________________
૧૮
श्रीमद् विजयराजेन्द्रसूरि - स्मारक -ग्रंथ
માટે તમે આવ્યા છે વગેરે) વાત જણાવીને તેના અંતરને પ્રભુ તરફ શ્રદ્ધા-અનુરાગવાળુ બનાવે છે. પછી તા પ્રભુ પાસેથી ખુલાસા મેળવી, દીક્ષા લઈ, શ્રુતજ્ઞાન ભણી, ઉગ્ર તપ તપી, અનશનપૂર્વક કાળ કરી ખારમા દેવલાકે દેવપણે ઉપજે વગેરે વાતના આપણે અહીં ઉપયાગ નથી, અહીં તે એટલું જ ઉપયેાગી છે કે પ્રભુ મહાવીરદેવે પૂ. ગૌતમસ્વામીજીને સ્કંદક પરિવ્રાજક સાથેને પૂર્વજન્મના સંબંધ દર્શાવનાર જે ‘“પુવર્ણદ્ય” શબ્દ મૂળસૂત્રમાં જણાવ્યા છે તેના જ આધારે અનુમાનિત થતા પૂ. ગૌતમસ્વામીજીના અને સ્કંદક પરિવ્રાજકના ગત જન્મના સંબંધને વ્યક્ત કરનારા પાંચ પૂલવા અહીં સંક્ષેપમાં જણાવાય છે.
પ્રથમ ભવન
જબૂઢીપના પૂર્વાંમહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયના બ્રહ્માવત્ત દેશમાં શીતાદા નદીના દક્ષિણ તટે વિપાશાંતર નદ્વીકિનારે બ્રહ્મપુર નામનું માટુ' નગર હતુ, ત્યાં બ્રહ્મ નામના રાજા હતા, તેને બ્રાહ્મી નામે રાણી અને બ્રહ્મદત્ત નામે રાજકુમાર હતા, તેજ નગરમાં સકલ વ્યવહારીામાં શિરામણુ અનલ ધન સંપત્તિના સ્વામી મંગલ નામે શ્રાવક ધર્મ પરાયણ શેઠ રહેતા હતા, તેને સુમંગલા નામની શીલગુણુ અને રૂપગુણના સુમેળવાળી સ્ત્રી હતી, તેઓને મંગલાનંદ નામે સુવિનીત ધાર્મિક પુત્ર હતા. તે શેઠે ધર્મશાસ્ત્રોના શ્રવણના પ્રતાપે વધુ પાપથી વિરમવા માટે નીચે મુજબ પરિગ્રહનું પ્રમાણ નિયત કરેલ.
“ ૧૦ કાટિ સુવણૅ નિધાનમાં, ૧૦ કોટિ સુવર્ણ વ્યાપારમાં, ૧૦ કાટિ સુવર્ણ વ્યાજે, ૫ વહાણ દરિયામાગે, ૫૦૦ ગાડાં સ્થલમાગે, ૧૦ હજાર પોઠીયા, ૧૦૦ ઘરા, ૧૦૦ વખાશે, ૫૦૦ દુકાના, ૨૦ હજાર ગાયા, ૧૦ હજાર ભેંસેા, ૪૦ હજાર અકરાંબકરીએ, ૧૦ હાથી, ૧૦૦ ઘેાડા, ૩૦૦ ઘેાડી, ૫૦૦ દાસ–દાસીયા, ’
આ ઉપરથી સમજી શકાય છે કે-મ ંગલશેઠની શ્રીમંતાઇ ( કુબેરને પણ ઇર્ષ્યા ઉપજાવે તેવી ) કેવી અદ્ભુત હશે ! આમ છતાં નિરંતર ધર્મધ્યાનમાં શેઠે રક્ત રહેતા હતા, ખારે તેનું નિરતિચાર પાલન, આઠમ-ચૌદશ આદિ ૫ત્તિનાએ પૌષધ આદિ નિયમિતરૂપે કરી પોતાના જીવનને ધન્ય બનાવનાર તે શેઠ ભાગ્યશાલી હતા.
તે જ શેઠના મકાનની પાસે સુધર્મ ( સુભદ્ર ) નામના એક સામાન્ય સ્થિતિને શ્રાવક રહેતા હતા. વિવેકબુદ્ધિસપન્ન મગલશેડ પેાતાની શ્રીમંતાઈની મગરૂરીમાં મસ્ત ન બનતાં સાધર્મિકપણાના સાચા ધર્મસ્નેહપૂર્વક તે સામાન્ય સ્થિતિવાળા સુધર્મ શ્રાવક સાથે પૌષધ વગેરે ધર્મધ્યાન યથાશક્તિ કરતા હતા, અને બંને જણા વ્યાવહારિક
* હું. લિ. પ્રતમાં આ પ્રબંધના પ્રારંભમાં પણ આવા જ ભાવાના શબ્દો છે—
t
अथ श्रीमहावीरस्वामिना, गौतमस्वामिनं प्रत्युक्तं स्कंदकस्तवपूर्वसंगतस्तत्र किंचित् विविच्यते । "
!