SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ જય તળેટીથી પાલખીયાત્રા સહસાવનના માર્ગે ધીમે ધીમે આગળ વધી રહી હતી અને ખીચોખીચ જનમેદની વચ્ચે પગથિયાઓના ચઢાણમાં પૂજ્યશ્રીનો પાર્થિવ દેહ પણ પરમાત્માની દીક્ષા-કેવળજ્ઞાન કલ્યાણકની ભૂમિને સ્પર્શવા માટે જાણે અધીરો ન થતો હોય! તેમ તેઓશ્રીની પાલખી વિશેષ પ્રયત્ન વગર સહજતાપૂર્વક આગળ વધી રહી હતી... લગભગ ૨.૩૦ કલાકે સેંકડો લોકોના આનંદોલ્લાસ સાથે પાલખી બાલબ્રહ્મચારી શ્રીનેમિનાથ પરમાત્માના દીક્ષા-કેવળજ્ઞાન કલ્યાણકભૂમિએ સમવસરણ મંદિરના સંકુલમાં પહોંચી હતી. કાર્યકર ભાઇઓએ અગાઉથી જ ચિતાની ગોઠવણ આદિ વ્યવસ્થા કરી દીધી હતી.. પૂજ્યશ્રીના પાર્થિવદેહને ચિતા ઉપર પધરાવવામાં આવ્યો. અગ્નિદાહની ઉછામણીનો પ્રારંભ થયો તે અવસરે મદ્રાસમાં પૂજ્યશ્રીના કાળધર્મ પામવાના સમાચાર પામેલ તેઓશ્રીના સંસા૨ી લઘુબંધુ રસિકભાઇ પણ કટોકટ સમયે પહોંચી ગયા.. અગ્નિદાહની ઉછામણીનો લાભ રસિકભાઇ, પ્રકાશભાઇ વસા, જયુભાઇ(ગિરિવિહારવાળા) આદિ કલ્યાણમિત્રો દ્વારા લેવામાં આવ્યો હતો. બપોરના ૩.૩૦ કલાકે સહસ્રામ્રવનની પાવનભૂમિના આમ્રવૃક્ષોના પર્ણો પણ ચારેતરફ ગુંજતા જય જયનાદના અવાજના સ્પંદનો પામી ધન્ય બની ગયા અને રસિકભાઇ, પ્રકાશભાઇ વસા તથા જયુભાઇના હસ્તે પૂજ્યશ્રીના પાર્થિવદેહને અગ્નિદાહ અપાયો અને છેલ્લા ચાર દિવસથી વાવાઝોડાના જંગલી વેગે ફુંકાતો વાયરો પણ પૂજ્યશ્રીની અંતિમવિધિના અણમોલ અવસરે સ્તબ્ધ થઇ ગયો હતો. કુદરત પણ મહાપુરુષના વસમા વિયોગથી શોકગ્રસ્ત થાય છે. પૂજ્યશ્રીની ચિતાની અગનજ્વાળાઓનું એક જ ધારાથી થતું ઊર્ધ્વગમન પણ જાણે પૂજ્યશ્રીના પરંપરાએ થઇ રહેલ પરમગતિ તરફના પ્રયાણની સાક્ષી પૂરતું ન હોય? તે રીતે શોભી રહ્યું હતું... જે વ્યક્તિએ જૂનાગઢમાં પૂજ્યશ્રી વૃત્તિનું શમન કરનાર હતા... www.a neelibrar
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy