________________
શ્રી યાગાનાન
७४१
મોઢાથી ખેંચવા અને નાકથી કાઢવા (૨) નાકથી ખેંચવાનાકથી કાઢવા. ( ૩ ) મુખથી ખેંચવા મુખથી કાઢવા ( ૪ ) નાકથી ખેંચવા-મેઢાથી કાઢવા આ ચારેય પ્રાણાયામ હાલતાંચાલતાં, બેસતાં ઉઠતાં, કામ કરતાં-ગમે તે વખતે અહેારાત્ર અવિચ્છિન્ન કરી શકાય છે. અને એષ્ટ જિહ્વા હલાવ્યા વિના આંતરિક જપ આપે।આપ થઇ જાય છે. આ પ્રાણાયામથી હૃદયરોગ, નાસારાગ, નેત્ર અને ત્રિદોષજન્ય દોષો દૂર થવા ઉપરાંત નામસ્મરણનું મહાફળ તથા મંગળ એવ' મુક્તિ મળે છે.
પદ્માસન લગાવીને હાથની ખંતે અંગુલીએ કાનામાં, અને તજની આંખા પર, બંને મધ્યમા નાક પર અને શેષ અંગુલી મુખ પર એકત્ર લગાવી ચંદ્રસ્વરમાં પૂરક કરે, યથાશક્તિ કુંભક રાખે અને સૂર્યસ્વરમાં રેચક કરે તેા ચક્રપ્રવૃતિ થવાથી પ'ચમહાભૂતાના રંગના અનુભવ સાથે ચિત્ત સ્થિર થાય છે.
પદ્માસનપૂર્ણાંક અને હાથ ઊંચા કરી પૂરક કરે, કુંભકના સમયે મસ્તકને લગાવી ખાલી આસન કરે અને પુનઃ પદ્માસનથી જ રેચક કરે તેા જલ પર કમલની માફક તરતા રહેવાની મહાશક્તિ પાદુર્ભાવ પામે છે અને અનેક પ્રકારની વ્યાધિએ શમે છે.
સૂર્યનાડીથી પૂરક કરી, કુંભક રાખી, ચંદ્રનાડીથી રેચક કરી પુનઃ પુનઃ તે જ ક્રિયા કરવાથી મસ્તક બહુ મજબૂત અને નિરાગ બને છે. અને કૃમિરોગ તથા ૮૪ પ્રકારના વાયુ સમૂલ નષ્ટ થાય છે. આ પ્રાણાયામ શીતકાલના છે.
અને નાસિકછિદ્રોથી ૧૦ વાર શ્વાસ ખેંચી અગીઆરમી વખત પૂરક કરી કુંભક કરે અને પુનઃ બંનેથી છેડી દે તે બંને ફેફસાં મજબૂત બને. જીવન-શક્તિ વધી જાય છે.
નાભિપ્રદેશના ચાર ચાર અંશુલ નીચે-ઉપરના ભાગને અંદરની બાજુ ( મેરુકડની તરફ) પ્રયત્નપૂર્વક ખેંચવાથી ઉડ્ડીયાન થાય છે. આ ઉડ્ડીયાન રાજ દિવસમાં ચાર વખત કરવાથી પ્રાણુ અપાન સમાન વ્યાન અને ઉદાનવાયુ તથા નાભિચક્ર શુદ્ધ બનીને શરીરગત સંપૂર્ણ નાડીએ સ્વસ્થ રહે છે. આ ક્રિયા (૧) બેઠે બેઠે અગર (૨) ધૂંટણ પર હાથ રાખી ઊભા ઊભા અગર (૩) દિવાલની મદદથી, ત્રણે પ્રકારે થઈ શકે છે. અને દરેક પ્રકારની ક્રિયા ૧૦૦-૧૦૦ વાર કરવાથી ૩૦૦ વાર થાય છે. આ ક્રિયાથી યંત્રની માફક ઉદરશુદ્ધિ સરસ થતી રહેવાથી પ્રાયઃ સવે રોગ નાશ થઈ આયુ વૃદ્ધિ પામે છે.
ચંદ્રથી પૂરક કુંભક કરે, સૂર્યથી છોડે; પછી તુર્તજ સૂર્યથી પૂરક-કુંભક કરીને ચંદ્રથી છેડે તેા શરીરની સંપૂર્ણ સૂક્ષ્મ નાડી શુદ્ધ રહે છે. બંને નાક બંધ કરીને, હાઠની નળી ખનાવી આગલા દાંતથી વાયુ ખેંચી પીએ અને કુંભક કરી છેડી દે તા સ પ્રકારના જવર–પિત્તરાગ, બરાળ, ગાળા, તિલ્લી અને ક્ષુદ્રરોગ નાશ થઇ જાય છે, ગરમીમાં ગુણુકારક છે. આ ક્રિયા ઓછામાં ઓછી પંદર અને વધુમાં વધુ સે દિવસ કરવી ઉત્તમ છે.
અને નાકછિદ્રો બંધ કરી, જીભ બહાર કાઢી, કાકચ'ચુની માફક નાળી જેમ બનાવી