________________
અભિવાદન
[ ૧૦૫ અને ઊંધને વીસરીને એમાં એવા તન્મય બની જવાના કે જાણે કેઈ ઊંડા આત્મચિંતનમાં ઊતરી ગયેલ યોગીરાજ જ જોઈ લે ! એમને આ રીતે જ્ઞાનોદ્ધારના કાર્યમાં નિરત જેવા એ પણ એક લહાવો છે. જ્ઞાનોદ્ધારની તેઓશ્રીની આવી અસાધારણ પ્રવૃત્તિની કેટલીક વિગતો જોઈએ.
શાસાભ્યાસ-જ્ઞાનોદ્ધારનું પહેલું પગથિયું છે સ્વયં શાસ્ત્રોનું તલસ્પર્શી અને સર્વસ્પર્શી અધ્યયન. આ અધ્યયન પાછળની દૃષ્ટિ સાંપ્રદાયિક કદાગ્રહથી મુક્ત, ઐતિહાસિક, તુલનાત્મક અને સત્યશોધક હોય તો જ એ સ્વ-પર ઉપકારક બની શકે. મહારાજશ્રીના અભ્યાસની આ જ વિશેષતા છે. અને તેથી તેઓ સદા ગુણના ગ્રાહક અને સત્યના ચાહક બની શકે છે. વળી, એમને મન વિદ્યા એ નિર્ભેળ વિદ્યા જ છે; એમાં મારા-તારાપણને કોઈ ભેદ તેઓ રાખતા નથી. અને શાસ્ત્રીય ગ્રંથ ઉપરાંત લૌકિક વિદ્યાઓના ગ્રંથનું પણ તેઓ એવા જ આદરથી અવલેકન–અવગાહન કરે છે. આથી તેઓ પિતાનાં શાસ્ત્રોની ખૂબી અને મર્યાદાઓથી પરિચિત રહી શકે છે, તેમ બીજાઓનાં શાસ્ત્રોની ખૂબીઓ કે મર્યાદાઓથી પણ પરિચિત રહી શકે છે, પરિણામે એમના અભ્યાસમાં તેમ જ નિરૂપણમાં સત્યની આભા પ્રસરી રહે છે; અને એ વિશેષ સચોટ અને પ્રતીતિકર બની શકે છે. આચાર્યપ્રવર શ્રી હરિભદ્રસૂરિજીએ તેમના યોગબિંદુ ગ્રંથમાં (લેક પ૨૪) કહ્યું છે કે–
आत्मीयः परकीयो वा क. सिद्धान्तो विपश्चिताम् ?
दृष्टेष्टाबाधितो यस्तु युक्तस्तस्य परिग्रहः ॥ એટલે કે વિદ્વાનને મન આ સિદ્ધાંત મારે અને આ પરાયો એ કોઈ ભેદ નથી હોતો; પણ જે જોવાથી અને ઈષ્ટથી અબાધિત હોય તેને સ્વીકાર કરવો, એ જ ઉચિત છે. પૂજ્ય પુણ્યવિજયજી મહારાજનું અધ્યયન આવું જ તંદુરસ્ત અને વિમળ દૃષ્ટિથી પરિપૂત હોય છે. અને તેથી જ એ દેશવિદેશના વિદ્વાનોને માટે આવકારપાત્ર બની શકે છે. તેઓશ્રીનું અધ્યયન આવી નિર્મળ બુદ્ધિથી થયેલું હોવાથી એમના લખાણમાં એની છાપ સ્પષ્ટ જોવામાં આવે છે. સમભાવી આચાર્ય હરિભદ્રસૂરિએ શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં કપિલ મહર્ષિને દિવ્ય મહામુનિ” (બ્લેક ૨૩૭) અને ભગવાન બુદ્ધને “મહામુનિ (શ્લેક ૪૬૬ ) જેવાં બહુમાનવાચક વિશેષણથી નિર્દેશ કર્યો છે, તેમ પુણ્યવિજયજી મહારાજનાં લખાણમાં પણ આ પરંપરાનું વિરલ સાતત્ય જોવા મળે છે. જ્યાં ક્યાંય કોઈ ધર્મપુરુષને કે મહાન વ્યક્તિને ઉલ્લેખ કરવો હશે તો તેઓ તે બહુમાસૂચક શબ્દથી જ કરશે. કર્મ સાહિત્ય અંગેના પિતાના લેખમાં દિગંબર સાહિત્યને નિર્દેશ કરતાં તેઓ લેખે છે –
દિગંબર સંપ્રદાયમાં પણ ભગવાન શ્રી પુષ્પદંતાચાર્ય...વગેરે કર્મવાદવિષયક સાહિત્યના પ્રણેતા અને વ્યાખ્યાતા પારંગત આચાર્યો અને સ્થવિરો થયા છે.”
( જ્ઞાનાંજલિ, પૃ. ૧૪૦ ) સ્તુતિ-સ્તોત્રવિષયક સાહિત્યમાં ખરતરગચ્છના આચાર્ય શ્રી જિનપ્રભસૂરિજીના અર્પણને બિરદાવતાં મહારાજશ્રી કહે છે કે—
આ પછી ચિત્રવિચિત્ર સ્તુતિ-સ્તોત્ર-સાહિત્યનું સ્થાન આવે છે. આ વિભાગમાં સેંકડે જૈનાચાર્ય તેમ જ જૈન મુનિઓએ ફાળો આપે છે. તેમ છતાં ખરતરગચ્છીય આચાર્ય શ્રી જિનપ્રમે વિધવિધ ભાષામય અને વિધવિધ છંદોમય ચિત્રવિચિત્ર સ્તુતિ-સ્તોત્ર-સાહિત્યના સર્જનમાં જે વિશાળ ફાળો આપે છે એ સૌથી મોખરે આવે છે. આ આચાર્યના જેટલું વિપુલ અને વિધવિધ પ્રકારનું સ્તુતિ-સ્તોત્ર-સાહિત્ય કેઈએ સર્યું નથી એમ કહેવામાં અત્રે જરાયે અતિશયોક્તિ થતી નથી.”
( જ્ઞાનાંજલિ, પૃષ્ઠ ૧૫૯ ) જ્ઞા. અ. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org