SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ અગ્નિદાહ આપવા માટે યોગ્ય જણાતા ન હતા. આમ ને આમ અનેક જગ્યાઓ જોવામાં સાંજ પડી જવા છતાં કોઈ યોગ્ય સ્થાન મળતું ન હતું... સૌ વિમાસણમાં પડ્યા કે હવે શું કરવું? તેવામાં એક વિચાર એવો આવ્યો કે જે મહાન તીર્થભૂમિનો પૂજ્યશ્રીએ ઉદ્ધાર કરેલ છે તે સહસાવનમાં જ અંતિમસંસ્કાર થાય તો કેમ ! સહસાવનના પ્રમુખ ખીમરાજભાઈ બાલડ, પ્રકાશભાઈ વસા, ચીમનભાઈ સંઘવી આદિ ટ્રસ્ટીગણ અને જૂનાગઢના સંઘના ટ્રસ્ટીમંડળ તથા પૂજ્યશ્રીના ભક્તવર્ગનો પણ સહસાવનમાં અગ્નિસંસ્કાર કરવા બાબત એક જ સૂર આવ્યો કે ‘સહસાવનમાં થાય તો ખૂબ જ સારું બસ ! તરત જ કલેકટર ઓફિસના રેવેન્યુ ડીપાર્ટમેન્ટના ભૂતપૂર્વ સુશ્રાવક પાનાચંદભાઇ શાહ, ઇસ્યુરન્સ ઓફિસના ઓફીસર સુશ્રાવક કીશોરભાઇ નાગ્રેચણીયા, બેંકના ડેપ્યુટી મેનેજર સુશ્રાવક દિનેશભાઇ શેઠ આદિ ભાવુકોના ભગીરથ પુરુષાર્થના પરિણામે ફોરેસ્ટ તથા કલેક્ટર ઓફિસમાંથી સહસાવનમાં અગ્નિસંસ્કાર કરવા માટે પરવાનગી મળી ગઇ અને સાથે પોલિસ બંદોબસ્ત પણ તેમણે કરાવી આપી સૂચના કરી કે તે ભૂમિની ચારેબાજુ લોખંડના પતરાની ભીંતો બનાવી દેવી જેથી અગ્નિદાહના કોઇ તણખા વગેરેથી જંગલના ઝાડોમાં આગ પેદા થવાની સંભાવના ન રહે....સૌના હૈયામાં હર્ષ ઉભરાઇ ગયો.. | ગિરનારના છેલ્લા ૫૦૦-૭૦૦ થી પણ અધિક વર્ષના ઇતિહાસમાં જૈન- અજૈન કોઇ પણ મહાત્માનો અગ્નિસંસ્કાર કરવાની પરવાનગી આપવામાં આવી ન હતી. પૂજ્યશ્રીના પ્રચંડ પુણ્યપ્રભાવે અત્યંત આશ્ચર્યદાયક આ ઘટના ઘટી રહી હતી. રાત્રે બાર વાગે અગ્નિસંસ્કારની ભૂમિની આજુબાજુ પતરાં વગેરેની યોગ્ય વ્યવસ્થા કરવા જૂનાગઢના યુવાન કાર્યકરો સહસાવન ગયા.. માગશર વદ એકમના દિવસે સવારથી જ હેમાભાઇનો વંડો માનવ મહેરામણથી ઊભરાયો હતો. ગામ-પરગામના લોકોની ભીડ જામી હતી. સૌ પૂજ્યશ્રીના પાર્થિવદેહના અંતિમ દર્શનાર્થે તલસી રહ્યા હતા. લગભગ સવારે ૯.00 કલાકે પૂજ્ય દિવ્યાનંદવિજય મહારાજ સાહેબની શુભ નિશ્રામાં અંતિમયાત્રા માટે પાલખી વગેરેના વિવિધ ચઢાવાની ઉછામણીનો પ્રારંભ થયો. સૌ ભક્તજનોએ ઉલ્લાસભેર ઉછામણીઓ બોલીને લાભ લીધો. સવારે ૧૦.00 વાગે પૂ. દિવ્યાનંદ મહારાજ સાહેબ, મુનિ હેમવલ્લભવિજયજી, મુનિ નયનરત્નવિજયજી તથા મુનિ જ્ઞાનવલ્લભવિજયજીએ ભવ્યાતિભવ્ય રેશમી જરિયનથી શોભતી પાલખીમાં બિરાજમાન કરેલ પૂજ્યશ્રીના પાર્થિવદેહને અંતિમ વાસક્ષેપ કર્યો હતો. ૧૦.૩૦ કલાકે ‘આચાર્ય હિમાંશુસૂરિ મહારાજ કી જય’ ‘જય જય નંદા જય જય ભદા’ ‘ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આર્શીવાદ’ ‘ગુરુજી અમર રહો’ વગેરે વિવિધ નારાઓ સાથે પૂજ્યશ્રીના પાર્થિવદેહની અંતિમયાત્રાનો આરંભ થયો... ઉપાશ્રયમાં પર્યાયસ્થવિર પૂ. દિવ્યાનંદ મહારાજ સાહેબની નિશ્રામાં ચતુર્વિધ સંઘ સમક્ષ દેવવંદન અને ગુણાનુવાદ થયા, અંતે પૂજ્યશ્રી દ્વારા થયેલ ભાવિની વ્યવસ્થા અંગેની જાહેરાત થઇ હતી..... | ઠેર ઠેરથી આવેલા લોકો પૂજશ્રીની પાલખીને ટેકો આપવા પડાપડી કરી રહ્યા હતા... ચારેતરફ એક દિવ્ય વાતાવરણનું સર્જન થયેલું જૂનાગઢના રાજમાર્ગો ઉપર ચારે તરફ ઉડતી અબીલ ગુલાલની ડમરીઓના શ્વેત અને રક્તવર્ણો અરિહંત અને સિદ્ધના પ્રતીક બની ચારે તરફ જયવંતા જિનશાસનની સુવાસ પ્રસરાવતા હતા.. જૂનાગઢના રાજમાર્ગ ઉપરના વાહન-વ્યવહાર સ્તબ્ધ થઇ ગયા હતા..., જય જય નંદા જય જય ભદી ના મહાઘોષ પૂર્વક લગભગ ૫.૩૦ કિલોમિટરનું અંતર કાપી પાલખી ભવનાથ તળેટીમાં લગભગ ૧૨.૩૦ કલાકે પહોંચી હતી... ૮૩ પૂજ્યશ્રી અનેક આત્માઓના રજોહરણદાતાર હતા...
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy