________________
કરી નથી તેથી હું આનંદ અનુભવું છું. પણ મારા સમાજની જે ટીકા થઈ તેનો મારે જવાબ આપવો જ રહ્યો. વીરચંદ ગાંધીએ પડકાર ફેંકતા કહ્યું, 'આ એ હિંદુ ધર્મ છે જેને માટે ગ્રીસના ઇતિહાસકારોએ નોંધ્યું છે કે કોઇ હિંદુ કચારેય અસત્ય બોલતો જાણ્યો નથી, અને કોઇ હિંદુ સ્ત્રીને કયારેય અપવિત્ર જાણી નથી.'
આટલું કહ્યા બાદ વીરચંદ ગાંધી સભાને સામો પ્રશ્ન કરે
છે.
'Even in the present day, where is the chaster woman or milder man than in India ?'
નોંધપાત્ર બાબત એ છે કે વીરચંદ ગાંધીને અમેરિકા અને ઈંગ્લૅન્ડના અનેક ખ્રિસ્તી સજજનો સાથે ગાઢ મૈત્રી હતી, આમ છતાં એમણે ભારતમાં વટાળ પ્રવૃત્તિ કરતા ખ્રિસ્તી મિશનરીઓની નિર્ભિકતાથી ટીકા પણ કરી. India's Message to America' 'Impressions of America' જેવા લેખોમાં અમેરિકાના લોકો પ્રત્યે પોતાનો હૂંફાળો પ્રતિભાવ આપ્યો છે, પણ બીજી બાજુ 'Have Chiristian Missions to India been Suc
cessful ?' જેવા લેખોમાં પાદરીઓની વટાળપ્રવૃત્તિની કડક આલોચના કરી છે એમણે કહ્યું હતું કે તમે તમારા મિશનરીઓ પાસેથી સાંભળ્યું હશે કે ભારતના લોકો કેટલા ગંદા, ચારિત્ર્યહીન અને લુચ્ચા છે પણ તમે ક્યારેય એ મિશનરીઓ પાસેથી, જેઓ માનવજાતને પ્રજાનો સંદેશો આપનારા કહેવાય છે એમની પાસેથી, ભારતમાં હિંદુઓ પર થતા જુલમની વાત સાંભળી છે ? ભારતમાં સારું બજાર મળી રહે તે માટે લિવરપુલ અને માંચેસ્ટરના માલ પર સરકારે કોઈ જકાત નાખી નથી, જયારે બીજી બાજુ ખર્ચાળ સરકાર ચલાવવા માટે મીઠા પર બસો ટકા વેરો નાખ્યો છે તે વાત તમારા મિશનરીઓએ તમને કહી છે ખરી ? એ પછશ્રી વીરચંદ ગાંધી આકરો પ્રહાર કરતા કહે છે;
'If they have not, whose messengers you will call these people who always şide with tyranny, who throw their cloak of hypocritical religion over murders and all sorts of criminals who happen to belong to
their religion or to their country ?'
શિકાગોની આ વિશ્વધર્મ પરિષદમાં વીરચંદભાઇએ જૈન ધર્મની સંક્ષિપ્ત પણ સચોટ રજૂઆત કરી. એમણે જૈન ધર્મને બે ભાગમાં સમજાવ્યોઃ એક જૈન તત્વજ્ઞાન અને બીજો ભાગ તે જૈન નીતિ, નવ તત્વ, છ પ્રકારના જીવો, વ્યાર્થિક અને પયિાર્થિક નય સંબંધી જૈનદર્શનની સૂક્ષ્મ વિચારસરણી, સ્યાદ્વાદ વગેરે તત્વજ્ઞાનની બાબતો રજૂ કરીને સહુને મુગ્ધ કર્યા, જૈનાચારની વિશેષતા સમજાવી જૈન નીતિની ચર્ચા કરી. વિશ્વના અસ્તિત્વને લગતા પ્રશ્નની તુલનાત્મક ચર્ચા કરતી વખતે એમણે બૌદ્ધ ધર્મ અને અન્ય ધર્મો સાથે તુલનાત્મક ગવૈષણા કરી, જૈન ધર્મ બૌદ્ધ ધર્મથી પ્રાચીન છે એ તથ્યનુ પ્રતિપાદન કર્યું. આ બધાને પરિણામે જૈન ધર્મ એ એક
પ્રમાણયુકત અને બુદ્ધિવાદી ધર્મપ્રણાલી છે એવું સત્ય સહુને
સ્વીકારવા જેવું લાગ્યું આ નવીન સમજ અંગેનો આનંદ પ્રગટ
કરતાં એક અમેરિકને વીરચંદભાઇ વિશે એવો અભિપ્રાય આપ્યો કે “ધર્મોની લોકસભામાં અનેક તત્વચિંતકો, ધર્મોપદેશકો અને વિદ્વાનો હિંદુસ્તાનથી આવીને બોલી ગયા અને તે દરેકે કાઇ ને કાઇ નવી દષ્ટિ રજૂ કરી, ધર્મોના આ મિલનમાં નવું તત્વ ઉમેરતા ગયા, જેથી તે દરેકનો ધર્મ જગતના મોટા ધર્મોની હરોળમાંનો એક છે એવું લાગ્યા વગર રહે નહિ, ઉપરાંત એમની વાક્છટા અને એમનો ભકિતભાવ પણ વિશિષ્ટ પ્રકારના માલૂમ પડ્યા એમાંથી ભારોભાર પાહિત્ય અને ચિંતનમનન સાપડયા, તેમ છતાં એ બધામાંથી તરી આવતા જૈન ધર્મના એક યુવાન ગૃહસ્થને સાંભળવાથી નીતિ અને ફિલસૂફીની નવા પ્રકારની ભાળ લગી. આમ તો તેઓ માત્ર
ગૃહસ્થ કુટુંબના સજજન છે, કોઇ સાધુ-મુનિ કે ધર્માચાર્ય નથી. છતાં આટલું સરસ પ્રતિપાદન કરી શકે છે ત્યારે એમના ગુરુઓ કેવા હશે ? એમની સાદી પણ સચોટ જીવનધર્મ-ફિલસૂફી જરૂર સમજવા-જાણવા જેવી છે.
શ્રી વીરચંદ રાઘવજી ગાંધીના જૈન ધર્મવષયક પ્રવચનોની એક બીજી વિશેષતા એ છે કે એમણે પરધર્મની ટીકાનો આશરો લીધો નથી. જીવનમાં અહિંસા અને વિચારમાં અનેકાન્તની ભાવના ધરાવનાર સાચા જૈનને જેબ આપે તેવી, સાંપ્રદાયિક આગ્રહો અને પૂર્વગ્રહોથી મુકત એવી તટસ્થ એમની વિચારસરણી છે. શુદ્ધ અંગ્રેજી ભાષા, સ્વાભાવિક રજૂઆત અને તલસ્પર્શી અભ્યાસનો ત્રિવેણીસંગમ એમના પ્રવચનોમાંથી
પ્રગટે છે એમનામાં ધર્મપ્રચારકની ધગશ છે આડંબર કે સપાટી પરની બની રહી નથી. ધર્મપ્રચારના ઉત્સાહની સાથે અભ્યાસશીલતાનું સમીકરણ થતાં એમનાં વકતવ્યો, સુશિક્ષિત અમેરિકન સમાજને સ્પર્શીગયા હતા. એમણે 'The Yoga Philosophy', 'The Jain Philosophy' જેવાં પુસ્તકો આપ્યાં છે, પરંતુ એમનું ઉત્તમ પ્રદાન તો ‘The Karma_Philosophy' ગણાશે, જેમાં જૈન ધર્મની કર્મ-ભાવનાની છણાવટ કરતી વખતે એમની ઊંડી અભ્યાસનિષ્ઠા અને જાગ્રત ધર્મભાવનાનો માર્મિક પરિચય મળે છે..
શ્રી વીરચંદ ગાંધી માત્ર તત્વચિંતક નહોતા બલ્કે દેશહિતની વિશે એવી માન્યતા હતી કે એ વાધ, સાપ અને રાજાઓનો દેશ ચિંતા પણ એમના હૈયે વસેલી હતી. અમેરિકામાં હિંદુસ્તાનને વિદેશમાં રજૂ કર્યું હતું. વીરચંદ ગાંધીએ ભારતની સાચી સમજ છે. ખ્રિસ્તી પ્રચારકોએ પણ હિંદુસ્તાનની પ્રજાનું હીશું. ચિત્ર વિદેશીઓમાં જાગે તે માટે વિવેકાનંદ જેટલો જ પ્રયાસ કર્યો હતો. એમણે ભારતીય સંસ્કૃતિનું મહત્વ બતાવતાં વિદેશીઓને કહ્યું, 'આશ્ચર્યની વાત તો એ છે કે ભારત ઉપર વિદેશીઓ સતત હુમલાઓ કરતા રહ્યા છે અને એ બધા આક્રમણોની આફતો આવ્યા છતાં ભારતનો આત્મા જીવંત રહ્યોછે. એના આચાર અને ધર્મ સાબૂત છે અને સારાયે વિશ્વને ભારત તરફ મીટ માંડીને જોવું પડે છે. સંસ્કૃતિનાં લક્ષણ ખેતી, કલાકારીગરી, સાહિત્ય, સદાચાર અને જ્ઞાનવિજ્ઞાનનાં સાધનો, આતિથ્યસત્કાર, નારીપૂજા, પ્રેમ અને આદર બધું જ ભારતમાં કોઈ જુદા જ સ્વરૂપે જોવા મળે છે. ખરીદી શકાય એવી એ
સંસ્કૃતિ હોત તો ઈંગ્લૅન્ડ આ દેશમાંથી એને ખરીદી લઇ શકત, પોતાની બનાવી શકત, પણ એવું નથી બન્યું, નહિ બની શકે.'
છેકે ઈ.સ. ૧૮૯૩માં વીરચંદ રાઘવજી ગાંધીએ દેશના આર્થિક અને રાજકીય સ્વાતંત્ર્યની વાત કરી હતી. એક વાર એમણે અમેરિકન લોકોને કહ્યું કે ભારત અત્યારે પરદેશી એડી નીચે કચડાયેલું છે. એ માત્ર ધાર્મિક ક્ષેત્રમાં સ્વાતંત્ર્ય ધરાવે છે, પણ ભારત સ્વતંત્ર થશે ત્યારે તે હિંસક માર્ગે કોઇ પણ દેશ પર આક્રમણ નહીં કરે.
૧૮૯૩માં ગાંધીજી માત્ર બેરિસ્ટર હતા, તે સમયે વીરચંદભાઇએ આ ભવિષ્યકથન કર્યું હતું. એમની એ કલ્પના કેટલી બધી વાસ્તવિક સાબિત થઈ !
65
www.jainelibrary.om