________________
સાહિત્ય વિપુલ પ્રમાણમાં રચાયું છે. તેનું એકમાત્ર ધ્યેય અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને પુષ્ટ કરવાનું છે. જૈન આચાર્યોએ લલિત વાડ્મયનું પણ જે ખેડાણ કર્યું અને તે નજીવું નથી તેમાં પણ આ મૌલિક ધ્યેયને તેઓ ભૂલ્યા નથી. શૃંગારપ્રધાન કૃતિ રચે પણ તેનું છેવટ તો સાધુનો આચાર સ્વીકારવામાં આવે અને તેન પરિણામે મોક્ષ જેવા પરમ ધ્યેયની પ્રાપ્તિમાં પર્યવસાન હોય, અને બીજે પક્ષે જો હિસા આદિ દુષણો હોય તો તેનું પરિણામ નરકયાતના દેખાડવામાં આવે. આમ, સદ્ગુણની પ્રતિષ્ઠા અને સદ્ગુણનું નિરાકરણ આ ધ્યેય સ્વીકારીને ભારતીય સાહિત્યમાં અજોડ એવું કથાસાહિત્ય જૈન આચાર્યોએ મધ્યકાળથી માંડીને આજ સુધી આપ્યું છે. એ સમગ્ર સાહિત્યના વિવરણનું આ સ્થાન નથી. માત્ર તેનો સૂર કર્યો છે એ જ જાણવું આપણે માટે બસ છે.
જૈન આચારનો પાયો જો સામાયિક છે, તો જૈન વિચાર અથવા દર્શનનો પાયો નયવાદથી નિષ્પન્ન અનેકાન્તવાદ છે. જીવો પ્રત્યે સમભાવ એ જો આચારમાં સામાયિક હોય તો વિભન્ન વિચાર પ્રત્યે આદરની ભાવના કેળવવી હોય તે નયવાદ અનિવાર્ય છે. અર્થાત્ વિચારમાં સમભાવ એ જૈન દર્શનનો પણ પાર્યો માનીએ તો ઉચિત જ ગણાશે. આથી પ્રાચીનતમ નહીં એવા આગમમાં પછીના કાળે જે વ્યાર્થિક પયોયાર્થિક નો પ્રવેશ્યા તે વૈચારિક સમભાવની મહત્તા સમજાવવાની દૃષ્ટિથી જ પ્રવેશ્યા હશે તેમ માનવું રહ્યું. આમ શાથી માનવું તેની થોડી ચર્ચા જરૂરી છે એટલે અહીં કરું તો અસ્થાને નહીં લેખાય. કારણ ભારતીય દર્શનોમાં વિવાદ નહીં પણ સવાદ લાવવાનો જે મહાન
પ્રયત્ન જૈન દર્શીનકોએ કર્યો છે તે અભૂતપૂર્વ છે એમાં સંદેહ નથી
જૈન દર્શનનું કે દાનિક સાહિત્યનું વાસ્તવિક નિર્માણ કચારે થયું ? તો તેનો જવાબ છે કે આચાર્ય ઉમાસ્વાતિના ‘તત્વાર્થસૂત્ર'થી તે પૂર્વે અન્ય ભારતીય દર્શનોમાં વિચારની વ્યવસ્થા થઇ ચૂકી હતી. તેનું સમર્થન પણ થઈ રહ્યું હતું અને તે આજ લગી ચાલુ જ છે, તેના ઉચિત સમર્થન સાથે જયાં સુધી બે વિરોધી ઉપસ્થિતિ થાય નહીં, ત્યાં સુધી નયવાદને અવકાશ જ નથી. ‘તત્વાર્થસૂત્ર’-ગત જૈન તત્વોની વ્યવસ્થાનું સમર્થન કરવું જરૂરી હતું અને તેના સમર્થનમાંથી જ નયવાદનો ઉદય થયો. જેને પરિણામે જૈનોનો અનેકાન્તવાદ દાનિક ક્ષેત્રે પ્રચલિત બન્યો. આચાર્ય સિદ્ધિસેને ભારતીય વિવિધ દાર્શનક મંતવ્યોની ‘સંમતિતક'માં ફાળવણી વિવિધ નયોમાં કરીને
Main Edutasin When
અનેકાન્તવાદનો માર્ગ મોકળો કરી આપ્યો. એટલે તેના વિસ્તારરૂપે આચાર્ય મલ્લવાદીએ નયચક્રની રચના કરીને એ બતાવવા પ્રયત્ન કર્યો, કે ભારતીય દર્શનોમાં એક-અનેક આદિ, કે સત્કાર્ય આદિ, કે પુરુષ-નિયતિવાદ આદિ, કે ધ્રુવ-અધ્રુવ આદિ, કે વાચ્ય-અવાચ્ય આદિ, જે જે વિવિધ મંતવ્યો છે, તે એક જ વસ્તુને વિવિધ દષ્ટિએ જોવાના માર્ગો છે. તે સંપૂર્ણ સત્ય નથી પણ આશિક આપેશિક સત્ય છે. એ બધા પરસ્પરના વિરોધી વાદોમાં પોતાની દષ્ટિને જ સાચી માનવાથી અને વિરોધીઓની દષ્ટિને મિથ્યા માનવાથી વિરોધ દેખાય. પણ એ બધી દષ્ટિઓને, એ બધા વાર્તાને સ્વીકારવામાં આવે તો જ વસ્તુના સંપૂર્ણ સત્યદર્શન પ્રત્યે પ્રગતિ સધાય. આવું સિદ્ધ કરવા તેમણે તે તે પ્રત્યેક વાદની સ્થાપના અને અન્ય દ્વારા, ઉત્થાપના બતાવી. સૌને પ્રબળ અને નિર્બળ દેખાડવા પ્રયત્ન કર્યો છે અને તેથી જ તે તે વાદીએ પોતાની જ નહીં પણ અન્યની દષ્ટિને પણ સ્વીકારવી અનિવાર્ય છે એમ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે, અને એ પ્રકારે નયવાદોથી નિષ્પન્ન અનેકાન્તવાદ વસ્તુનું સમગ્રભાવે યથાર્થ દર્શન કરાવવા સમર્થ છે એમ સિદ્ધ કર્યું છે.
મલ્લવાદીએ સ્થાપેલી આ જૈન દાર્શીનક નિષ્ઠાને આધારે સમગ્ર જૈન દાર્શીનક સાહિત્યનું ખેડાણ થયું છે, અને ભારતીય દાનિકોના સંવાદ સ્થાપી આપવા પ્રયત્ન થયો છે.
ધાર્મિક અને દાર્શીનક ઉપરાંત વ્યાકરણ, અલંકાર, નાટક, સંગીત, નૃત્ય આદિ વિવિધ સાહિત્યની લૌકિક વિદ્યાઓમાં પણ જૈનોનું પ્રદાન નજીવું નથી તે જૈન સાહિત્ય એટલા જ માટે છે કે તે જૈનોએ રચ્યું છે, પણ વાસ્તવિક રીતે તેને જૈન ધર્મ કે નિષ્ઠા સાથે કશો સંબંધ નથી. એટલે તે સાહિત્ય, પણ એના વિષયો જૈન સંસ્કૃતિ પૂરતા જ સીમિત નથી. તે સાર્વજનિક છે, સર્વોપયોગી છે. માત્ર જૈનના વાડામાં તેને બાંધી શકાય નહીં.
તે એટલા માટે કે જૈન સાહિત્યનું જે મુખ્ય લક્ષણ કે ધ્યેય છે તે આત્માને કર્મથી મુકત થવામાં સહાયક બને જ -આ લક્ષણ તે પ્રકારના લૌકિક સાહિત્યમાં મળતું નથી તેથી તેને જૈન સાહિત્યમાં અંતર્ગત કરવું આવશ્યક નથી. માત્ર વિદ્વાનોની તે તરફ ઉપેક્ષા છે તેના નિવારણ અર્થે તેનો પરિચય જૈન સાહિત્યમાં અપાય તો તે ઉચિત જ છે.
પ્રસ્તુત લેખમાં જૈન સાહિત્યની જે નિષ્ઠા છે તેનો આછો પરિચય આપવા પ્રયત્ન છે. આ કાઇ આખરી શબ્દ નથી. વિચારકો વિશેષ ચર્ચા-વિચારણા કરે અને નિર્ણય ઉપર આવે એવી વિનંતી છે. For Privas Personal Use Only
AL
63
www.jailbrary.org