SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ બેસતો ન હોવાથી ફેરફાર કરવા યોગ્ય જણાવ્યું પરંતુ સુશ્રાવક રજનીભાઈના માતુશ્રીની સ્વર્ગારોહણતિથિ હોવાથી તેમણે તે જ દિવસનો આગ્રહ રાખ્યો... વિ. સં. ૨૦૪૦ : વિ. સં. ૨૦૪૬ના ચાતુર્માસની પૂર્ણાહુતિ બાદ સિદ્ધગિરિરાજના અભિષેકમાં પહોંચવા પૂજ્યશ્રીએ પાલીતાણા તરફ વિહાર કરવાનો નિર્ણય કર્યો... કારતક વદ-૬ના દિવસે લગભગ ૫૦ શ્રાવક-શ્રાવિકાઓ આદિ ચતુર્વિધ સંઘ સાથે પદયાત્રાનું મંગલ પ્રયાણ થયું... અતિદુર્બળ કાયા પરંતુ અતિબળવાન મનના સહારે સિદ્ધગિરિ પહોંચ્યા... ગિરિરાજની યાત્રા કરી... સુશ્રાવક રજનીભાઈની ઉદારતાથી મહાઅભિષેકનો પ્રસંગ ખૂબ ઠાઠમાઠથી થયો... ચારેકોરે સૌએ તપ-જપાદિ આરાધના આદરેલી હતી.. પૂજ્યશ્રી પણ અટ્ઠમતપ સાથે મુખ્ય અભિષેક સ્થાને હાજર રહ્યા હતા... અભિષેક થયા બાદ પૂજ્યશ્રી દાદાના દરબારમાં જતા હતા ત્યારે સામેથી રજનીભાઈ આવતાં હતા ત્યારે તેમણે કહ્યું ‘હવે હું આપનું સંઘ એકતાનું કાર્ય પતાવી દઉં છું.' પૂજ્યશ્રીએ તો બીજા દિવસે દાદાના દરબારમાં અષ્ટોત્તરી શાંતિસ્નાત્રમાં કેટલીક વિશિષ્ટ આરાધના કરવાની હોવાથી ગિરિરાજ ઉપર જ રાત્રિવાસ કરવાનો નિર્ણય કર્યો... પોષ માસની કડકડતી ઠંડીમાં રામપોળના દરવાજા બહારની પરબમાં રાત્રિ રોકાણ કર્યું... સૂર્યાસ્ત બાદ કોઈ દિવ્ય સંકેતના આલંબને પૂજ્યશ્રીએ સહવર્તિ મહાત્માઓને અમંગળના એંધાણની વાત કરી... સૌ પ્રતિક્રમણ કરી બેઠાં હતા. તેવામાં રામપોળના દરવાજામાંથી કોઈ બહાર આવ્યું અને વાયરલેસ દ્વારા સમાચાર મળ્યા ‘નીચે બહુમાન સમારંભના સ્ટેજ ઉપર નમસ્કાર મહામંત્રના સ્મરણપૂર્વક રજનીભાઈ દેવડી સ્વર્ગવાસ પામ્યા છે.’ આવી વાત કરી... મહામંગલકારી અષ્ટોત્તરી શાંતિસ્નાત્રનો પ્રારંભ કરાવી, દાદાના દર્શન કરી પૂજ્યશ્રી નીચે પધાર્યા.... હકડેઠઠ માનવમેદની વચ્ચે રજનીભાઈની Jan Education intematon સ્મશાનયાત્રા નીકળી... ખેતલાવીરની ધર્મશાળા પાસે ચિતા ઉપર રજનીભાઈનો મૃતદેહ ગોઠવાયો ત્યારે પૂજ્યશ્રીએ જાહેરાત કરી કે પ્રભુના શાસનમાં સંઘ અને સમુદાયોની એકતાદિ માટે રજનીભાઈ મને આશ્વાસન આપી ગયા છે અને આ શાસનના કાર્ય માટે તેમની તીવ્ર ભાવના હતી પરંતુ આજે તે શાસન માટે શહીદ થયા છે ત્યારે હું પણ સંકલ્પ કરું છું કે ‘શાસનનું આ કાર્ય સંપન્ન ન થાય ત્યાં સુધી અન્ન-જળ ત્યાગ.’ સભામાં ચારેકોર સોપો પડી ગયો... સૌ આશ્ચર્યગરકાવ થઈ ગયા... મહાત્માઓએ પૂજ્યશ્રીને આવો સંકલ્પ ન કરવા ખૂબ સમજાવ્યા... પરંતુ પૂજ્યશ્રી એકના બે ન થયા... ત્યારબાદ પાંચ દિવસ સુધી પૂથ્રીને ઉપવાસના પારણા માટે ખૂબ સમજાવવામાં આવ્યા અને એકતાના કાર્ય માટે પ્રબળ પુરુષાર્થ કરવા માટે અન્ય પૂજ્યો અને મહાત્માઓએ આશ્વાસન પણ આપ્યા... પણ પૂજ્યપાદશ્રી અડગ રહ્યા... અંતે વડીલોની આજ્ઞાને વશ ઉપવાસનું પારણું થયું પરંતુ આયંબિલ તો ચાલુ જ રહ્યા હતા... મહા સુદ પાંચમના મંગલપ્રભાતે મુનિ નયનરત્નવિજયજીની વડીદીક્ષા થઈ.. બપોરે ૩.૩૦ કલાકે પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં સિદ્ધગિરિથી રૈવતગિરિ (રોહિશાળા, હસ્તગિરિ, ઘેટી, પાલિતાણાની પ્રદક્ષિણા કરી, ડેમ, દાઠા, મહુવા, તળાજા અજાહરા, ઉના, પ્રભાસપાટણ, વેરાવળ, માંગરોળ, વંથલી આદિની સ્પર્શના સાથે) છ’રી પાલિત સંઘનું મંગલપ્રયાણ થયું... ૮૫ વર્ષની જૈફ વયે યુવાનને શરમાવે તેમ નિત્ય ૧૬ કિ.મી.નો વિહાર કરવા સાથે ફાગણ સુદ-૧ના ગિરનાર પહોંચ્યા... ગત ચોવીસીમાં ૧૦ તીર્થંકરો મોક્ષે ગયા તેની સ્મૃતિ અર્થે સહસાવનમાં ઉપરની ચોકીમાં શ્યામ વર્ણના પરિકરમાં ૧૦ પ્રતિમાજી સાથે ૩૫ ઇંચના નેમિનાથ પરમાત્મા તથા આવતી ચોવીસીમાં ચોવીસ તીર્થંકર પરમાત્માના નિર્વાણની સ્મૃતિ અર્થે પીળા રંગના પરિકરમાં ત્રેવીસ ભગવાન સાથે ૩૫ ઇંચના શ્રી પદ્મનાભ ભગવાનને પધરાવવા અંજનશલાકા-પ્રતિષ્ઠા 30 www.ainbowry.org
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy