________________
જીવન ઘડનારાં પરિબળો
કોઈપણ માનવીના સંપૂર્ણ વ્યક્તિત્વને પારખવું એ ધારીએ એટલે સહેલી વાત નથી, અને એમાંયે મહાન પુરુષને આપણે બહુ અલ્પ અંશે સમજી શકીએ છીએ. મહાન પુરુષો જ મહાન પુરુષોને સારી રીતે સમજી શકે છે એમ કહીરાં તો કદાચ વધારે સાચું લેખાશે.
માનવી પોતે મહાન છે કે સંજોગોએ તેને મહાન બનાવ્યો એ પણ નક્કી કરવું અતિ કઠિન છે; પણ સહેજ ઊંડો વિચાર કરતાં લાગે છે કે માનવી અને સંજોગો બનો ભિન્ન રીતે નહિ પણ સાથે જ વિચાર કરવો જોઈએ. કેટલીકવાર માનવી સંજોગોને ઘડે છે અને કેટલીકવાર સંજોગો માનવીને ઘડે છે. મહાન પુરુષ મોટે ભાગે પોતે જ સંજોગોમાં પલટા લાવતો હોય છે, સમકાલીન સંજોગોનો તટસ્થ દષ્ટિએ વિચાર કરતો હોય છે અને છેવટે ક્ષતિઓ દૂર કરી તેને નૂતન સ્વરૂપ અર્પતો હોય છે.
આચાર્ય શ્રીવિજયવલ્લભસૂરિના જીવનમાં તેમના વ્યક્તિત્વની અને સમકાલીન સંજોગોની પરસ્પર સંમિશ્રિત અસર નિહાળવા મળે છે. સંજોગો જે રીતે આવ્યા તે રીતે આચાર્યશ્રીના જીવનનું ઘડતર થયું. અને સંજોગોએ જે પરિસ્થિતિ જન્માવી એ પરિસ્થિતિમાં આચાયૅશ્રીએ અનેક આઘાત-પ્રત્યાધાતો જન્માવ્યા. પરિણામે પોતાના જીવનકાળ દરમિયાન જે સુધારાઓ માટે આચાર્યશ્રી ઝઝુમ્યા એ સુધારાઓ આજે સિદ્ધાંત અને વ્યવહારના સ્વરૂપમાં સ્વીકારાઈ ચૂક્યા છે. સમાજમાં વ્યાવહારિક કેળવણીની સાથોસાથ ધાર્મિક કેળવણીની જરૂર છે; સંકચિત જ્ઞાતિવાદ વરવિક્રય અને કન્યાવિક્રયની પ્રથા, બારમું તેમ જ બીજાં જમણવારો વગેરે અનચિત છે. તેઓશ્રીએ રજૂ કરેલી આ હકીકતો સમાજમાં આજે રવીકારાઈ ગઈ છે.
આઝાદી માટે અનેક યુગો સુધી હિંદની જનતાએ લડત આપી. આ લડતનાં સ્વરૂપ અનેક હતાં. અરજીયુગ, વિનીયુગ, દાદાભાઈ નવરોજીયુગ, તિલકયુગ વગેરે યુગોએ પોતપોતાની રીતે ફાળો આપ્યો. કોંગ્રેસમાં ગાંધીજીનો યુગ, અસહકારયુગ, મીઠાના સત્યાગ્રહ, સવિનય કાનૂનભંગ, વ્યક્તિગત સત્યાગ્રહ, બેંતાળીસની લોકક્રાંતિ, સુભાષબાબુની કામગીરી, હિંદ આઝાદફોજ અને ૧૯૪૭ની સ્વાતંત્ર્યપ્રાપ્તિ—આપણી રાષ્ટ્રીય તવારીખના આ તબકકાઓ આજની પેઢીને હમણાં બની ગયેલી ઘટનાઓ લાગે, પણ નવી પેઢીને તો એની કલ્પના જ કરવાની રહી. વર્તમાનકાળ ઝડપથી ભૂતકાળ બની જાય છે, અને એને ભૂતકાળની તવારીખ બનતાં વાર નથી લાગતી. આપણે સામાન્ય માનવી જીવનની અવધથી બધી વસ્તુઓને માપીએ છીએ. ભૂતકાળના વારસાને ઝીલી, વર્તમાનમાં જીવી ભવિષ્યકાળ તરફ કુચ કરીએ છીએ. સમાજનું સ્વરૂપ બદલાતું જાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની એના ઉપર અચૂક અસર પડે છે. આચાર્યશ્રીનો ચોરાશી વર્ષનો જીવનકાળ; આ કાળ દરમિયાનનાં સામાજિક, આર્થિક અને રાજકીય જીવનનાં પરિબળોની આચાર્યશ્રી અને સમાજ પર થયેલી અસર; આ બધું સમજીએ તો જ એમના જીવનનું મૂલ્યાંકન આપણે કરી શકીએ અને એમની વિકાસકથાના ઊંડાણોનો સંપૂર્ણ તાગ પામી શકીએ.
સં. ૧૯૨૭થી સં૦ ૨૦૧૦-૧૧નો સમય લઈએ. આ કાળે નવો જમાનો શરૂ થયો હતો. એક અંગ્રેજે જયારે રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરી ત્યારે એણે ભાગ્યે જ ક૯૫ના કરી હશે કે આ કોંગ્રેસ અંગ્રેજો “હિંદ છોડી જાય”નો નાદ ગજવશે. શ્રી દયાનંદ સરસ્વતીએ આર્યસંરકૃતિ ઉપર ભાર મૂકી હિંદુ સંસ્કૃતિને નવી રીતે ચકાસી. શ્રી બુટેરાયજી અને પૂ. આત્મારામજી મહારાજે વહાવેલા સાંસ્કૃતિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org