________________
S
આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ માનવીનું કામ કરે છે. સંસારની આ ઘટમાળમાં અનેકો આવ્યા છે, આવે છે અને આવશે. આચાર્ય શ્રીવિજયવલ્લભસૂરિજીના નામે ઓળખાતો દેહ નાશ પામે છે પણ આચાર્યશ્રીનું કાર્ય ને તેઓશ્રીનો જીવનસંદેશ આપણી પાસે છે. વિમતુ સર્વનાતની ભાવનાનો અમલ કરીને એમનું કાર્ય એ વસ્તુ સિદ્ધ કરે છે કે આચાર્યશ્રીએ પોતાનું કર્તવ્ય પૂરેપૂરું અદા કર્યું છે. આવા યુગપુરુષ માટે મૃત્યુ મૃત્યુ નથી હોતું. એવા પરમ આત્માની શાંતિ સે કોઈએ વાંછવી રહી.
આચાર્યશ્રીના સ્મારક માટે અનેક યોજનાઓ થઈ છે, આ યોજનાઓ કાર્યસ્વરૂપ પણ પામી છે પરંતુ તેઓશ્રીનું સાચું સ્મારક તો તેઓશ્રીના જીવનના સંદેશને, આદર્શને અનુરૂપ આપણું જીવન ઘડવાનું છે. દિવસરાત વીતે છે. કાળનો પ્રવાહ વિચિત્ર રીતે સતત વહ્યું જાય છે. આ સંજોગોમાં માનવી પોતાનું કર્તવ્ય અદા કરે અને એક પળને પણ નિરર્થક વ્યય ન કરે તે મહત્વનું છે. મહાન માનવી જન્મે છે, જીવે છે, પ્રેરણા આપે છે. આ પ્રેરણા જે આપણા જીવનને ઉન્નત બનાવવામાં નિષ્ફળ નીવડે તો દોષ આપણો છે. આચાર્યશ્રીની ચોરાશી વર્ષની વયની જીવનયાત્રા સાથે આપણા સામાજિક, આર્થિક, રાજકીય અને ધાર્મિક જીવનના પ્રવાહો સંકળાયેલા છે. આચાર્યશ્રીનું ઘડતર અને એની વિકાસકથા આપણને એ રીતે પ્રેરણા આપે છે. આ પ્રેરણા આપણા જીવનને ધન્ય બનાવી શકે એટલી એનામાં તાકાત છે. આ તાકાતને આપણે પિછાણવી રહી અને તેમણે ઉપદેશેલા ધર્મ પ્રમાણે વર્તવું રહ્યું–તો જ તેમનું સાચું સ્મારક કર્યું ગણાશે. તો જ કઠિન તપશ્ચર્યા દ્વારા તેમણે કરેલી સમાજની સેવાનો યોગ્ય બદલો આયો ગણાશે.
ચોર્યાસી વર્ષ જેટલું લાંબુ આયુષ્ય આચાર્યશ્રી આપણી વચ્ચે જીવ્યા. જો કે કાળગણનામાં ચોર્યાસી વર્ષનો કાંઈ હિસાબ નથી, પરંતુ આ વર્ષો દરમિયાન આચાર્યશ્રી જે કાંઈ કરી ગયા, જે કાંઈ વારસો આપણા માટે મૂકી ગયા તે અમૂલ્ય છે. આપણું કર્તવ્ય એ વારસાને યોગ્ય બનવાનું છે. આપણાથી એ બનશે ?
અને આચાર્યશ્રી સંસારી જનો માટે જ સર્વ કાંઈ કરી ગયા એવું નથી. જેઓએ સંસાર છોડ્યો છે, જેઓ જગતના સર્વ સુખોપભોગનો ત્યાગ કરી આત્મકલ્યાણના પંથે પડ્યા છે, તેવા સાધુ-મહાત્માઓને પણ તેમણે એક નવીન અંગુલિનિર્દેશ કરીને કહ્યું છે કે સાધુઓનું કર્તવ્ય માત્ર પોતાના આત્માનો ઉત્કર્ષ કરવામાં જ પ્રર્યાપ્ત થતું નથી. પોતાની આસપાસ અજ્ઞાન રૂપી જે ઘોર અંધકાર પ્રવર્તે છે તેના નાશ માટે, સંસારીજનોના સામાન્ય દુઃખોને સમજી તેને હળવાં કરવા માટે પણ તેમણે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.
વળી આચાર્યશ્રી દઢપણે માનતા હતા કે પ્રેમ, ઉદારતા, દયા, કરુણા, પરસ્પર આદર, ક્ષમા, નમ્રતા, નિર્ભયતા, આંતરબાહ્ય પાવિત્ર્ય વગેરે ગુણોથી જ સમાજનો ઉત્કર્ષ થાય, સમાજને ટકી રહેવા માટે આ ગુણો અનિવાર્ય છે, નહિતર તેનો નાશ જ થાય. અને એથી જ પોતાના સમગ્ર જીવન દરમિયાન સમાજના આ ગુણો વિકસાવવા માટે એમણે કાર્ય કર્યું. આમ કરતાં એમને અનેક મુશ્કેલીમાંથી પસાર થવું પડયું હશે, પોતે જે કાંઈ માને છે, આચરે છે, તે લોકોના હૃદયમાં ઠસાવવા માટે અથાક શ્રેમ પણ કરવો પડ્યો હશે, છતાં પોતે પોતાના નિણિત કાર્યમાંથી તસુભાર પણ પાછા હઠ્યા નહિ. આપણે જોઈએ છીએ કે એમના એ કાર્યના મીઠાં ફળ આજે પ્રત્યક્ષ જણાઈ રહ્યા છે. - ભારતવર્ષ કદી મહાપુરુષ વિહોણું રહ્યું નથી. મહાવીર, બુદ્ધ, ગાંધી જેવા પરમ પુરુષોનું સાનિધ્ય એમને સદાય સાંપડયું છે. તેમના આવા સાનિધ્યે દેશને ઊજળી કેડી પર લાવી મૂક્યો છે. આપણા આચાર્ય શ્રી વિજયભસૂરિજી પણ મહાપુરુષોની આ પરંપરા પૈકીના એક હતા. એમણે પોતાના સુકૃત્યોથી સમાજનું અને દેશનું નામ ઉજજવળ કર્યું છે. સમાજનું અને દેશનું એ સૌભાગ્ય છે કે એમને આંગણે આવા પરમ પુરુષો–યુગપુરુષો જન્મે છે અને સમાજના ઉદ્ધારનું પોતાનું અવતારકૃત્ય પૂર્ણ કરીને પરમધામને પામે છે. આપણે તેમને લાખ લાખ વંદન હો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org