SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ] જ્ઞાનાંજલિ એવા પ્રાચીન ગ્રંથનું સંપાદન અમે સાથે મળીને કર્યું; કેટલાક ગ્રંથોનું સંપાદન મેં એકલાએ કર્યું, એટલું જ નહિ, છેવટે એવું પણ બન્યું કે પાઠાંતરો નોંધે પૂજ્ય ગુરુજી અને પાકને નિર્ણય કરું છું ! અહીં એક પ્રસંગ ખાસ યાદ આવે છે; સંવત ૧૯૯૫ના ચોમાસામાં મને સંઘરણીનો એવો ઉગ્ર વ્યાધિ થઈ આવ્યું કે શરીર નિચોવાઈ જાય અને શક્તિમાત્ર હરાઈ જાય; વ્યાધિ કઈ રીતે કાબૂમાં આવે જ નહીં. આ વખતે વડોદરાના શ્રી વાડીભાઈ વૈદ્યનો ઇલાજ ચાલતો હતો. ક્યારેક તો સલાહ મળે કે હવે બીજાની દવા કરો ! પણ મેં તો થાક્યા કે કંટાળ્યા વગર ધીરજપૂર્વક એ જ ઇલાજ ચાલુ રાખ્યો. દોઢેક વર્ષ સુધી ચાલેલ આ ઉપદ્રવ દરમ્યાન મને મોટામાં મોટો સધિયારો આપો મારા શાસ્ત્રવ્યાસંગે. કથાનકોષનું સંપાદન અને નિશીથચૂર્ણિનું અધ્યયન મેં આ બીમારી દરમ્યાન જ કર્યું –જાણે હું મારું કામ કરતો રહ્યો, દર્દી પોતાનું કામ કરતું રહ્યું. મને તો આ બધું દાદાગુરુશ્રી અને ગુરુજીની જ કૃપાનું ફળ લાગે છે. પોતાના ગુરુજી અને દાદાગુરુશ્રી ઉપરની શ્રદ્ધાને દર્શાવતાં મહારાજાએ પોતે જ કહ્યું છે કે – “જે પૂજ્યપાદ ગુરુપ્રવર શ્રી પ્રવર્તકજી મહારાજ, પૂજ્ય ગુરુદેવ અને સમસ્ત મુનિગણની આશિષ વરસતી હશે-છે જ, તે પૂજ્ય ગુરુદેવના સંકલ્પોને મૂર્ત સ્વરૂપ આપવા અને તેમણે ચાલુ કરેલી ગ્રંથમાળાને સવિશેષ ઉજજવલ બનાવવા યથાશક્ય અલ્પ સ્વલ્પ પ્રયત્ન હું જરૂર જ કરીશ.” ( જ્ઞાતાંજલિ, પૃષ્ઠ ૨૮૯ ) સહ આપે કોઈ શાસ્ત્રીય ગ્રંથ રચવાને ક્યારેય પ્રયત્ન કરે ? જ હા. લીંબડીના પહેલા ચોમાસામાં (વિ. સં. ૧૯૭૮માં) પૂજ્ય દાદાગુરુજી અને ગુરુશ્રી ત્યાંના ભંડારનો ઉદ્ધાર કરવાના કામમાં રોકાયેલા હતા ત્યારે મને વિશેષાવતા ઉપર ટીકા રચવાને વિચાર થઈ આવેલે. પણ પછી એ વિચાર પ્રમાણે કામ ન થયું. સવ આપનામાં સત્યાગ્રાહી મધ્યસ્થભાવ ક્યાંથી આવ્યો ? જ સ્વાભાવિક રીતે તથા પૂજ્ય દાદાગુરુજીના સતત સમાગમથી. આ રીતે દીક્ષા લીધા બાદ શ્રી પુણ્યવિજ્યજી મહારાજે પોતાની સ્વયં ફુરણાથી, દાદાગુરુ તથા ગુરુજીની વાત્સલ્યભરી કૃપાદૃષ્ટિથી અને જુદા જુદા વિદ્વાનોના સહકારથી પિતાની જ્ઞાનસાધનાને સગાહી, મર્મસ્પર્શ અને સત્યમૂલક બનાવી અને જાણે ભવિષ્યના જ્ઞાધારના મહાન કાર્યને માટે પિતાની જાતને સુસજજ બનાવી લીધી. જ્ઞાનોદ્ધારનું શકવતી કાર્ય આમ તો શ્રી પુણ્યવિજયજી મહારાજ એક આત્મસાધક સંત છે, અને પોતાના આત્મભાવની કયારેક ઉપેક્ષા ન થઈ જાય કે સંસારની વૃદ્ધિ કરે એવી આત્મવિરોધી પ્રવૃત્તિમાં જરાય ન અટવાઈ જવાય એની તેઓ સતત જાગૃતિ રાખે છે; અને અપ્રમત્તપણે પોતાની સાધનાને આગળ વધારતા રહે છે; આમ છતાં એમનું જીવનકાર્ય (mission) તો વિવિધ રીતે જ્ઞાનનો ઉદ્ધાર કરવાનું જ રહ્યું છે –એમનો અવતાર જ જ્ઞાનના ઉદ્ધાર માટે થયો છે. અને કહેવું જોઈએ કે, કુદરતે સેપેલા એ જીવનકાર્યને તેઓ, આજે લગભગ પોણોસો વર્ષ જેટલી વૃદ્ધ ઉંમરે પણ એવી જ નિકા, એવી જ સ્મૃતિ અને એવી જ તત્પરતાથી કરી રહ્યા છે—જાણે એમ લાગે છે કે આ કાર્ય કરતાં ન તો તેઓ વયની મર્યાદાને કે ન તો શક્તિ-અશક્તિને પિછાને છે. થોડીક પ્રાચીન હસ્તપ્રતો એમની આગળ મૂકી દઈએ અથવા તો એકાદ હસ્તલિખિત ભંડારની વચ્ચે તેઓશ્રીને બેસારી દઈએ, તો તેઓ આહાર, આરામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy