________________
૭૮
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ પ્રવાહોની વ્યાપક અસર હેઠળ મુનિ શ્રીવલભવિજ્યજીએ જ્ઞાનપ્રચારની પ્રેરણા ઝીલી અને જ્ઞાનપ્રચારને જ પોતાનું આજીવન કૃત્ય ગણું એ માટે જીવનના અતકાળ સુધી ઝૂઝયા.
મહારાષ્ટ્રમાં ગોપાલકૃષ્ણ ગોખલે, રાનડે અને પછી કર્વે તથા લોકમાન્ય તિલક અને બીજાઓ થયા. ગુજરાતમાં પણ આ યુગની અસર થઈ. મુંબઈ પણ આ અસરથી મુક્ત ન હતું. કિલૉક ફાર્બસના નામ ઠળ ફાર્બસ સભા, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (અત્યારની ગુજરાત વિદ્યાસભા) અને એના દ્વારા કેળવણીનો પ્રચાર થયો; કવિ દલપતરામ, સુધારક કવિ નર્મદ, વિવેચક નવલરામ અને દુર્ગાશંકર મહેતાજીનો સમય, અને એમાંથી જન્મ પામ્યો તે અર્વાચીન કવિતા અને સાક્ષરોનો યુગ; એમાંથી આજના અનેક સાહિત્યપ્રવાહો જમ્યા. આ પછી બીજી પેઢીમાં ભાષાશાસ્ત્રી, કવિ અને વિવેચક નરસિંહરાવ, કેશવલાલ ધ્રુવ, બળવંતરાય ઠાકોર, કવિ નાનાલાલ વગેરેનો યુગ; આ યુગની સમાપ્તિ થઈ અને આપણા સાહિત્યમાં ગાંધીજીની અસર આવી. આ યુગ પૂરો થયો અને એ રીતે સાહિત્યમાં આજના સમય નજીક આપણે આવીએ છીએ. ખાદીનો સ્વીકાર અને પરદેશી ખાંડનો ત્યાગ
રાજકીય જીવનની સમીક્ષા કરતાં લાગે છે કે આચાર્યશ્રીના જીવનકાળ દરમિયાન આપણી લડતના અનેક તબકકાઓ પૂરા થયા. ગાંધીજીએ એમના જીવનકાર્યની હિંદમાં શરૂઆત કરી એ પહેલાંની અસરોમાં આચાર્યશ્રી ઘડાયેલા અને આ સમયની અસર એમના જીવન પર થયેલી. કેળવણી માટેનો ઉત્સાહ આચાર્યશ્રીએ ગાંધીજીના પુરોગામીઓ પાસેથી મેળવેલો. રાજકીય સ્પંદનોની અસર હેઠળ આચાર્યશ્રીએ ખાદી સ્વીકારી અને પંજાબની જૈન કોંગ્રેસ પાસે સ્વીકારાવી. પરદેશી ખાંડ સામેની જેહાદનો પ્રવાહ આચાર્યશ્રીએ આ સમયમાંથી લીધો. આચાર્યશ્રી રાજકીય જીવનથી જલકમલવત હોવા છતાં તેની અસરથી અલિપ્ત ન રહી શક્યા. રાષ્ટ્રમાં સ્વરાજયપ્રાપ્તિ પૂર્વેની નવજાગૃતિ એમણે સ્વ-આંખે નિહાળી. ત્યાર પછી પણ વિનોબાની ભૂ-દાન ચળવળ, સંપત્તિદાન, શક્તિદાન અને સર્વસ્વદાન વગેરે પણ તેઓશ્રીએ જોયું. જૈનોના ઉત્કર્ષ કાજે -જીવન પર પણ જાતે જ પ્રયત્ન કર્યો અને તે માટે આકરી પ્રતિજ્ઞા લીધી. આ બધું બતાવે છે કે ધાર્મિક જીવનને વરેલા આચાર્યશ્રી ઉપર જમાનાની ઠીક ઠીક અસર હતી. એઓશ્રી આ અસરને ઝીલી એના સર્જક પ્રત્યાઘાતો પાડતા. | સામાજિક જીવન પર રાજકીય જીવનની અસર યુગોથી પડતી આવી છે. આચાર્યશ્રીએ જે સામાજિક સુધારાઓ માટે પ્રચાર કર્યો એ સુધારાઓ હકીકત તરીકે આપણા જીવનમાં આજે વણાઈ ગયા છે. મધ્યયુગની અનેક અસરો આપણા જીવન પર હતી. વ્યાવહારિક અને ધાર્મિક કેળવણીની જરૂરિયાત અને શ્રી કેળવણી ઉપર આચાર્યશ્રી ભાર મૂકતા હતા એ આજના જમાનામાં વિચિત્ર લાગે, પણ એ સમયમાં આ રવીકારાયેલી વસ્તુ ન હતી. એમની જેહાદના પરિણામે વરવિક્રય, કન્યાવિયે. બારમા-તેરમાના રિવાજો, અઘરણીની નાતો વગેરે અનિષ્ટોએ પોતાનું પ્રભુત્વ ગુમાવ્યું છે એ હકીકત છે.
- આચાર્યશ્રીના જીવનકાળ દરમિયાન બે મહાન વિશ્વયુદ્ધો થયાં અને એની ઘેરી અસર સમસ્ત જગત ઉપર થઈ. પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન રશિયામાં ક્રાંતિ થઈ. ભારતમાં વિદેશીની ચળવળ થઈ અને મૂડીવાદનું સ્વરૂપ વિકસતું ગયું. બીજા વિશ્વયુદ્ધ સમૃદ્ધિની સાથોસાથ યાતનાઓ આપી. આ વિશ્વપ્રવાહોએ મધ્યમ વર્ગ ઉપર ઘેરી અસર કરી. સમાજના અર્થતંત્રની કાયાપલટ કરી નાખી છે. વિશ્વવિગ્રહ ફુગાવો આપ્યો, બંગાળ,નો દુષ્કાળ આપ્યો અને સમાજના મધ્યમ વર્ગ ઉપર સખત ફટકો માયૉ જેની અસર હજુ સુધી ગઈ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org