SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ 64 ain Education international શ્રી વીરચંદ રાઘવજી ગાંધી ડૉ. કુમારપાળ દેસાઈ કાળનું સતત ફરતું ચક્ર પણ કેટલીક ઘટના અને વિભૂતિઓને લોપી શકતું નથી વર્ષોના કેટલાય વંટોળ પસાર થઈ જાય તેમ છતાં સમયની રેતી પર પડેલાં એ પગલાં ભુંસાઇ શકતાં નથી. આજથી બાણું વર્ષ પહેલા અમેરિકાના શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં, પહેલી વાર અમેરિકાના નૂતન વિશ્વને, ભારતીય દર્શન અને ભારતીય સંસ્કૃતિનો દઢ અને તેજસ્વી ટંકાર અને રણકાર સંભળાયો. આ પરિષદમાં આવેલા ભારતના બે પ્રતિનિધિઓએ સ્વદેશન આધ્યાત્મિક વારસા પ્રત્યે જગતને જાગૃત કર્યું. આમાં એક હતા સ્વામી વિવેકાનંદ, કે જેમની શિકાગો વિશ્વધર્મ પરિષદન કામયાબી આજેય સહુના હોઠે રમે છે. પરંતુ એથીય અધિક સિદ્ધિ મેળવનારા જૈન ધર્મના પ્રતિનિધિ શ્રી વીરચંદભાઈ રાધવજી ગાંધી હતા. પરંતુ ઘરદીવડાઓને ભૂલી જનારો આપણો સમાજ વીરચંદભાઈના સિદ્ધિ અને સામર્થ્યને વીસરી ગયો છે. જે પ્રજા પોતાના ચેતનગ્રંથો જેવા સત્વશીલ પુરુષોને વીસરી જાય છે એ પ્રજાની ચેતનાકુંઠિત બની જતી હોય છે. પણ ખેર ! આજથી બા વર્ષ પહેલાની એ ઘટના પર પડેલો કાળનો પડદો હટાવીને નજર કરીએ. અમેરિકાના શિકાગો શહેરમાં મળેલી એ ધર્મ પરિષદમાં જુદા જુદા દેશના અને જુદા જુદા ધર્મના ત્રણ હજારથી વધુ પ્રતિનિધિઓ એકત્ર થયા હતા. એમાં એક હજારથી વધુ નિંબધોનું વાંચન થયું. દસેક હજાર શ્રોતાજનોએ ભાગ લીધો. ઇ.સ. ૧૮૯૩ની ૧૧મી સપ્ટેમ્બરે એનું ઉદ્દઘાટન થયું. વીરચંદ ગાંધી, સ્વામી વિવેકાનંદ, પી.સી. મજમુદાર જેવા વિદ્વાનો ભારતમાંથી ભાગ લેવા માટે આવ્યા હતા. આ ઐતિહાસિક ધર્મપરિષદનો હેતુ હતો જગતને જુ જુદા ધર્મોનો જ્ઞાન આપવાનો, સર્વધર્મના અનુયાયીઓ વચ્ચે ભાતૃભાવ પ્રગટાવવાનો અને એ રીતે એની નેમ હતી વેશ્વશતિ સ્થાપવાની. ઓગણત્રીસ વર્ષના યુવાન વીરચંદ ગાંધીની વિદ્વત્તા અને વાધારા સહુને સ્તબ્ધ કરી દીધા. માથે સોનેરી કિનારવાળી કાઠિયાવાડી પાઘડી, લાંબો ઝભ્ભો, ખભે ધોળી શાલ અને દેશી આંકડિયાળા જોડા. એમના પહેરવેશમાં ભારતીયતાની છાપ Personal Use Only હતી. આ યુવાનની વિદ્વત્તા, અભ્યાસશીલતા, તાટસ્થ્યવૃત્તિ અને વાક્યચાયથી વિશ્વધર્મ-પરિષદ મોહિત થઈ ગઈ. એક અમેરિકન અખબારે લખ્યું, 'પૂર્વના વિદ્વાનોમાં જે રોચકતા સાથે જૈન યુવકનું જૈનદર્શન અને ચારિત્ર સંબંધી વ્યાખ્યાન જેટલા રસથી શ્રોતાઓએ સાભળ્યું એટલા રસથી તેઓએ બીજા કોઇ પૌન્યિ વિદ્વાનનું સાભળ્યું ન હતું.’ વીરચંદભાઇએ જૈન ધર્મના સિદ્ધાંતોની એવી વિદ્વતાથી વાત કરી કે કેટલાક વર્તમાનપત્રોએ એમનું પ્રવચન અક્ષરશઃ પ્રગટ કર્યું. જૈન ધર્મની પરિભાષા સરળતાથી સમજાવવાની અનેરી ખૂબી એમની પાસે હતી. વાતને કે વિગતને તાર્કિક માડણીથી સ્પષ્ટ કરવાની એમનામાં અનોખી ક્ષમતા હતી. એક બાજુ પોતાની વાતને સમજાવતા જાય અને બીજી બાજુ એ વિશેનું પોતાનું આગવું અર્થઘટન આપતા જાય. ભારતીય દર્શન સમજવા માટે સંસ્કૃત અને પ્રાકૃતનો અભ્યાસ જ પૂરતો ન હતો. પરંતુ ભારતની ગતકાલીન સંસ્કૃતિના સંદર્ભને આત્મસાત્ કરવાની જરૂર હતી વીરચંદભાઇએ એ આત્મસાત્ કર્યું હતું. આથી જ કયાંક એજૈન લાગે છે, કચાક હિંદુઓની તરફદારી કરે છે, પણ બધે જ એ ભારતીય લાગે છે. એમની વાણીમાં પોથીપંડતનું શુષ્ક પાડિત્ય નહોતું, પરંતુ ઊંડા અભ્યાસની સાથે હૂંફાળી લાગણી અને ભાવન ઓનો સ્પર્શ હતો. વિવેકાનંદ અને વીરચંદ રાઘવજી ગાંધીની વિચારસરણીમાં અનેકાંતના ઉપાસકની વ્યાપકતા અને સર્વગ્રાહી દષ્ટિ જોવા મળે છે. અમેરિકામાં એમણે માત્ર જૈનદર્શન પર જ પ્રવચનો આપ્યા નથી, પરંતુ સાખ્યદર્શન, યોગદર્શન, ન્યાયદર્શન, વેદાતદર્શન, બૌદ્ધદર્શન વિશે પ્રવચનોમાં હિંદુ ધર્મ તરફ વિશેષ ઝોક જોવા મળે છે, અને બૌદ્ધ ધર્મની આકરી ટીકા પણ મળે છે. આમ છતાં આ બંને સમર્થ પુરુષોએ એકબીજાના પૂરક બનીને, વિદેશમાં ભારતીય દર્શનોની મહત્તા બતાવી છે. વીરચંદ રાઘવજી ગાંધીએ સદાય સત્યનો પક્ષ લીધો. એમની નિખાલસતા, પ્રામાણિકતા અને જીવનવ્યવહારની પવિત્રતા સહુને સ્પર્શી જતી હતી. આ ધર્મ પરિષદમાં રેવરન્ડ જયોર્જ એફપેન્ટેકોસ્ટ નામના લંડનના પ્રતિનિધિએ ભારતની દેવદાસીની પ્રથાની ટીકા કરીને હિંદુ ધર્મને ઉતારી પાડ્યો હતો. હિંદુ ધર્મની આ ટીકાનો બચાવ કરનાર એકમાત્ર વીરચંદ ગાંધી હતા. એમણે કહ્યું કે મારા ધર્મની ટીકા કરવાની હિંમત કોઇએ
SR No.012062
Book TitleAtmavallabh
Original Sutra AuthorN/A
AuthorJagatchandravijay, Nityanandvijay
PublisherAtmavallabh Sanskruti Mandir
Publication Year1989
Total Pages300
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy