SearchBrowseAboutContactDonate
Page Preview
Page 868
Loading...
Download File
Download File
Page Text
________________ અપ્રસિદ્ધપ્રાય પાંચ પૂર્વભવ દષ્ટિએ ધનની વિષમ દશાએ વર્તવા છતાં ધર્મપ્રેમથી એકમેક થઈ અપૂર્વ રીતે ધર્મનું આરાધન પરસ્પર એગ્ય સહકાર સાધી સુંદર રીતે કરતા હતા. સમય જતાં મંગલશેઠને પૂર્વકૃત દુષ્કર્મના વિપાકથી રેગોત્પત્તિ થઈ, અનેક ઉપચારે કરવા છતાં રેગ શાંત તે ન થયે, પણ રોગ વિષમ બની ગયે, ભૂખ બંધ થઈ ગઈ, થોડે ઘણે લેવાતે ખોરાકનું અજીર્ણ થવા માંડયું અને તૃષા વધુ લાગવા લાગી. આ ઉપરથી શેઠે પિતાના આયુષ્યને અંત નજીક જાણી બધા કુટુંબીઓને ભેગા કરી પિતાના મોટા પુત્રને કુટુંબને ભાર સોંપી, પરિગ્રહને વધુ સંક્ષિપ્ત કરી, સર્વથા યથાશક્ય સાંસારિક કાર્યોને છોડી દઈ શીલપાલનપૂર્વક છ માસ વ્યતીત કર્યા. વળી શરીરમાં અમુક વિડ્યિા થતી જોઈને આયુષ્યની સમાપ્તિ અતિ નિકટ જાણી વિધિપૂર્વક અનશન આદર્યું, કુટુંબીયો શેઠની ભાવનાને નિર્મલ રીતે ટકાવવા વિપુલ પ્રમાણમાં ધર્મ મહોત્સવ કરવા લાગ્યા, ચાર શરણાંનવકાર મંત્ર આદિ નિરંતર સંભળાવવા લાગ્યા. આ બાજુ ઉનાળાની સખ્ત ગરમીના લીધે શેઠને અત્યુ તૃષા લાગી, પણ આ મેટો પિતે ધાર્મિક આગેવાન શ્રાવક અને અનશન કર્યા પછી પાણી મંગાય કેવી રીતે? તેથી મુંઝાવા લાગે, એગ્ય વિવેકનું નિયંત્રણ મન પર ન રહેતાં અને તે અનાદિકાલીન સહજ સંસ્કારેને વશ થઈને દુધ્યાનના ચક્રાવે ચઢીને એટલે સુધી વિચારવા લાગ્યું કે–આ લેકે મને પાણી પીવરાવશે નહિ, હું તે બહુ તડફડું છું, પણ શું થાય..ધન્ય છે ! પાણીમાં રહેનારા માછલાંઓને કે જેઓને કદી પણ પાણીની તરસની વિષમ પીડા અનુભવવી પડતી નથી આદિ. છેવટે અંતકાલ નજીક હોઈ મૃત્યુની છેલ્લી ઘડીઓ ઉપસ્થિત થઈ, પણ સુગ્ય નિમિત્ત ન મળવાથી દુર્ગાનની આલોચના કર્યા વિના મંગલશેઠ “ તે વથામતિઃ સાપતિઃ” મુજબ તે જ શહેરની બહાર વહેતી વિપાશાંતર નામની મોટી નદીમાં બત્રીસ વર્ષની ઉમરની મંગલમચ્છા નામની માછલીની કુક્ષિમાં મચ્છ તરીકે ઉત્પન્ન થયા. અહા શી કર્મોની વિચિત્ર ગતિ? ઉત્કૃષ્ટપણે શ્રાવકધર્મનું વિપુલ શ્રીમંતાઈમાં પણ અદભુત રીતે પાલન કરનાર પુણ્યાત્મા અને ભવિષ્યમાં પૂ. શ્રી ગૌતમસ્વામીજી તરીકે થનાર-મહાપુરુષ પણ કર્મોના વિચિત્ર ઝપાટામાં કેવી રીતે અટવાઈ જાય છે, તે આ પ્રસંગ ઉપરથી સ્પષ્ટ સમજાય છે. દ્વિતીય ભવ– કમે કરીને મંગળશેઠને જીવ મત્સ્ય તરીકે જમ્યા પછી ભવસુલભ હિંસક વૃત્તિને આધીન બની નાની માછલીઓની હિંસા કરીને પ્રાણવૃત્તિ કરવા લાગ્યો, એકતા નળિયા અને વળિયા સિવાયના દરેક આકારના મો જગતમાં હોય છે” એવી શાસ્ત્રની મર્યાદા હોઈ તે જ નદીમાં જૈન સાધુના આકારના એક મત્સ્યને જોઈને તે
SR No.012068
Book TitleRajendrasuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorYatindrasuri
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year1957
Total Pages986
LanguageEnglish, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy