SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीमद् विजयराजेन्द्रसूरि-स्मारक-प्रथ પહોંચાડ્યો! સમાજને શિથિલતાના મજબૂત પાશમાંથી મુક્ત કરવા અનેક કષ્ટો સહન કર્યા, માનાપમાનને વિદ્રોહીઓને પોતાના અગાધ જ્ઞાનને બળે પાછા હઠાવ્યા. તેમના અગાધ જ્ઞાનસાગરની સ્મૃતિરૂપ અમારા સામે તેઓશ્રીના સાહિત્ય-શણગાર સમાન ઈકસઠ (૬૧) ગ્રન્થ છે. સ્વ. ગુરુદેવશ્રીની અંતિમ ઘડી સુધી એક જ ઈચ્છા રહી છે કે સમાજમાં રહેલી રૂઢીઓને દૂર કરવી ! અજ્ઞાનાવરણ જે સમાજ ઉપર છવાયું છે તેને સાહિત્યસંકલન અને શિક્ષણ સંસ્થાઓ દ્વારા દૂર કરવું. - પૂ. ગુરુદેવની આ ઈચ્છાને તેઓશ્રીના સુગ્ય વિદ્વાન શિષ્યએ પૂરી કરવા પ્રયત્ન કર્યો છે. જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી, સાહિત્ય-સંકલન, જ્ઞાનપ્રથાર, મંડળ સ્થાપના, પાઠશાળા, ગુરુકુલ આદિની સ્થાપના કરી છે અને હજુ પણ કરી રહ્યા છે. આજ અમે અહિં શિક્ષાલય અને મંડળની યાદ અપાવીશું કે જે પરમકૃપાળુ ગુરુદેવશ્રીની પુણ્યસ્મૃતિના પ્રતીકરૂપ બનેલ છે અને વર્તમાનમાં પણ જે સમાજસેવા કરી રહેલ છે. શ્રી રાજેન્દ્રોદય યુવક મંડળ, જાવરા (મધ્યભારત) સન ૧૯૦૫ માં પરમપૂજ્ય ગુરુદેવશ્રીની સ્મૃતિમાં વ્યા, વા. મુનિ પ્રવર શ્રી યતીન્દ્રવિજયજી (વર્તમાન આચાર્ય શ્રી વિજયયતીન્દ્રસૂરિજી) મહારાજના વરદ હસ્તે રંગ મહાસભા ના નામથી ઉપરોક્ત સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. બે વર્ષ વ્યતીત થયે બહુ મતથી “શ્રી રાજેન્દ્રોદય યુવક મંડળ” નામ કાયમ કર્યું હતું જે આજ સુધી અવિરલ ગતિથી પિતાની કાર્ય–પ્રણાલીને બરાબર ચલાવી રહેલ છે. વર્તમાનમાં ૪૦ સભ્યો એ મંડળમાં પિતાને સહકાર આપી રહ્યા છે. જે તન, મન, ધન સમર્પીને સમાજસેવા માટે તૈયાર રહે છે. તે મંડળના કાર્યકર્તા કેટલા ઉત્સાહી છે તેનું પ્રમાણ આપણા સામે જ છે. પરમપૂજ્ય સ્વ. ગુરુદેવ શ્રીમદ્વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજના નિર્વાણ પછી ગુરુદેવશ્રીની સ્મૃતિમાં એ મંડળ દ્વારા એક માસિક પત્રિકા સદ્ધર્મપ્રચારક” શરૂ કરવામાં આવેલ પરંતુ આર્થિક સમસ્યાના કારણે તે છેડા સમયમાં જ બંધ થઈ ગઈ મંડળના નિયમનું પાલન સભ્ય મંડળ આજ સુધી કરી રહેલ છે તે દેખી ઘણે જ હર્ષ થયા. કુલ નિયમ ૨૫ છે પરંતુ કેટલાક નિયમ અહિં ઉદ્ધત કરવામાં આવે છે– २ मंडल के समय में मेम्बर साहिब व सहायक आदि महाशयों को मंडल में बैठ कर धार्मिक विचारों या अपने सुधारे की बातों के अलावा दूसरी व्यर्थ बातें नहीं करना होंगी। ५ अपने धर्म की उन्नति करना, जाति सुधार करना, ऐक्यता बढ़ाना, पाठशाला,
SR No.012068
Book TitleRajendrasuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorYatindrasuri
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year1957
Total Pages986
LanguageEnglish, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy