________________
१६३
ઉત્કૃષ્ટ ચારિત્રપાલક શ્રી રાજેન્દ્રસૂરિજી શકીશું! બાકી તે આજે અનેક જગ્યાએ દેખાય છે તેમ મહાન આત્માની પાછળ અંજલી આપનારા ઘણું હોય છે, તેમાં શબ્દોમાં આડંબર અને મારામારી સિવાય કશું દેખાતું નથી. સાચી અંજલી, સાચું તર્પણ, સાચે વાર અને સાચી યાદગિરી ત્યારે જ બતાવી શકાય કે જ્યારે તેનામાં રહેલા આદર્શો આપણા જીવનમાં વણ શકાય અને એનું અધૂરું રહેલું કામ ભલે ધીમી ગતિએ પણ મક્કમ પગલે કરવાની તમન્ના જાગે.
મારી કાલીઘેલી ભાષામાં સ્વ. શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજીના જીવનમાંથી જે કંઈ જોયું છે, મેળવ્યું છે તે જ લખ્યું છે. એમાં લેખકની લેખનીએ કઈ જાતની કલ્પના ભરી નથી, ભક્તિભાવના ઉભરાથી ઉભરાતા હદયના ઉભરા ઠાલવ્યા છે, અને તેમના ઉત્કૃષ્ટ ચારિત્રને વારંવાર અભિનંદન સાથે વંદન કરું છું.
શમિત્કલમઃ