SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ આપણી અદશ્ય થતી લેખનકળા અને તેનાં સાધન પાશ્ચાત્ય યાંત્રિક આવિષ્કારના યુગમાં અનેક કળાઓને વિચાર્યા પછી તેના પુનરુદ્ધાર માટે અનેક પ્રયત્નો કરવા છતાં તેમાં આપણે સફળતા મેળવી શક્યા નથી, તેમ મુદ્રણકળાના પ્રભાવથી અદશ્ય થનારી લેખનકળાને માટે પણ બનવાનો પ્રસંગ આપણી નજર સામે આવવા લાગે છે. આજથી પચીસ વર્ષ પહેલાં ગુજરાત તેમ જ મારવાડમાં લહિયાઓના વંશો હતા, જેઓ પરંપરાથી પુસ્તક લખવાનો જ ધંધો કરતા હતા. પરંતુ મુદ્રણકળાના યુગમાં તેમની પાસે પુસ્તકો લખાવનાર ઘટતાં તેઓએ પોતાની સંતતિને અન્ય ઉદ્યોગ તરફ વાળી. પરિણામ એ આવ્યું, કે જે લહિયાઓને એક હજાર ક લખવા માટે બે, ત્રણ, અને સારામાં સારો લહિયો હોય તો, ચાર રૂપિયા આપવામાં આવતા હતા, અને તેઓ જે સુંદર લિપિ તેમ જ સામેના આદર્શ જેવો જ આદર્શ–નકલ લખતા તેવા શુદ્ધ સુંદર આદર્શ કરવા માટે અત્યારે આપણે દર હજારે દશથી પંદર રૂપિયા આપીએ તો પણ તેના લેખક કેઈ વિરલ જ મળી શકે; અને તાડપત્રની પુરાતન પ્રતિ ઉપરથી નકલ કરનાર તો ભાગ્યે જ મળે અથવા ન પણ મળે. લહિયાઓના આ ભયંકર દુકાળમાં લેખનકળા અને તેના સાધનોનો અભાવ અવશ્ય થશે એ સ્વાભાવિક છે. આ પ્રમાણે અનેક શતાબ્દી પર્યત ભારતવર્ષ દ્વારા અને અંતિમ શતાબ્દીઓમાં જૈન મુનિઓના પ્રયાસ દ્વારા જીવન ધારી રહેલ લેખનકળા અત્યારે લગભગ નાશ પામવા આવી છે. આ લુપ્ત થતી કળા વિષેની માહિતી પણ લુપ્ત થતી જાય છે. ઉ. તરીકે, તાડપત્ર પર લખવાની રીતિ લગભગ ભુલાઈ ગઈ છે. તાડપત્ર પર જે લીસાપણું તેમ જ ચળકાટ હોય છે કે જે શાહીને ટકવા દેતા નથી, તે કાઢી નાખવાનો વિધિ મળી શકતો નથી. આવી સ્થિતિમાં આ કળાનાં સાધન વિષે જે કાંઈ માહિતી મળે તે નોંધી રાખવી જોઈએ. આ કળાના ભાવી ઇતિહાસકારને ઉપયોગી થાય એ દૃષ્ટિથી મેં મને મળેલી હકીક્તાને આ લેખમાં સંગ્રહ કર્યો છે. ૧. પુરાતન હસ્તલિખિત પુસ્તકોના અંતમાં મળતા . ૨૨રૂક વૈરાવ શ ૨૪ જ સિવિત થીમ પાટ વાનમ્યાખ્ય કાયસ્થ માન” ઈત્યાદિ અનેક ઉલ્લેખ પરથી આપણે જોઈ શકીશું કે ભારતવર્ષમાં કાયસ્થ, બ્રાહ્મણ આદિ જ્ઞાતિના અનેક કુટુંબ આ ધંધા દ્વારા પિતાને નિર્વાહ ચલાવી શકતાં હતાં. આ જ કારણને લીધે આપણું લેખનકળા પ્રૌઢાવસ્થાએ પહોંચી શકી. ૨. આ માત્ર ગૂજરાતને જ લક્ષીને લખવામાં આવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy