SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨] જ્ઞાનાંજલિ તેને દરગુજર કરે. ચોથા પરિશિષ્ટમાં લીંબડીના જૈન મંદિરની પ્રતિમા ઉપરના લેખો અને લગભગ આજથી ૧૫૦ વરસ અગાઉ થઈ ગયેલ ત્યાંના સંઘમાં અને ધાર્મિક કાર્યોમાં આગેવાન શ્રેષ્ટિવર્ય ઉપર લખેલ જૈન મુનિના પત્રની નકલ આપવામાં આવી છે. પ્રસ્તુત લિસ્ટ અને તેનાં પરિશિષ્ટો કરવા માટે સંપાદકે ઘણો શ્રમ કર્યો છે, છતાં તેમાં ત્રુટિ જણાય તો વિદ્વાનો તેને સહી લે એવી મારી સૌને વિનંતિ છે. લીબડી સ્ટેટનું ગૌરવ-કઈ પણ રાજ્યમાં પુરાતન દર્શનીય વસ્તુઓનું હોવું એ તેના ગૌરવમાં ઉમેરો ગણાય. જો લીબડી સ્ટેટ વસ્તુની કિંમત કરી જાણે તો પ્રસ્તુત જ્ઞાનભંડાર એ તેને માટે ઓછા ગૌરવની વસ્તુ નથી. ઉપસંહાર–અંતમાં જેમણે તન, મન અને ધનથી પ્રસ્તુત જ્ઞાનભંડારને વસાવ્યો છે, તેને પુષ્ટ કર્યો છે, તેમ જ તેના રક્ષણ અને તેની વ્યવસ્થા માટે શ્રમ સેવ્યો છે, તે સૌને ધન્યવાદ અપી મારા અવલોકનને પૂર્ણ કરું છું. [ લીંબડી ભંડારનું સૂચિપત્ર, ઈ.સ. ૧૯૨૮ ] પુરવણી } શેઠ ડોસા દેવચંદ અને તેમનો પરિવાર વોરા શેઠ ડોસા દેવચંદ અને તેમના પરિવારનો પરિચય મેળવવા માટે આપણી સમક્ષ ખાસ બે સાધન વિદ્યમાન છે: એક કવિ જેરામકૃત તપસ્યાગીત, જે ગૂર્જરભાષાબદ્ધ, અનુમાને ૧૮૩૯માં રચાયેલ અને ૬ ઢાળબદ્ધ ૮૧ કડીનું છે. અને બીજું લાલવિજયકૃત તપબહુમાનભાસ, જે ગૂર્જર, ૧૮૩૯ માં રચેલ અને ૨૧ કડીનું છે. ભાસમાં માત્ર પૂજીબાઈને તપની જ હકીકત વર્ણવી છે, જ્યારે ગીતમાં ડોસા વોરા આદિની બીજી વિશેષ વાતો પણ ગાવામાં આવી છે. આમાં જે વાતો છે તેમાંના એક અક્ષરને પણ અત્યારે લીમડીમાં કઈ જાણતું નથી. એટલે અહીં તેનો સાર આપવામાં આવે છે. તપસ્યાગીતનો સાર ગૂજરાત દેશમાં લીમડી ગામ હતું. ત્યાં રાજા હરભમજીના વખતમાં પોરવાડજ્ઞાતીય વોરા શેઠ દેવચંદને પુત્ર ડોસો હતો. તેને હીરાબાઈ નામે પત્ની હતી, તેનાથી જેઠ અને કસેલો બે પુત્ર * ઓગણચાલા વર્ષમાં રે, મહા વદિ પાંચમ જાણિ; શાંતિનાથ સુપસાયથી, કીધા તપ બહુમાન રે. ૨૦. તપબહુમાનભાસ. ૧. “કાઠિયાવાડ ગૂજરાતમાં ક્યારથી ગણાવા લાગ્યું ?'–ના પુરાતન ઉલ્લેખો શોધનારને જેરામ કવિને આ ઉલ્લેખ ઉપયોગી થઈ શકે ખરે. ૨. આ રાજા હરભમજી તે પહેલા હરભમજી જાણવા કે જેઓએ પોતાની રાજગાદી શિયાણીથી ઉપાડી લીંબડી આણી હતી. તેઓ ઈ. સ. ૧૭૮૬, વિ. સં. ૧૮૪૨ સુધી વિદ્યમાન હતા. : ૩. શેઠ ડોસા દેવચંદ ભલગામડેથી લીંમડી રહેવા આવ્યા હતા, એમ તેમના વંશજોનું કહેવું છે. સંભવ છે, રાજા હરભમજીની સાથે જ આવ્યા હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy