SearchBrowseAboutContactDonate
Page Preview
Page 848
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી યોગાનંદઘન ७३९ ચિત્તવૃત્તિનિરોધ કરવાની આઠ ક્રિયાઓ વડે કોઈ પણ પ્રકારનું કણ અનુભવ્યા સિવાય સ્થિર રહેવા માટે આસન કરવાનાં છે. ૧. અભ્યાસવૈરાગ્યાભ્યાંતન્નિરોધ–અભ્યાસ અને વૈરાગ્યથી ચિત્તનિરોધ કરે. ૨. ઈશ્વરપ્રણિધાનાકા-સર્વદા પ્રભુમાં-ધ્યેયમાં મન રહેવું. ૩. પ્રછનવિચારણાભ્યાં પાણસ્ય-પ્રાણુનું ધારણ અને પ્રાણાયામ કરવાં. ૪. વિષયવતી વા પ્રવૃત્તિસમ્પન્ના–ઈન્દ્રિય વિશેષમાં ધારણ દ્વારા ગંધાદિને સાક્ષાત્કાર કરે. પ. વિશેકા વા તિષ્મતી–હુદયકમળમાં તિ-પ્રકાશ ફેલાવે. ૬. વીતરાગવિષયયાચિત્તમ-વીતરાગી યા નિષ્કામી દેવમાં ચિત્ત દેવું. ૭. સ્વપ્નનિદ્રાજ્ઞાનાલંબન વા–રવપ્નમાં મૂર્તિવિશેષ વા સાત્વિક વૃત્તિને આશ્રય લે. ૮. યથાભિપ્રેતધ્યાનાદ્વા–ઈચ્છા પ્રમાણે ધ્યાન ધરવું. આ સાધને ચિત્તવૃત્તિનિરોધ માટે અતિ ઉપયોગી છે. એમનાં ગ્રંથમાં અનેક પ્રકારનાં આસને બતાવ્યાં છે હગદિપીકામાં ૧૪ પ્રકારનાં–ગપ્રદીપ(૧૮૨૫ માં લખાયેલા) માં ૨૧ પ્રકારનાં, ઘેરંડ સંહિતામાં ૩૨ પ્રકારનાં, વિશ્વકેષમાં ૩૨ પ્રકારનાં, અનુભવપ્રકાશમાં (૧૮૨૫ માં લખાયેલ છે.) ૫૦ પ્રકારનાં, આસન નામક ગ્રંથમાં ૪૯ બતાવ્યાં છે. આ પ્રકારે તારવણી કરતાં કુલ્લે ૧૩૩ થાય છે; પરંતુ યોગી ગોરખનાથે અને ભેગી કેક મહાશયે ગ–ભાગના પૂરાં ૮૪ આસને બતાવ્યાં છે; એટલે અહિં સંક્ષેપમાં તેના નામ બતાવીશું. સંપૂર્ણ આસનેમાં સિદ્ધાસન, પદ્માસન, ભદ્રાસન અને સિંહાસન અતિ મહત્વનાં છે. જેમાં એકમાં જ અનેક ગુણ સમાયા છે, અને એ એક એક પણ અનેક પ્રકારે કરી શકાય છે. પ્રાચીન કાળમાં યોગીઓ આ જ આસને સાધી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. પરમતત્તવ પ્રભુનું ચિન્તવન કરવારૂપ ઉપરક્ત ચારે આસનમાંથી પદ્માસન અધિક માન્ય ગણાય છે. સર્વ પ્રકારની અભીષ્ટ સિદ્ધિમાં એ ઉપગમાં લેવાય છે. જ્યારે અન્ય આસનનાં અભ્યાસમાં કઈ ક્રિયા પ્રક્રિયામાં ભૂલ થાય તે પ્રાણુત કષ્ટ આવી જવા સંભાવના રહે છે. પદ્માસન પરમ નિર્દોષ છે. મુક્તિ અને ભુકિત બંને પદ્માસન આપે છે. તે યુગ વિદ્યાનું સર્વાધાર અંગ છે, આધુનિક સમયમાં શિર્ષાસનને મહિમા પણ અપાર ગણાય છે. એનાથી અનેક દેષ દૂર થાય છે. સર્વ આસમાં તેના સંપૂર્ણ ગુણ સમાવિષ્ટ છે અને સર્વ આસનેથી બળ, વિભૂતિ, વિદ્યા અને દીર્ઘ જીવન સંપ્રાપ્ય છે. જે તેને અભ્યાસ યથાક્રમ ધીમે ધીમે વધાર્યું જવાય તે ભૂતલને માનવ દેવતા બની શકે છે. હવે આપણે આસનોનાં નામ જોઈએ. (૧) સિદ્ધાસન (૨) પ્રસિદ્ધ સિદ્ધાસન (૩) પદ્માસન (૪) બદ્ધ પદ્માસન (૫) ઉથીત પદ્માસન (૬) ઊર્વ પદ્માસન (૬) સુખ પદ્માસન (૮) ભદ્રાસન (૯) વસ્તિકાસન
SR No.012068
Book TitleRajendrasuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorYatindrasuri
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year1957
Total Pages986
LanguageEnglish, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy