SearchBrowseAboutContactDonate
Page Preview
Page 845
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ વિજ્ઞાનેરિ-ર૪-ગ્રંથ ત્કાર થાય છે. ગુપ્ત તનાં રહસ્ય તેનાં આગળ ખડાં થાય છે, તે પણ તેમાં તેને આશ્ચર્ય થતું નથી. એવા વખતે યોગી સાધકે સાવધાન રહેવાની ખાસ જરૂર છે. લેકનું તેના પ્રતિ ખૂબ આકર્ષણ થાય છે, દેવતાઓ દર્શન આપે છે. જે જે તત્વ સંબંધી તેને શંકા થાય તેને સમાધિમાં દેવતા મારફતે નિર્ણય થઈ જાય છે. પ્રાયઃ તે વખતે ગીએ ભવિષ્ય કથનમાં ખેંચાવું નહિ. દુનિયાના લેકે સ્વાર્થી પ્રશ્નો કરવા સેવા કરે તેને પણ તેઓ તરફ લક્ષ દેવું નહિ. અજાણ્યા અને ગાંડા માફક વર્તન ચલાવી પિતાને અભ્યાસ આગળ ચલાવે. પિતાના કૃત્યને લેકે પાખંડ ઢગ, દંભ, કહે તે પણ દુનિયાને ચમત્કારવા પિતાની પરીક્ષા જણાવવાની ભાંજગડમાં કદી પડવું નહિં. માનવાધિકાર પ્રમાણે જરૂર પડયે ધર્મોપદેશ આપે. અધિકારીને કંઈ જણાવા યોગ્ય જણાવવું. નાસ્તિક લકો સમાધિને ગપ માને તે મૌન સેવવું. ગમે તે ઉપાધિઓ આવે સહી લેવી. અધૂરા અભ્યાસે કઈ પણ વિઘકારક બાબતથી અલગ રહેવું. શિષ્યને પણ સ્વાનુભવ કહેવા નહિ. સદાકાળ સમાધિમાં આત્મચિંતનમાં મગ્ન રહેવું. જો કે સમાધિ એક સરખી રહેતી નથી. અમુક વખત સુધી જ રહે છે. પશ્ચાત્ સંસારી બાબતોમાં લક્ષ્ય લગાડવામાં આવે તે વખતે વ્યવહાર દશામાં વર્તાય છે, પણ પુનઃ કેવળ કુંભક વગેરે પ્રાણાયામ કરી સમાધિ પ્રાપ્ત કરી શકાય છે. શુકલધ્યાન પ્રાપ્ય નિશ્ચય સમાધિના કેટલાક અંશ વર્તમાન કાળમાં અપ્રમત્ત દશાથી જ્ઞાની યેગીઓ પ્રાપ્ત કરી શકે છે. બ્રહ્મરંધ્રમાં ચિત્તની સ્થિરતા થવાથી ત્યાં નિશ્ચય સમાધિને અનુભવ આવે છે. સૂર્યોદય થતાં અરૂણોદય માફક જ અત્ર સમાધિદ્યુતિને પ્રકાશ પ્રાપ્ત થાય છે. સહજજ્ઞાગ સમાધિ પ્રાપ્ત કરવા માટે સદ્ગુરુ ઉપાસનાની અત્યંત આવશ્યકતા છે. સદ્દગુરુ વિના કાંઈ મળી શકે એમ નથી એ નિશ્ચય માનજે. કેટલાક પૂર્વભવ એકાદશ સંસ્કારવિહીન માનવને સમાધિ નામ ઉપર દ્વેષ આવે છે, તેનું કારણ કે તે એને ભવપરિણતિને પરિપાક થયો નથી, આત્માના શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થવી મહામુશ્કેલ છે. ગમે તેવાં પુસ્તકો વાંચે પણ સદ્ગુરુની સેવા પૂર્વક ગુરુગમ લીધા વિના સમાધિમાં પ્રવેશ થઈ શકતું નથી. ગુરુગમપૂર્વક બનેલા જ્ઞાનગીઓ જ આ પરમ જવલંત કલ્યાણુકર કાર મહામંત્ર પામી સમાધિ અનુભવીને સાધી શકે છે એ નિઃશંસય છે. વર્તમાન કાળે પણ કેટલાંક એકાંત ક્રિયારુચિ જીવડા વેગસમાધિ કાર લગ્ન ના જાપના નામ માત્રથી ભડકી ઉઠે છે. પિતાના અંધશ્રદ્ધાળુ ભક્ત દ્વારા તેઓ યેગીઓની નિંદા-ટીકા કરાવી પિતાને કૃતકૃત્ય માને છે અને કેટલાક ઘુવડદષ્ટિએ તે છ મર્દ ના પરમ જાજ્વલ્યમાન રૂપરાશિમંડિત પરમ તત્વને જોવા પણ અસમર્થ બને છે; કારણ કે સહસકલાયુક્ત સૂર્ય વિશ્વમાં પ્રકાશિત થતાં ઘુવડ તે જોઈ શકતો નથી, પણ તેવાઓની દયા ખાતાં એમ કહી દેવાય છે કે તેઓ પિતાની ભૂલ જોઈ આ પરમ કલ્યાણકર દિવ્ય તેજેમય જન્મજરાનિવારક મહામંત્ર છ મન ની પિછાન પ્રાપ્ત કરે, કેવળ ક્રિયારુચિ હોઈ
SR No.012068
Book TitleRajendrasuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorYatindrasuri
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year1957
Total Pages986
LanguageEnglish, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy