SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ યુગપ્રભાવક આચાર્યદેવ ! મફતલાલ સંઘવી–ડીસાસંપ્રાપ્ત આંતરપ્રભાના સમ્યફ ઉપગ દ્વારા સુષપ્ત સમાજને જાગૃતિને શંખનાદ સંભળાવનાર સૂરિરાજને કેટિ-કેટિશઃ વંદના. સ્વપરકલ્યાણના ઉત્કૃષ્ટ મંગલ દયેયને પામવા કાજે, અહર્નિશ જાગૃત એવા દિવંગત શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજીના જીવન-કવન અંગે ચર્ચા કરવા માટે નહિ, પરંતુ તેને અદબપૂર્વક અંજલિ અર્પવાને જ પ્રયાસ છે આ મારે. સૂરીશ્વરના જન્મસમયે જૈન સમાજ પર ધર્મને બદલે હતું વર્ચસ્વ નિપ્રાણ રુઢિ-રિવાજોનું, અધમને ભય સેવવાને બદલે જેને ધર્મના દંડાધારીથી વધુ ભય પામતા હતા, વિતરાગદેવને રીઝવવાને બદલે કોશિષ કરતા હતા રીઝવવાની યતિઓને, ધર્મની આરાધનાને સમગ્ર રાજમાર્ગ છવાઈ ગયે હતે ભૌતિક ખ્યાલોની પ્રચંડ શિલાઓ વડે, ધર્મની સમ્યક પ્રકારની આરાધનાનું કાર્ય દિનપ્રતિદિન બનતું જતું હતું દુષ્કર, જન્મજરા-મૃત્યુની અસારતાની વાસ્તવિકતાને જાણ્યા-પ્રમાયા સિવાય ઐહિક ખ્યાલમાં હવે ગળાડૂબ સમાજ, આવા સમયે પ્રગટ્યા પૃથ્વી પાટલે રત્નરાજ સંવત ૧૮૮૩ ના પિષ સુદી ૭ ને ગુરુવારે. પિતાનું નામ રાષભદેવ, માતાનું કેશરીબાઈ. ૨૦ ની વયે રત્નરાજે અંગીકાર કરી પરમપદદાયિની ભાગવતી દીક્ષા. ને પછી ભૌતિકતાની ભયંકર ભૂતાવળ સામે મેદાને પડ્યા, આત્માની અનંતશ્રીના એક માત્ર સહારા સાથે. એકલ, અડેલ, કૃતનિશ્ચયી એ સૂરીશ્વરની-એક જ સમયમાં ત્રણેય કાળનું માપ કાઢવાની-વિશક દષ્ટિ તેઓ જ્યાં પગ મૂકતા ત્યાં સર્વને એક યા બીજા સ્વરૂપે ઉપકારક બની રહેતી. મુક્તિના પરમ મંગલ સ્વરૂપને સદા સર્વદા દૃષ્ટિ સમક્ષ રાખી, માર્ગના આંતર બાહ્ય અવરોધને આમૂલ નાબૂદ કરવા માટે તેઓ જીવનભર એક મહાપ્રતાપી દ્ધાની માફક ઝઝુમતા રહ્યા છે. સમાજની સુષુપ્તિમાંથી જન્મેલા દેને દૂર કરવામાં આત્માના સ્વરૂપને લક્ષ્યમાં રાખીને કરવા પડતા સર્વ પ્રકારના પ્રયાસો કરવામાં તેમણે કઈ વખતે પાછા ફરીને જોયું પણ નથી. સાધુજીવનની સર્વદેશીય ગરિમાને આંબવાની ચેષ્ટા કરતી ભૌતિક લાલસાઓ સામે પુણ્યપ્રકેપ પ્રગટ કરી આત્મીયની આત્મીયતાને જાળવનારા સૂરિરાજ જેવા સજાગ ધર્મસુભટની જીવનદેને કૃતાર્થ કરવા માટે આપણે સએ આજના ધન્ય અવસરે દઢ સંકલ્પ કરવો જોઈએ. (૨૪)
SR No.012068
Book TitleRajendrasuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorYatindrasuri
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year1957
Total Pages986
LanguageEnglish, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy