી રહ્યા હતા.. લગભગ ૩-૩૦ કલાકે તળેટીમાં
આવી પહોંચ્યા...
આ તરફ પૂજ્યશ્રીના પારણાના કારણે મુનિ ધર્મરક્ષિતવિજયજી સવારે વહેલા સહસાવનથી પહેલી ટૂંક દાદાના દર્શન કરી નીચે પહોંચી ગયા... ભક્તિપરાયણ મહાત્માએ તળેટી આવી વિચાર્યું કે અહીં તળેટીમાં અક્રમના
૩૧ Jan Educatio
પારણે પૂજ્યશ્રીને અનુકૂળ નિર્દોષ ભિક્ષા થોડી દુર્લભ બને તેથી તેઓ તળેટીથી સાડાપાંચ કિલોમીટર દૂર રહેલા જુનાગઢ ગામના ઘરોમાં ફરીને પૂજ્યશ્રીને પ્રાયોગ્ય ભિક્ષા લઈ આવ્યા હતા... અને.... સૂરિવર અને મુનિવરને (સ્વશિષ્ય) પારણું કરાવીને જ પચ્ચક્ખાણ પારવાનો સંકલ્પ કર્યો હતો...
પૂજ્યશ્રી નીચે પધારતાં તાત્કાલિક ગોચરી વપરાવવા માટે બેસાડ્યા. મુનિ હેમવલ્લભવિજયજી હજુ ઉપધિ આદિ સ્થાને મૂકી તડકામાંથી આવ્યા હોવાથી તાત્કાલિક ન વાપરતાં પડિલેહણ કરી પારણું કરવા બેઠાં ત્યારે પૂજ્યશ્રીને પૂછ્યું ‘આપે વાપર્યું?’ ત્યારે વાત્સલ્યવારિધિ પૂજ્યશ્રી કહે ‘‘તમને પારણું કરાવ્યા વિના કેવી રીતે વપરાય!'' શું આ મહાપુરુષની મહાનતા!
આશ્રિતો પ્રત્યે વાત્સલ્યભાવ ! પારણા બાદ બીજા દિવસે ગામના ઉપાશ્રયમાં ગયા ૩-૪ દિવસ સ્થિરતા કરીને રાજકોટ તરફ વિહાર કર્યો...
ચૈત્ર સુદ એકમના દિવસે ધોરાજી ગામમાં પધાર્યા. તત્ર અખંડ ૧૦૦૦ આયંબિલની પૂર્ણાહુતિ નિમિત્તે બચુભાઈ (દવાવાળા) પરિવાર તરફથી શ્રી સિદ્ધચક્ર મહાપૂજન સમેત પરમાત્મભક્તિનો મહોત્સવ રાખવામાં આવ્યો હતો... પૂજ્યશ્રીની તબિયત લથડતી ગઈ હતી... હવે કદાચ ચોમાસુ-સ્થિરવાસ ત્યાં જ કરવો પડે તેવી સ્થિતિ હતી. દેરાસર સુધી પહોંચવામાં પણ ખૂબ તકલીફ પડતાં ધોરાજીના યુવાન આયુર્વેદિક ડોકટર મેહુલભાઈ સાંઘાણીની ભારે જહેમતથી પૂજ્યશ્રીના રોગનો ઉપચાર થતાં ૨૦-૨૫ દિવસે પૂજ્યશ્રી સ્વસ્થ થયાં. તે દરમ્યાન મૂળ વડગામના વતની દલપતભાઈ પ્રેમચંદના સુપુત્ર અતુલભાઈએ પૂજ્યશ્રીને પોતાની દીક્ષામાં અમદાવાદ પધારવા અતિ આગ્રહભરી વિનંતી કરી. તે અવસરે ભેગા થનારા પૂ. ગુરુદેવ આદિ પૂજ્યોમાં શ્રીસંઘ એકતાના કાર્ય માટે પણ આગળ વિચાર કરવાનું શક્ય બને તે માટે પ્રયત્નો કરવાનું પણ જણાવી ગયા.
પૂજ્યશ્રીનો ધોરાજીથી વિહાર થયો... જામકંડોરણા પધાર્યા... બીજા
For Prom & Farsal Use Only
www.janbrary.org